નરગીસને આ રીતે દિલ દઇ બેઠા હતા રાજકપૂર, પણ અંતે પ્રેમ કહાની રહી ગઇ અધુરી…

નરગિસ-રાજ કપૂર એક એવી પ્રેમકહાની જે ક્યારેય મુકામ પર ન પહોંચી, આ રીતે રાજ કપૂર ફીદા થઈ ગયા હતા નરગિસ પર – પણ ન કરી શક્યા લગ્ન

નરગિસને હિન્દી સિનેમાની ફર્સ્ટ લેડી કહેવામાં આવે છે. તેમનો જન્મ 1 જૂન 1929ના રોજ થયો હતો. નરગિસ દત્ત બોલીવૂડની એવી અભિનેત્રી હતી જમણે માત્ર 28 વર્ષની ઉંમરમાં પ્રૌઢ મહિલાનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મ મધર ઇન્ડિયામાં નરગિસે પોતાના અભિનયથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. ત્યાર બાદ નરગિસને પદ્મશ્ર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. નરગિસ આ પુરસ્કાર મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રી હતા. નરગિસ દત્તના જીવન સાથે જોડાયેલા એવા ઘણા બધા કિસ્સા છે જેમાં રાજકપૂરનો ઉલ્લેખ હોય.

image source

નરગિસ દત્તની રાજકપૂર સાથેની પ્રથમ મુલાકાત 1948માં થઈ હતી. બન્નેની આ પ્રથમ મુલાકાતનો કિસ્સો પણ ખૂબ જ રસપ્રદ છે. જ્યારે નરગિસ રાજકપૂરને પહેલી વાર મળ્યા ત્યારે નરગિસ માત્ર 20 જ વર્ષના હતા. અને તે સમયે રાજકપૂરની ઉંમર પણ 22 વર્ષની જ હતી. પણ આટલી નાની વયે નરગિસે 8 ફિલ્મોમાં કામ કરી લીધું હતું. બીજી બાજુ તે જ વર્ષે રાજ કપૂરના તેમના પિતાના મોસાળના કાકાની દીકરી ક્રીષ્ના મલ્હોત્રા સાથે તેમના લગ્ન થયા હતા.

image source

તેમની પ્રથમ મુલાકાત કંઈક આ રીતે થઈ હતી. નરગિસ સાથેની મુલાકાત સુધીમાં રાજ કપૂરને કોઈ ફિલ્મ નિર્દેશિત કરવાનો અવસર નહોતો મળ્યો. રાજ કપૂરને પોતાની પહેલી ફિલ્મ માટે એક સ્ટૂડિયોની શોધ હતી. તેમને ખબર પડી કે નરગિસના માતા પ્રખ્યાત સ્ટુડિયોમાં રોમિયો એન્ડ જૂલિએટનું શૂટિંગ કરી રહ્યા હતા. તેઓ જાણવા માગતા હતા કે ત્યાં કેવા પ્રકારની સુવિધાઓ હતી ?

image source

આ બધી જાણકારી મેળવવા માટે રાજ કપૂર જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે નરગિસે દરવાજો ખોલ્યો હતો. તેઓ રસોડામાંથી દોડતા ત્યાં આવ્યા હતા. અને તે સમયે તેણી રસોડામાં ભજીયા તળી રહ્યા હતા. અજાણતા જ તેમણે બેસનવાળા હાથે પોતાના વાળ સરખા કર્યા હશે અને તેના પર બેસન લાગી ગયું હશે. નરગિસની આ અદા પર રાજ કપૂર તે જ સમયે ફીદા થઈ ગયા હતા.

image source

નરગિસે પોતાની કેરિયમાં ઘણા બધા અભિનેતાઓ સાથે કામ કર્યું પણ તેમની અને રાજ કપૂરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. રાજ કપૂર અને નરગિસે 16 ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું. અને સતત 9 વર્ષ સુધી આ જોડી સુપર હીટ રહી હતી. તે સમયે તેમના અફેરની ચર્ચા પણ સામાન્ય હતી. તેમના ફેન્સને લાગતુ હતું કે તેઓ લગ્ન પણ કરશે. પણ તેમનો પ્રણય ક્યારેય પરિણયમાં ન ફેરવાયો. અને તેમની પ્રેમ કહાની અધૂરી જ રહી ગઈ.

image source

જોકે રાજ કપૂરની દીકરીએ તેમનું કોઈની સાથે અફેર હોવાની વાતને નકારી કાઢી હતી. જો કે ઋષી કપૂરે પોતાની આત્મકથા ખુલં ખુલ્લામાં તે બાબતનો અછડતો ઉલ્લેખ ચોક્કસ કર્યો હતો.

Source : Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ