નસીબનું પાનું સરળતાથી ફેરવી શકશો, આ સરળ ઉપાયો અજમાવીને…

ભાગ્ય બદલાઈ જાય એવા કેટલાક જાણીતા ઉપાય તમે પણ કરી જુઓ, કિસ્મત ચમકી જશે… નસીબનું પાનું સરળતાથી ફેરવી શકશો, આ સરળ ઉપાયો અજમાવીને…

આજના સમયમાં દરેક વ્યક્તિને સુખ, શાંતિ અને સંપત્તિ જોઈએ છે, જેના માટે તે સખત મહેનત કરે છે. પરંતુ કેટલીક વાર મહેનત કર્યા પછી પણ સફળતા પ્રાપ્ત થતી નથી. આ પછી, લોકો વિવિધ પ્રકારની યુક્તિઓ પણ અપનાવે છે, પરંતુ તે અસરકારક સાબિત થતા નથી. તેથી, અમે આજે તમને શાસ્ત્રો અનુસાર અને જ્યોતિષ શાસ્ત્રમાં જાણાવાયેલ અનુસાર યુક્તિઓ અપનાવવા વિશે જણાવીશું. કોઈ પણ વ્યક્તિની રોજિંદી ટેવમાં ઉલ્લેખિત યુક્તિઓનો સમાવેશ કરવામાં આવે તો તે બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.

દરરોજ સવારે તમારી હથેળી જુઓ

દરરોજ સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી, તમારી હથેળીને થોડી ક્ષણો માટે અવલોકન કરતાં હોવ એવીરીતે જોવું જોઈએ અને તે પછી તમારા હથેળીઓને તમારા ચહેરા પર ફેરવવું જોઈએ. પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે હથેળીઓની આંગળીના ટેરવામોમાં માતા લક્ષ્મી, મધ્યમાં ભગવાન વિષ્ણુનું અને કાંડાની બાજુમાં માતા સરસ્વતીનું સ્થાન છે. તેથી સવારે આ રીતે હથેળીને જોવાનું શુભ માનવામાં આવે છે. સાથે આ શ્ર્લોક પણ બોલવો જોઈએ.

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમુલે સરસ્વતી |

કરમધ્યે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્ ||

ગાયને પહેલી રોટલી ખવડાવ

ભોજન બનાવીને સવારેપહેલી રોટલી જમ્યાની શરૂઆત કરવા પહેલાં ગાયને ખવડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં રહેતા તમામ દેવી-દેવતાઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને આવું કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

કીડીયારું પૂરો…

ખાંડમાં મિશ્રિત લોટની નાની નાની ગોળીઓ બનાવીને કીડીઓને ખવડાવવી ખૂબ જ પૂણ્યનું કામ માનવામાં આવે છે. અને આને તમારી રોજિંદી ટેવમાં ફેરવશો તો નસીબને બદલવામાં પણ મદદ કરે છે.

દેવતાઓને દરરોજ પુષ્પો અર્પણ કરો

ઘરમાં સ્થાપિત દેવી – દેવતાઓની મૂર્તિઓને ફૂલોથી શણગારવી જોઈએ. ધ્યાનમાં રાખો કે ફૂલો તાજા અને સ્નાન કર્યા પછી જ ચૂંટાયેલા છે કે નહીં. દેવ-દેવીઓ સાચા મનમાંથી ફૂલો ચડાવીએ તો તેઓ જરૂર પ્રસન્ન થાય છે અને માનવ જીવનમાં આવતા અવરોધોને દૂર કરે છે.

સવારે ઘરની સફાઈ કરો

પોતાના ઘરની સફાઈ દરેક વ્યક્તિ જ કરતા જ હોય છે, પરંતુ જો આ કામ સવારે જાગીને નહાયા પહેલાં કરવામાં આવે તો તે વધુ સારું છે. એવું માનવામાં આવે છે કે લક્ષ્મી સવારે ઘરના ઉંબરે આવે છે. ત્યારે જો ઘર સાફ હોય તો મા લક્ષ્મીના આશીર્વાદ અને શુભ ફળ મળે છે.

માછલીને ખવડાવો

જો તમારી નજીક કોઈ તળાવ, નદી અથવા સરોવર હોય, તો ત્યાં નિયમિત રીતે જાઓ અને માછલીઓને કંઈને કંઈક ખવડાવો, જેમ કે લોટની ગોળીઓ બનાવવીને પાણીમાં નાખી શકાય છે.. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એક ખૂબ જ સરળ રીત છે.

માતાપિતાના આશીર્વાદ લો

જ્યારે પણ તમે ઘરની બહાર જાવ છો ત્યારે તમારા વડીલોના પગને સ્પર્શ કરો અને આશીર્વાદ લો. આ કરવાથી તમારા નબળા ચાલી રહેલ ગ્રહની દશા જરૂર સુધરશે અને પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ થતી જણાશે.

પીપળાને પાણી આપો

જો શક્ય હોય તો દરરોજ સવારે સ્નાન કર્યા પછી, પીપળના ઝાડ પર લોટાથી પાણી ચડાવો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ પીપલના વૃક્ષમાં વાસ છે અને તેઓ જળ ચડાવવાથી પ્રસન્ન થાય છે અને શુભ પરિણામ આપે છે.

ઘરે ખાલી હાથ ન જાવ

જ્યારે પણ તમે સાંજે બહારથી ઘરે જાવ છો ત્યારે તમારે કંઇકનું કંઈક લઈને ઘરે જવું જોઇએ. પછી ભલે એ કોઈ વૃક્ષનું પાન પણ કેમ ન હોય? કોઈ ચીજવસ્તુ, મીઠાઈ, ફળ, ચોકલેટ, દૂધ જેવી વસ્તુઓ લઈને જ ઘરે જવું જોઈએ.

પૈસા ચડાવવા જોઈએ

આ ઉપાયમાં ઘરની બહાર નીકળતી વખતે, ખિસ્સામાંથી થોડોક પૈસા ભગવાન પાસે રાખો અને જ્યારે તમે સાંજે પાછા આવો, ત્યારે તેને ધૂપ દીપ અગરબત્તી કરીને ગુલ્લકમાં રાખો. ઓછામાં ઓછા ૪૩ દિવસ સુધી આમ કરવાથી, પૈસા મેળવવાના માર્ગમાં અવરોધ દૂર થાય છે અને બરકત વધે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ