વાંચો તમે પણ નસીરુદ્દીન શાહની આ જાણી-અજાણી વાતો, જે વાંચતા-વાંચતા તમે પણ હસી પડશો

નસીરુદ્દીન શાહનું કહેવું છે કે હું ઉપરથી નીચે સુધી વાઈટ ક્રિકેટ ડ્રેસમાં હોતો હતો. મારી પાસે ફક્ત ક્રિકેટ પેડ્સ અને ગ્લવ્ઝ જ હતા નહી અને હું મારી સાઈકલ લઈને થિયેટર પહોચી જતો હતો. ત્યારે મને જોઇને કોઈ શક કરી શકતું હતું નહી કે હું થિયેટરમાં જઈ રહ્યો છું.

image source

નસીરુદ્દીન શાહને બોલીવુડના સૌથી સારા અભિનેતાઓમાં સામેલ કરવામાં આવ્યા છે પરંતુ આ મૂંઝવણ જ છે કે, તેમને નાનપણમાં બોલીવુડ ફિલ્મો જોવા દેવામાં આવતી હતી નહી. નસીરુદ્દીન શાહએ ઇન્ડિયા ટુડે સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કેવી રીતે તેઓ નાનપણમાં ફિલ્મ જોવા માટે ચિત્રવિચિત્ર બહાનાઓનો ઉપયોગ કરતા હતા.

image source

નસીરુદ્દીન શાહ કહે છે કે, ‘મારા પિતા એંગ્લોફાઈલ હતા એટલે કે, બ્રિટેન અને બ્રિટીશ કલ્ચરને ખુબ પસંદ કરતા હતા. તો મને રવિવાર દિવસે મને ઈંગ્લીશ ફિલ્મ જોવાની મંજુરી મળતી હતી. પરંતુ ક્યારેય હિન્દી ફિલ્મો જોવા દેવામાં આવતી હતી નહી. જો કે, મને દારા સિંહની ફિલ્મો ખુબ જ પસંદ આવતી હતી અને મને તેને જોવાનું ખુબ જ મન કર્યા હતું. આ જ કારણ છે કે, હું પોતાની જાતને એવી રીતે તૈયાર કરી લેતો હતો જેમ કે, હું ક્રિકેટ મેચ જોવા જઈ રહ્યો હોવ.’

મારા પિતા મનમાંને મનમાં પસંદ કરતા હતા દિલીપ કુમારની ફિલ્મો : નસીરુદ્દીન શાહ.

image source

નસીરુદ્દીન શાહ આગળ જણાવતા કહે છે કે, ‘હું ઉપરથી નીચે સુધી વાઈટ ક્રિકેટ ડ્રેસમાં જતો હતો. મારી પાસે ફક્ત ક્રિકેટ પેડ્સ અને ગ્લવ્ઝ હોતા નહી અને હું મારી સાઈકલ લઈને થિયેટર પહોચવા માટે નીકળી જતો હતો.

જેના લીધે મને જોઇને કોઈ પણ વ્યક્તિ શક કરી શકતી નહી કે હું થિયેટરમાં ફિલ્મ જોવા જઈ રહ્યો હતો. પરંતુ મારા પિતા દિલીપ કુમારની ફિલ્મોને લઈને કઈ કહેતા હતા નહી. મને લાગે છે કે તો પણ ક્યાંકને ક્યાંક દિલીપ કુમારને મનમાંને મનમાં જ પસંદ કરતા હતા. મને પણ તે દરમિયાન દિલીપ કુમાર અને દારા સિંહ ખુબ પસંદ હતા.’

image source

નસીરુદ્દીન શાહ આગળ જણાવતા કહે છે કે, ‘મને દિલીપ કુમારની ફિલ્મ ‘ગંગા જમુના’ ખુબ જ પસંદ આવી હતી. તે સમયમાં હું આઠમા કે નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને મારી પર્ફોમન્સ જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આના સિવાય પણ મેં કેટલીક ફિલ્મો પોતાના નાનપણ દરમિયાન જોઈ હતી કેમ કે, અમને તેમની જ હિન્દી ફિલ્મો જોવાનો અવસર મળતો હતો.

image source

મને લાગતું હતું કે, તેમની પર્ફોમન્સ શાનદાર થતી જતી હતી. જયારે પણ તેઓ કોઈ સારા ડાયરેક્ટરની સાથે કામ કરતા હતા. હું એ પણ માંનું છું કે, તેમની બેસ્ટ પર્ફોમન્સ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ માં હતી પરંતુ જયારે મેં નાનપણમાં આ ફિલ્મ જોઈ હતી તો મને કંટાળો આવતો હતો પરંતુ પછીથી મને તેમના કામની ઊંડાઈનો અનુભવ થયો હતો.

Source : Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ