રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદીએ ભારતમાં કોરોનાની વેક્સિનને લઇને આપ્યું મોટું નિવેદન, વાંચો વધુમાં શું કહ્યું….

વડાપ્રધાન મોદીએ કોરોનાના કાળમાં આજે સાતમી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોરોના વિરુદ્ધ લડાઈમાં જનતા કર્ફ્યુથી લઈ અને આજ સુધી દરેક ભારતવાસીઓએ લાંબી સફર કાપી છે. કોરોનાકાળમાં ડોક્ટર્સથી લઈ અને દરેક આરોગ્યકર્મીઓ છેલ્લા આઠ મહિનાથી વિશાળ જનસમુદાયની સેવા સ્વાર્થ વિના કરી છે અને અનેક લોકોનો જીવ બચાવ્યો છે.

image source

લોકડાઉન બાદ સુસ્ત થયેલી આર્થિક ગતિવિધિઓ સમય સાથે હવે તેજ થઈ છે, મોટાભાગના લોકો પોતાની જવાબદારી નીભાવવા માટે ફરીથી રોજ ઘરથી નીકળે છે. તેવામાં હવે જ્યારે તહેવારોની આ મોસમ શરુ થઈ છે ત્યારે વધારે સતર્ક રહેવું જરૂરી છે. લોકો જો ઉત્સાહમાં બેદરકારી રાખશે તો મોટું જોખમ ઊભું થશે. તેમણે ઉમેર્યું હતું કે બજારમાં પણ હવે રોનક જોવા મળી રહી છે. પરંતુ લોકોએ ભુલવાનું નથી કે લોકડાઉન ભલે નથી રહ્યું પરંતુ વાયરસ આપણી વચ્ચેથી ગયો નથી.

image source

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા સાત-આઠ મહિનાથી દરેક ભારતીયના પ્રયાસથી ભારત આજે કોરોનાના કેસ મામલે સારી સ્થિતિમાં છે, ત્યારે થોડી પણ બેદરકારી દાખવી તેને બગડવા દેવાની નથી. આગામી સમયમાં કોરોનાના કેસની આ સ્થિતિમાં સુધારો કરવાનો છે.

image source

દેશમાં રિકવરી રેટ વધ્યો છે, મૃત્યુદર ઘટી રહ્યો છે, ભારતમાં જ્યાં પ્રતિ દસ લાખની જનસંખ્યા પર સાડા પાંચ હજાર લોકોને કોરોના થયો છે. ત્યાં અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશમાં આ આંકડો 25 હજાર જેટલો છે. ભારતમાં મૃત્યુ દર 83 છે જ્યારે અન્ય દેશોમાં આ આંકડો 600થી વધુ છે. આ સમયમાં એવું સમજવાની ભુલ કરવાની નથી કે કોરોનાથી આપણને જોખમ નથી.

image source

વડાપ્રધાને આ તકે સોશિયલ મીડિયાના વાયરલ વીડિયોને ટાંકતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યું છે કે લોકો સાવધાની રાખતા નથી. માસ્ક અને સોશિયલ ડિસ્ટંન્સનું પાલન કરતાં નથી. પરંતુ આ યોગ્ય નથી. જો લોકો બેદરકારી દાખવશે તો તેઓ પોતાની સાથે પોતાના પરિવારના બાળકો, વૃદ્ધો અને દેશને સંકટમાં મુકી દેશે.

અમેરિકા જેવા દેશોમાં કોરોનાના કેસ ઘટ્યા હતા અને અચાનક ચિંતાજનક રીતે વધ્યા છે. તેવામાં કોરોનાના ઘટતા કેસને લઈને અતિ આત્મવિશ્વાસમાં આવી ન જવું કે હવે કોરોનાથી આપણને કોઈ જોખમ નથી. જ્યાં સુધી કોરોના સામે પૂર્ણ સફળતા ન મળે ત્યાં સુધી બેદરકારી ન રાખવી જોઈએ. આ મહામારીની રસી ન આવે ત્યાં સુધી કોરોના સામેની લડાઈને નબળી પડવા દેવાની નથી. વર્ષો પછી એવું જોવા મળ્યું છે કે માનવતા બચાવવા માટે દુનિયાભરમાં કામ થઈ રહ્યું છે. ભારત સહિત અનેક દેશના વૈજ્ઞાનિકો કોરોનાની વેકસીન પર કામ કરી રહ્યા છે.

image source

કોરોનાની વેકસીન જ્યારે પણ આવશે તે દરેક ભારતીય સુધી કેમ પહોંચે તેના માટે સરકાર તૈયારી કરી રહી છે. સરકાર ઝડપથી કામ કરી રહી છે આ યોજના પર કે રસી આવે કે તુરંત તેને દરેક નાગરિક સુધી પહોંચાડી શકાય. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાઈ નહીં. તહેવારોના સમયમાં જો થોડી પણ બેદરકારી કરી તો જીવન જોખમમાં મુકાઈ શકે છે. આ તકે તેમણે મીડિયાને લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન ચલાવવા કહ્યું હતું. આ વાત સાથે વડાપ્રધાન મોદીએ આવનારા તમામ તહેવારો માટે શુભકામના પાઠવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ