નર્મદે હર… નર્મદા નદીના કિનારે ભગવાનના આવા દુર્લભ સ્વરૂપની થાય છે રહસ્યમ રીતે પ્રાપ્તિ.

મા નર્મદાના પવિત્ર નીરમાંથી મળે છે મહાદેવનું આવું સ્વરૂપ, ભાદરવા માસના પિતૃપક્ષ દરમિયાન રહે છે ખાસ મહત્વ… નર્મદે હર… નર્મદા નદીના કિનારે ભગવાનના આવા દુર્લભ સ્વરૂપની થાય છે રહસ્યમ રીતે પ્રાપ્તિ.

ભારત દેશમાંથી વહેતી પવિત્ર નદીઓમાં ગંગા, યનુમા અને ભ્રમપુત્રામાંથી નર્મદા નદીનું પણ એટલું જ મહત્વ હોય છે. નર્મદા નદીને આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં દેવી કે માતાજીનો દરજ્જો મળેલો છે. નર્મદા નદીમાં સ્નાન કરવાથી પૂણ્યની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર નર્મદા નદીને ભગવાન શિવની પુત્રી કહેવામાં આવે છે. નર્મદા નદીના કિનારે દાયકાઓથી એક ખાસ પ્રકારના પત્થર મળે છે. તેના પવિત્ર નીરમાંથી નીકળતા પત્થરને શિવલિંગ સ્વરૂપે સ્થાપીને તેની પૂજા કરવામાં આવી છે. આવો જાણીએ એ પત્થરોની ઉત્પતિનું ઉદ્ગમ સ્થાન અને તેની પાછળનું રહસ્ય જણીએ….

શિગલિંગના સ્વરૂપે પૂજાય છે, કિનારેથી મળતા આ ખાસ પ્રકારના પત્થર…

નર્મદા નદીના પવિત્ર વહેણમાંથી કિનારે મળતા આ ખાસ પ્રકારના પત્થરો ઉત્તમ પ્રકારના શિવલિંગના સ્વરૂપ માનવામાં આવે છે. કોઈના પણ ઘરમાં કે મંદિરમાં પ્રસ્થાપિત કરવા માટે જો કોઈને શિવલિંગની શોધ હોય તો એવું કહેવાય છે કે નર્મદાના કિનારે પ્રાપ્ત થયેલ શિવલિંગને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ. આ ખાસ પ્રકારના પત્થરના શિવલિંગની પૂજા કરવાનું મહત્વ અનેરું હોય છે. તે માત્ર ચમત્કારિક રીતે પ્રાપ્ય છે અને અતિ ફળદાયિ પણ છે. જો કે લોકો સ્ફટિકના કે ચાંદી – સોનાના બનેલા શિવલિંગ પણ ઘરમાં સ્થાપિત કરતા હોય છે પરંતુ નર્મદા નદીના કિનારેથી પ્રાપ્ત થતા શિવલિંગને પૂજામાં રાખવા માટે પ્રમુખ મહત્વ અપાતું હોય છે.

નર્મદાનું નિર વહે છે વહેણ કરતાં ઊંઘું, તેની સાથે જોડાયેલ છે આ શિવલિંગનું રહસ્ય…

એક રહસ્યમય વાત એવી પણ છે નર્મદાના નીરની કે તેનું વહેણ ભારતમાં વહેતી અન્ય દરેક નાની મોટી નદીઓ કરતાં વિરુદ્ધ દિશાએથી વહે છે. નર્મદાના આ વહેણની દિશા પૂર્વથી પશ્વિમની તરફ મહાકાય પર્વતીય વિસ્તારોને ચીરીને વહે છે. તેના પ્રચંડ વેગની સાથે ખડકો અને પત્થરો એ રીતે અથડાઈને ઘસાય છે કે તેના વહેણમાં અનેક પત્થરો ઘસાઈને કિનારા સુધી તરીને આવે છે. આ બહાર આવી જતા પત્થરોની ધાર એકદમ ઘસાઈને અણીદાર ભાગ લીસો અને લંબગોળ આકાર ધારણ કરે છે. સાથે તેમાં અનેક ખાસ પ્રકારના આકારના વલયો પણ ઉત્પન્ન થાય છે. જે આમાંથી દરેક પત્થરોને પોતાનું એક આગવો આકાર, રંગ અને રૂપ આપે છે. જે નદીમાંથી મળતા શિવલિંગના સ્વરૂપે ઓળખાય છે.

પૌરાણિક કથાઓમાં પણ છે નર્મદા માતાના મહાત્મયનો ઉલ્લેખ…

નર્મદા નદીનો કિનારો નર્મદેશ્વ્રર પણ કહેવાય છે. નર્મદાના માતા ઇશ્વર એટલે કે ભગવાન શિવ તેમના આધિપતિ તરીકે સ્થાપિત છે. નર્મદા નદીને મહાદેવના પુત્રીના સ્વરૂપે પણ પૂજવામાં આવે છે. નર્મદા નદીના પવિત્ર જળનું મહત્વ એટલું બધું છે કે પંડિતોના કહેવા અનુસાર લોકો તેના કિનારે પોતાના પિતૃઓનું તર્પણ પણ કરવા આવે છે. અહીં સ્નાન અને પૂજા કરવા આવેલ લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી પિતૃપક્ષના સમયમાં પણ નર્મદા કિનારે પૂજા – સાધના કરવા આવતા લોકોમાં તેનું મહત્વ અધિક થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shivalingam (@narmada_stone_shivling) on

પૌરાણિક કથાઓમાં મા નર્મદા દેવી સ્વરૂપે તેનો ઉલ્લેખ છે તેમજ તેની સાથે જોડાયેલ ઇતિહાસ પણ સમૃદ્ધ છે. અનેક સાધુ સંતો અને તપસ્વીઓએ તેના કિનારે આવીને તપ સાધના કરી છે. ભોળાનાથનું વરદાન મેળવ્યું છે. જેટલું જ રહસ્યમય તેના કિનારે મળતા પત્થરો સાથે રહેલ બાબતો છે, તેટલું જ અહીં અનેક બાબતો એ વૈજ્ઞાનિક શોધખોળો અને સંશોધનો થાય છે. શિવાલય મંદિરોમાં સ્થાપિત શિવલિંગ વિશે કોઈપણ પૂજારી મહારાજને પૂછશો તો તેઓ પણ એમ જ કહેશે કે સૌથી ઉત્તમ શિવલિંગ તમને નર્મદાના કિનારેથી જ પ્રાપ્ત થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ