આલે લે, ભાગ કોરોના ભાગ ગીત ગાનાર અભિનેતા નરેશ કનોડિયાને પોતાને આવ્યો કોરોના, જાણો ક્યાં દાખલ કરાયા

આલે લે, ભાગ કોરોના ભાગ ગીત ગાનાર અભિનેતા નરેશ કનોડિયાને પોતાને આવ્યો કોરોના, જાણો ક્યાં દાખલ કરાયા

હાલમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને લોકો પણ ફફડી રહ્યા છે. તેમજ આજે પીએમ મોદીએ પણ સાવધાની રાખવાની વાત કરી છે. ત્યારે દેશ અને ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો દરમિયાન ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. હવે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા પોતે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

image source

નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળતા તેમના ફેન્સને ઝાટકો લાગ્યો છે અને તેઓ અભિનેતાના જલ્દી સાજા થઈ જાય તે માટે તેઓ પ્રાર્થના કરી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે.

નરેશ કનોડિયાએ વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો. વિશ્વ સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે ત્યારે કલાકારો પણ લોકોમાં જાગૃતિ લાવવા માટે અવનવા પ્રયત્નો કરી રહ્યાં છે. તે સમયે કિર્તીદાન ગઢવી અને સાંઈરામ દવેએ કોરોના પર ગીત ગાયું હતું.

અને સાથે જ નરેશ કનોડિયાનો એક વીડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે ઢોલના ધબકારે કોરોના પર ગીત ગાઈ રહ્યાં છે. અને ગીતના શબ્દો હતા ભાગ કોરોના ભાગ….ઉલ્લેખનીય છે કે નરેશ કનોડિયાના રહેણાંકની વાત કરીએ તો નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ખુબ જ ઘટાડો થયો હતો અને રાજ્યમાં ગઇ કાલે તો 1000થી પણ ઓછા કેસ આવ્યા હતા. ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1126 પોઝિટિવ કેસ આવ્યા છે. માટે છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો એવું કહી શકાય કે કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,61,848એ પહોંચી છે.

image source

જ્યારે રાજ્યમાં વધુ 8 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3654એ પહોંચ્યો છે. જ્યારે 1128 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.93 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,915 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 54,79,536 ટેસ્ટ કરાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ