આજે વડાપ્રધાન મોદી દેશની જનતાને રાત્રે 8 વાગે કરશે સંબોધિત

વધુ છૂટછાટ સાથે લોકડાઉન-4 ની શક્યતાઓ, મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધન કરશે, દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર કોરોનાના સંકટ અને લોકડાઉનના ભય વચ્ચે દેશને સંબોધન કરશે. પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશ સામે રૂબરૂ થશે અને કોરોનાને રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓ વિશે જણાવશે.

  • • ચોથા તબક્કાના લોકડાઉનની જાહેરાત થઇ શકે છે
  • • લોકોને વધુ શરતો સાથે છૂટછાટ આપી શકાય છે
image source

કોરોનાના સંકટ અને લોકડાઉન વચ્ચે આજે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના નામે સંબોધન કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશને પોતાનો સંદેશ આપશે. કોરોના સામેની લડતમાં સરકાર દ્વારા લેવામાં આવેલ પગલાઓ વિશે પણ જણાવશે. આ સમય દરમિયાન વધતા સંક્રમણને જોઇને લોકડાઉન પર મહત્વપૂર્ણ જાહેરાત થઇ શકે છે.

image source

સૂત્રો પાસેથી એમ જાણવા મળ્યું છે કે લોકડાઉનનાં ચોથા તબક્કાની જાહેરાત પણ આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા થવાની શક્યતા રહેલી છે. લોકોને આ તબક્કામાં પહેલા કરતા વધુ છૂટછાટ આપવામાં આવશે. આ સાથે જ પીએમ મોદી કામદારોના સ્થળાંતર અને લોકડાઉનના એક્ઝિટ પ્લાનના મુદ્દા પર પણ ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત વડાપ્રધાન લોકોને સામાજિક અંતર બનાવવા માટેની અપીલ પણ કરી શકે છે.

મુખ્યમંત્રીઓ સાથે ગઈકાલે થઈ હતી બેઠક

image source

આમ પણ લોકડાઉનના ત્રીજા તબક્કાની અવધી ૧૭ તારીખે પૂર્ણ થવા જઈ રહી છે. કોરોના અને લોકડાઉનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના બધા જ મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન ઘણા મુખ્યમંત્રીઓએ લોકડાઉનની અવધી વધારવા અંગેની વાત કરી હતી, તો અમુક લોકોએ તો એમ ન કરવાના સૂચનો પણ આપ્યા હતા.

તમામ મુખ્યમંત્રીઓએ પોતાના સૂચનો આપ્યા હતા

આ બેઠકની ખાસ વાત તો એ હતી કે તમામ મુખ્યમંત્રીઓને તેમાં બોલવાનો પુરતો સમય ફાળવવામાં આવ્યો હતો. તમામ મુખ્યમંત્રીઓને બોલવા માટે ક્રમ આધારિત અપાયેલા સમયમાં પોતાના મંતવ્ય જણાવવાની સુચના અપાઈ હતી. બેઠકના પહેલા ભાગનો સમય બપોરના ત્રણ વાગ્યે શરુ થયો હતો. આ બેઠકમાં સૌથી પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડીએ પોતાની વાત કહી હતી. ત્યારબાદ અન્ય રાજ્યોના અગ્રણીઓ સાથે પણ ચર્ચાઓ થઇ હતી.

મમતાએ કેન્દ્ર પર ભેદભાવનો આરોપ પણ લગાવ્યો હતો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આ બેઠકમાં ત્રીજો નંબર હતો. જો કે મમતા બેનર્જીએ ત્યારે કેન્દ્ર સરકાર પર રાજકારણીય ભેદભાવ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું હતું કે બંગાળને લખવામાં આવેલ કેન્દ્રીય પત્ર પહેલાથી જ લીક થઈ જાય છે. જો કે આ દરમિયાન તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે 12 મેથી પેસેન્જર ટ્રેનો ચલાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન વધારવાની માંગ કરી હતી

સીએમ કે ચંદ્રશેખર રાવે કહ્યું કે દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેંગલોર અને ચેન્નાઈ જેવા મહાનગરો કોરોનાના સંક્રમણમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે. રેડ ઝોન વાળા આ શહેરોમાંથી જો ટ્રેનો દોડાવવામાં આવશે, તો વાયરસ ઝડપથી ફેલાશે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા પણ ઘણી હદે વધી જશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તો મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિ જોતા લોકડાઉન હજુ પણ આગળ લંબાવવાની માંગ કરી હતી.

પીએમ મોદીએ દરેક રાજ્યોની પ્રશંસા પણ કરી હતી

આ સમય દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા સામેની લડતમાં રાજ્યોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે અમે લોકડાઉન કેવી રીતે અમલી બનાવી રહ્યા છીએ? એમાં દરેકની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. આપણે જ્યાં છીએ ત્યાં રહેવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ, પરંતુ મનુષ્યનું મન છે એટલે આપણે સમય આવ્યે કેટલાક નિર્ણયો બદલવા પણ પડશે. રાજ્યોએ પોતાની જવાબદારી પૂર્ણપણે નિભાવી છે. પીએમ મોદીએ કહ્યું કે, જો બે યાર્ડનું અંતર જરા પણ ઓછું થશે, તો સંકટમાં વધારો થશે..

Source : Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ