ગુજરાતી ફિલ્મજગતનાં ‘રજનીકાંત’નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, સ્મશાનગૃહમાં ચાહકો ચોધાર આંસુએ રડી રહ્યા

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયાએ આજે કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. નરેશ કનોડિયાને 20 ઓક્ટોબરે કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદથી તે સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેઓ કોરોના સામે જંગ હારી ગયા હતા. નરેશ કનોડિયાના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કારણ કે રવિવારના રોજ તેમના મોટાભાઈ અને સંગીતકાર મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. મોટાભાઈના નિધનના ત્રીજા જ દિવસે નરેશ કનોડિયાનું નિધન થતાં કનોડિયા પરીવાર સાથે ગુજરાતી ફિલ્મ ચાહકો શોકમાં સરી પડ્યા છે.

image source

નરેશ કનોડિયાની સારવાર અમદાવાદની યૂ. એન. મહેતા હોસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવદેહને ગાંધીનગર સ્મશાનગૃહ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. અહીં તેમના ચાહકો તેમની એક ઝલક જોવા એકત્ર થયા હતા.

image source

નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ દેહને હોસ્પિટલથી સીધા જ ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં પાંચ મિનિટ માટે તેમનાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યા હતા.

image source

નરેશ કનોડિયા 125થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ, પારસ પદમણી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.

image source

નરેશ કનોડિયા પહેલા રવિવારે ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતું. મહેશ-નરેશ નામે આ જોડીએ અનેક મ્યુઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા. ત્યારે કનોડિયા બ્રધર્સે દુનિયામાંથી પણ આ રીતે સાથે જ વિદાય લેતા કનોડિયા પરિવાર અને ગુજરાતી ફિલ્મ જગતને મોટી ખોટ પડી છે. નરેશ કનોડિયાના નિધન પર વડાપ્રધાન મોદીથી લઈ રાજ્યના સીએમ રૂપાણી સહિત ફિલ્મ જગતની મોટી હસ્તીઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ