શું તમે જાણો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાઢી કેમ કપાવતા નથી? આ હોઇ શકે છે કારણો?

પીએમ નરેન્દ્ર મોદી પોતાની દાઢી કેમ કપાવી રહ્યા નથી, શું આ કારણો હોઈ શકે છે? તેના માટે જવાબદાર.

પીએમ નરેન્દ્ર મોદી હંમેશા પોતાના લુક પ્રત્યે ઘણા સભાન રહે છે. દાઢી પીએમ નરેન્દ્ર મોદીના ઈમેજના એક ભાગ રૂપે કામ કરે છે. નવરાત્રિના તહેવાર સિવાય પીએમ નરેન્દ્ર મોદી હંમેશા પોતાની દાઢીને સેટ કરાવીને જ રાખે છે. પણ જ્યારથી ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના અક્રને લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારથી એવું જ લાગી રહ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની દાઢીને સેટ કરાવી જ ના હોય. એટલે કે, માર્ચ મહિના બાદથી જ પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની દાઢીને વધવા જ દીધી છે. આમ, અંદાજીત આઠ મહિનાથી તેમની દાઢી સતત વધી રહી છે.

image source

જુન મહિના સુધી મીડિયામાં એવી ચર્ચા થઈ રહી હતી કે, પીએમ નરેન્દ્ર મોદી એવો મેસેજ આપવા ઈચ્છે છે કે, આપણે હમણાં ઘરની બહાર નીકળવાનું નથી. જો પીએમ નરેન્દ્ર મોદી જેવી મોટી વ્યક્તિ પોતાની દાઢીને સેટ નથી કરાવી રહ્યા તો સામાન્ય જનતાએ તો અત્યારે વાળંદ પાસે વાળ કે પછી દાઢી સેટ કરાવવા જવું જોઈએ નહી, એવી વાત ચાલી રહી હતી.

image source

પણ હવે જયારે લોકડાઉન ખુલી ગયું છે અને સામાન્ય જનતા તો હવે વાળંદ પાસે જવા લાગ્યા છે. તેમ છતાં પણ પીએમ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી પોતાની દાઢીને એમ જ રહેવા દીધી છે. હવે એવું શક્ય નથી કે, પીએમ નરેન્દ્ર મોદી પાસે વાળંદની વ્યવસ્થા હોય નહી. તેમ છતાં પણ પીએમ નરેન્દ્ર મોદી પોતાની દાઢીને કપાવી કેમ નથી રહ્યા.

નેશનલ મીડિયામાં અ વિષય પર ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. આ વિષય પર લોકો પોત- પોતાની રીતે અંદાજ લગાવી રહ્યા છે.

image source

એક વિશ્લેષણ એવું પણ કરવામાં આવ્યું છે કે, કોરોના કાળ એક ઐતિહાસિક કાળ રહ્યો છે. આ સમય દરમિયાન જે કઈપણ કરવામાં આવશે તેની નોંધ ઘણા વર્ષો સુધી લેવામાં આવશે.

મહાત્મા ગાંધી:

image source

જેમ મહાત્મા ગાંધીએ દેશના લોકોની સ્થિતિ જોઈને તેઓ જે સુટબુટ પહેરી રહ્યા હતા તેને જાતે જ પહેરવાનું છોડી દીધું હતું અને ફક્ત એક જ કપડું પહેરવાનું શરુ કર્યું હતું જેની ચર્ચા આજે પણ થઈ રહી છે. એટલા માટે એવું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક કાળમાં પોતાનો લુકને ચેન્જ કરી રહ્યા છે.

શિવાજી મહારાજ:

image source

જયારે કેટલાક વ્યક્તિઓ એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, પીએમ નરેન્દ્ર મોદીની દાઢી શિવાજી મહારાજ જેવી લાગી રહી છે. એટલે કે, પીએમ નરેન્દ્ર મોદી આવી દાઢી રાખીને શિવાજી મહારાજ જેવો લુક રાખવાની ઈચ્છા ધરાવે છે. શિવાજી મહારાજ હિંદુ ધર્મની રક્ષા કરવા માટે લડત લડ્યા હતા.

રવિન્દ્રનાથ ટૈગોર:

image source

અત્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થવા જઈ રહી છે એટલા માટે એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે, પીએમ નરેન્દ્ર મોદી રવિન્દ્રનાથ ટૈગોર જેવો લુક અપનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી થોડાક સમય પહેલા જ પ.બંગાળમાં દુર્ગા પૂજાના દિવસે પંડાલનું ડીજીટલ માધ્યમથી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. રવિન્દ્રનાથ ટૈગોરએ પણ પોતાનો લુક એક ઋષિ જેવો સમજીને નક્કી કર્યો હતો અને તેઓ અમર થઈ ગયા છે. રવિન્દ્રનાથ ટૈગોરનું નામ સાંભળતા જ સૌથી પહેલા તેમની દાઢી યાદ આવી જાય છે તેઓ એક જ એવા વ્યક્તિ છે જેઓ નોબેલ પ્રાઈઝ વિજેતા છે. એટલે રવિન્દ્રનાથ ટૈગોર આપણા દેશના બૌદ્ધિક વ્યક્તિઓ માટે સૌથી મોટા આઇકોન બન્યા છે.

ફકીર:

image source

પીએમ નરેન્દ્ર મોદી પોતાના ભાષણ દરમિયાન એવું ઘણી બધી વાર કહી દીધું છે કે, મને આ સત્તાનો કોઈ મોહ છે નહી. હું તો ફકીર છું. ઝોળો ઉઠાવીને ચાલ્યો જઈશ. અત્યારના સમયમાં જે તેમની દાઢી છે તે પીએમ નરેન્દ્ર મોદીને તદ્દન ફકીર જેવો લુક આપી રહી છે. એટલું જ નહી તેનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. અને લોકો પીએમ નરેન્દ્ર મોદીને બાબા પણ કહેવા લાગ્યા છે. આની પહેલા લોકો પીએમ મોદીને સાહેબ કે પછી મોદીજી કહેતા હતા ત્યારે હવે બાબા કહેવા લાગ્યા છે.

શું કોરોના વાયરસ માટે કોઈ બાધા રાખી છે?

image source

અહિયાં સુધી લોકો દ્વારા હવે એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે, પીએમ નરેન્દ્ર મોદી જ્યાં સુધી કોરોના વાયરસ નિયંત્રણમાં નહી આવી જાય ત્યાં સુધી દાઢી નહી કપાવવાની બધા રાખી લીધી હોય. જયારે પણ કોરોના વાયરસ નિયંત્રણમાં આવી જશે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી પોતાની દાઢી સેટ કરાવશે અને રાતના ૯ વાગે ટીવી પર આવીને કહેશે. મિત્રો..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત