પી.એમ મોદીના આ એક કૃત્યએ ભારત જ નહીં અમેરિકાના લોકોના પણ દીલ જીતી લીધા ! જોરોશોરોથી થઈ રહ્યું છે મોદીનું સ્વાગત

પી.એમ મોદી અમેરિકાના પ્રવાસ દરમિયાન એક-એક કાર્યક્રમમાં પોતાનો જાદૂ ફેલાવી રહ્યા છે !

image source

વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પણ એરપોર્ટ પર બની ગયેલી એક નાનકડી ઘટના દરમિયાન પી.એમ મોદીના એક નમ્ર વલણે ભારત તેમજ અમેરિકાના લોકોના દીલ જીતી લીધા હતા.

image source

વાસ્તવમાં હ્યુસ્ટન એરપેર્ટ પર પહોંચ્યા બાદ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેઓ મહત્ત્વના અધિકારીઓ સાથે હાથ મિલાવી રહ્યા હતાં અને તે જ વખતે એક મહિલા અધિકારીના હાથમાંથી ગુલદસ્તામાંથી ફુલ નીચે પડી ગયું અને પી.એમ મોદીએ પ્રોટોકોલની પરવા કર્યા વગર, તેઓ થોડા આગળ વધી ગયા હતાં છતાં બે પગલાં પાછા લઈને તેમણે નીચે નમીને તે ફુલ ઉઠાવી લીધું હતું. અને તેમના આ નમ્ર ગેસ્ચર એટલે કે વલણે લોકોના દીલ જીતી લીધા હતા.

image source

ટેક્સમમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ત્યાં તીરંગો હાથમાં લઈને હાજર રહ્યા હતા. એનઆરજીના સ્ટેડિયમમાં હજારોની મેદનીને સંબોધન આપ્યું.

image source

ટ્રમના હાથમાં હાથ નાખીને સ્ટેડિયમમાં ફર્યા પી.એમ મોદી

ટેક્સનના એનઆરજી સ્ટેડિયમમાં યોજવામાં આવેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ 50 હજારની જનમેદનીને સંબોધન કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ માટે રાખવામાં આવેલા સ્ટેડિયમની બધી જ ટીકીટ પહેલેથી જ બુક થઈ ગઈ હતી. જયારે મોદીજી પોતાનું સંબોધન પૂરું કરી સ્ટેજ પરથી નીચે આવ્યા ત્યારે તેમણે ટ્રમ્પ સમક્ષ સ્ટેડિયમની ફરતે લોકોની વચ્ચે જઈને એક ચક્કર લગાવવા જવાની ઈચ્છા વ્યક્ત કરી અને પછી તરત જ ટ્રમ્પ અને મોદીજીએ આખા સ્ટેડિયમના ફરતે ચક્કર લગાવ્યું અને બધાનો આભાર વ્યક્ત કર્યો.

image source

હાઉડી મોદીમાં ટ્રમ્પ મોડા પહોંચ્યા 

વડા પ્રધાન મોદીનું સ્ટેડિયમ ખાતેનું ભાષણ 9.20 સમયે ચાલુ થઈ ગયું હતું. પણ તે પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેડિયમના લોકોને સંબંધોન આપવાનું હતું પણ તેઓ મોડા પહોંચ્યા હતા. તેઓ લગભગ એક કલાક મોડા એટલે કે 10.25 ત્યાં પહોંચ્યા હતા. તમને જણાવી દેઈએ કે તાજેતરમાં મોદી જે જગ્યાએ છે ત્યાં ભયંકર પુર આવી ગયું હતું અને તેની જ સમિક્ષા કરવા માટે ટ્રમ્પ રોકાયા હતાં અને માટે જ તેમને સ્ટેડિયમ પહોંચવામાં મોડું થયું હતું. ત્યાં તેમણે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.

image source

મોદીના સ્વાગત માટે સ્પેશિયલ સાડીની ડિઝાઈન

ભારતીય મૂળની અમેરિકન મહિલાએ મોદીના સ્વાગત માટે સ્પેશિયલ હૈદરાબાદમાં ડીઝાઈન કરવામા આવેલી સાડી મંગાવી હતી. આ સાડીમાં ‘HOWDY MODI’ લખાવ્યું છે. તેની સાથે સાથે જ આ સાડીની કીનારી પર અમેરિકા તેમજ ભારતનાં ધ્વજ પણ બનાવવામા આવ્યા છે. અને તેટલું જ નહીં પણ સાડીમાં ભાજપાનું કમળનું નિશાન પણ બનાવડાવ્યું છે. આ મહિલાનું કહેવું છે કે મોદીએ તેમની સાડી જોતાં સાડીના ખુબ વખાણ કર્યા હતા.

image source

પ્રધાનમંત્રીના સ્વાગત માટે એનઆરજી સ્ટેડિયમમાં ભવ્ય ગરબાનો રંગારંગ કાર્યક્રમ થયો

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશવિદેશથી કલાકારો આવ્યા હતા. જેમાં ગુજરાતી ગરબાની ધૂમ મચી હતી. સ્ટેજ પર ગરબાની રજુઆત થતાં જ આખુંએ સ્ટેડિયમ જુમી ઉઠ્યું હતું.

image source

શરીરમાં 100 ફ્રેક્ચર ધરાવતા સ્પર્શ શાહે મોદી સાથે કર્યું રાષ્ટ્રગાન

અમેરિકામાં વસતાં મૂળ ભારતીય એવા 16 વર્ષના કીશોર સ્પર્શ શાહ જીંદાદીલીની એક ઉત્તમ મિસાલ છે. જેણે વડાપ્રધાન મોદી સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રગાન કર્યું હતું. સ્પર્શ જન્મથી જ ઓસ્ટિયોજેન્સિસ ઇમ્પરફેક્ટા નામની બિમારીથી પીડાય છે. જેના શરીરના 130 કરતાં પણ વધારે હાડકા તૂટેલા છે.

image source

વડાપ્રધાનના અમેરિકા ખાતેના કાર્યક્રમની કેટલીક હાઈલાઇટ્સ

વડાપ્રધાન મોદીના સ્વાગતમાં હજારો અમેરિકન ભારતિયો પહોંચી ગયા છે તો બીજી બાજુ મોટી સંખ્યામાં સિંધી, બલૂચ અને પશ્તો સમુદાયના લોકો પણ પહોંચ્યા હતા. જેમણે એનઆરજી સ્ટેડિયમ બહાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ટ્રમ્ટ અને પીએમ મોદી પાસે પાકિસ્તાનથી તેમને આઝાદ કરાવવાની માંગ કરી હતી.

image source

ભારતીય વડાપ્રધાનના ભવ્ય સ્વાગત સામે ફીકુ પડ્યું પાકિસ્તાનના વડા પ્રધાનનું સ્વાગત

એક બાજુ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો બીજી બાજુ પાકિસ્તાનના વઝીરે આઝમ ઇમરાનખાનનું અમેરિકામાં સ્વાગત કરવામાં આવ્યું હતું કે અપમાન કરવામાં આવ્યું હતું તે નહોતું સમજાતું.

image source

કારણ કે મોદીનું સ્વાગત યુ.એસ.એના મહત્વના અધિકારીઓ જેમ કે ડીરેક્ટર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સના અધિકારી ક્રીસ્ટોફર ઓસ્લાન તેમજ અન્ય મહત્ત્વના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે પાકિસ્તાની પી.એમ ઇમરાનખાનના સ્વાગત માટે કોઈ જ વધારાની તકલીફ લેવામાં નહોતી આવી. જેના માટે પાકિસ્તાનીઓએ જ પોતાના વઝીરેઆઝમની સોશિયલ મિડિયા પર ટીકા કરી હતી.

ઇમરાન ખાન માટે નહોતી તો લાલ જાજમ બિછાવવામાં આવી કે નહોતા તો કોઈ મહત્ત્વના અધિકારીને મોકલવામા આવ્યા અને નહોતા તો કોઈ પુષ્પગુચ્છની તકલીફ લેવામાં આવી.

image source

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકાનો કાર્યક્રમ કંઈક આપ્રમાણે હશે. અહીં તેઓ 23 સપ્ટેમ્બરે ક્યાલમેટ સમિટને સંબોધીત કરશે તેમજ આતંકવાદ મુદ્દે વિવિદ દેશોના નેતાઓની મુલાકાત કરશે. ત્યાર બાદ 24 સપ્ટેમ્બરે ગાંધીજીની 150મી વર્ષગાંઠના સંદર્ભમાં યોજવામાં આવેલ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. અહીં તેમને ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ ગોલ કીપરનો અવોર્ડ આપીને સમ્માનિત કરવામા આવશે. 25 સપ્ટેમ્બરે કેરીકોમની બેઠકમાં ભાગ લેશે ટ્રમ તેમજ અન્ય નેતાઓની મુલાકાત લેશે. 27 સપ્ટેમ્બરે યુએનજીએ સ્ટેશનને સંબોધિત કરશે. ત્યાર બાદ ભારત પરત આવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ