જલ્સા કરોને જેંતીલાલ

હવે જયારે પણ નસ પર નસ ચડી જવાની તકલીફ થાય ત્યારે આ ઉપાય જરૂર અપનાવજો.

આપણા શરીરમાં ઘણી એવી શારિરીક તકલીફો થાય છે જે ખૂબ નાની હોવા છતા પણ ખૂબ પીડાદાયક હોય છે. જેમાં નસ પર નસ ચડવી પણ એક છે. નસ ચડવામાં આપણી માંસપેશીઓમાં ખેંચાણનો અનુભવ થાય છે અને એ અચાનક જ થાય છે. જેનાથી અંગોમાં સોજો અને દુ:ખાવો અનુભવાય છે. મોટાભાગે આ પગ, સાથળ અને હાથમાં થાય છે. જોકે આ આપમેળે થોડા સમયમાં બરાબર થઈ જાય છે પરંતુ લાંબા સમય સુધી આને સહન કરી શકવું અસાધ્ય છે.નસ ચડી જવી એક ખૂબ જ સાધારણ પ્રકિયા છે, પરંતુ જ્યારે પણ શરીરમાં ક્યાંય પણ નસ ચડી જાય, જીવ જ કાઢી નાખે છે જો રાત્રે સુતા સમયે પગની નસ ચડી જાય તો વ્યકિત ચક્કરઘીનીની માફક ફરીને ઉભા થઈ જાય છે, સોજો અને દુ:ખાવો અલગ.

વર્ષભર પહેલા, એક દિવસ ક્યાંક બેઠા બેઠા, મારા પણ ડાબા પગની બસ ચડી ગઈ, સંયોગવશ મારા સામે એક વડીલ અને અનુભવી વ્યકિત બેઠા હતા, તેમને તરત મારા જમણા હાથની આંગળી મારા જમણા કાન નીચે રાખી અને કહ્યું કે હવે તમે હળવેથી દબાવતા આંગળીને ઉપર અને નીચે ગતિ આપો અને આ પ્રકિયા લગભગ ૧૦ સેકન્ડ સુધી કરતા રહો.આજ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ નસ પર નસ ચડી જવા પર કઈ રીતે તમે તમારો ઉપચાર સરળ રીતે કરી શકો છો. તો આવો જાણીએ એ રીતોનાં વિષયમાં.

* જો તમારા ડાબા પગની નસ ચડી ગઈ છે, તો એવામાં તમે જમણા હાથની આંગળીથી પોતાના કાનની નીચેનાં સાંથે દબાવો. તેનાથી થોડા સમયમાં જ દુ:ખાવો મટી જશે.*જ્યારે નસ ચડી જાય તો તરત પગ પર તેલથી માલિશ કરવાનું શરૂ કરી દો. આમ કરવાથી પ્રભાવિત ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે જેનાથી રોગીને તરત આરામ મળે છે.

* કેળાનુ સેવન કરીને પણ નસ ચડવાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. કેળાથી શરીરને પોટેશિયમ પ્રાપ્તપ થાય છે. એટલું જ નહિં, કેળાનું સેવન કરવાથી આપણા શરીરની તમામ કમીઅો દૂર થઈ જાય છે.

* જો તમારી નસ પર નસ ચડી જાય છે તો તમે જે પગની નસ ચડી ગઈ છે તો તે જ તરફનાં હાથની વચ્ચેની આંગળીનાં નખની નીચેનાં ભાગને દબાવો અને છોડો આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી મટી જ જાય
* નસ ચડવા પર હથેળીમાં થોડું મીઠું લઈ ચાટી લો, આમ કરવાથી પણ દુ:ખાવો મટે છે.

* આ તકલીફ મોટાભાગે રાતનાં સમયે જ થતી હોય છે, એવામાં તમે રાત્રે સુતા સમયે તમારા પગ નીચે તકીયો રાખી લો.* દુ:ખાવાથી છૂટકારો મેળવવા માટે તમે આ જગ્યા પર બરફથી શેક પણ કરી શકો છો. ઠંડા શેકથી પણ નસ ઉતરી જાય છે અને દુ:ખાવો પણ મટે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version