ગુજરાતની આ દીકરીને સો..સો..સલામ…નારીયેરની છાલનો ઉપયોગ કરીને આ રીતે બનાવ્યું પાણીને શુદ્ધ કરતું ફિલ્ટર

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા સમય જેટલો આધુનિક બની રહ્યો છે તેટલો જ પ્રદુષિત પણ બની રહ્યો છે. આજના સમયમા કોઈપણ વસ્તુ શુદ્ધ છે કે ગુણવતાયુક્ત છે તેની પરખ કરવી અત્યંત આવશ્યક છે. આજે વાત કરીએ ખાવાની કોઈ વસ્તુની કે પછી પાણી તમામ વસ્તુઓમા ભેળસળ હોય છે.

આજે એટલો સમય આધુનિક બની ગયો છે તેમછતા પણ દરેક ઘરમા પીવાનુ શુધ્ધ પાણી મળી શકતુ નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમા આ સમસ્યા ખુબ જ વધારે પડતી હોય છે. પાણીને શુદ્ધ અને ચોખ્ખુ પાણી કરવા માટે ફ્લ્ટિરનો ઉપયોગ કરવો ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

હાલ, પ્રવર્તમાન સમયમા બજારમા મળતા ફ્લ્ટિર ખુબ જ મોંઘા ભાવે મળે છે. આવા સમયે જો કોઈ એવુ પાણીનુ ફ્લ્ટિર મળી શકે કે, જે સરળતાથી ગંદકીવાળા પાણીને ચોખ્ખુ કરીને પીવાલાયક શુધ્ધ પાણી ફ્લ્ટિર કરી શકો, તે સામાન્ય માનવી માટે ખુબ જ આર્શીવાદરુપ છે.

આજે અમે તમને આ લેખમા પાણીને ફિલ્ટર કરવા માટેના એક વિશેષ પ્રયોગ વિશે જણાવીશુ. આ પ્રયોગ ભાવનગરના જ્ઞાાનમંજરી ઇન્સ્ટિટયૂટ ઓફ્ ટેકનોલોજીના સિવિલ ખાતામાં અભયાસ કરતા વિદ્યાર્થીનીઓ ફલ્ગુની ગોહેલ, હસ્તી ભડિયાદરા અને નિધિ ગોંડલીયા દ્વારા પ્રો . અનિષ ગોહિલ અને પ્રો. પૂજા વોરાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામા આવ્યો હતો.

image source

આ પ્રયોગ હેઠળ નાળીયેરીના છાલામાથી પાણીનુ ફ્લ્ટિર તૈયાર કરવામા આવ્યુ છે. આ પાણીનુ ફ્લ્ટિર તમે કોઈપણ સ્થળે ખુબ જ સરળતાથી અને સાવ ઓછા ખર્ચે બનાવી શકો છો. આ ફ્લ્ટિરમા ચારકોલનો કોઈપણ જગ્યાએ ઉપયોગ કરવામા આવતો નથી.

આ ફ્લ્ટિર તૈયાર કરવા માટે નાળિયેરના છાલા તથા રેતીના અલગ-અલગ લેયર પર મૂકવામા આવે છે. નળિયેરનુ ઉત્પાદન આખા વર્ષમા અવિરત થતુ આવ્યુ રહે છે. નળિયેરને કાર્બનના ગ્રીન સોર્સ તરીકે પણ ઓળખવામા આવે છે. આ ફ્લ્ટિર દ્વારા શુધ્ધ થતા પાણીની ગુણવતા અન્ય ફ્લ્ટિર જેવી જ હોય છે.

image source

સિવિલ ખાતાના વડા ડોક્ટર વિનોદ ઉજેનિયાના પ્રોત્સાહન દ્વારા પૂરુ પડેલ છે. આ વિધાર્થીનીઓ દવારા સમાજને ઉપયોગી થાય એવા પ્રયાસોના આગ્રહી એવા સંસ્થાના એક્સિક્યુટિવ ડાયરેકટર ડો.એચ. એમ. નિમ્બાકે વિધાર્થીઓ અને ડિપાર્ટમેંટને બિરદાવ્યા હતા.

ખરેખર આજે વર્તમાન સમયમા જે પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તેને દૂર કરવા માટે આવા પ્રકારના જ અમુક નવા સંશોધનોની જરૂરીયાત છે. હજુ પણ આવનાર સમયમા આ પ્રયોગ અંગે થોડા વિશેષ સુધારા-વધારા કરીને તેને હજુ પણ આગળ લઇ જવામા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!