મોદી : ધ ગેઇમ ચેંજર અને સર્જીકલ સ્ટ્રાઇક્સ – 3

પાકિસ્તાની કલાકારોને પાછા મોકલવા, ક્રિકેટ અને વેપાર બંધ કરવાથી શું પાકિસ્તાન તેની ભારતમાં આતંકવાદ ફેલાવવાની પ્રવૃતિ બંધ કરી દેશે?

નહીં, બિલકુલ નહીં. કદાપિ નહીં.

પરંતુ એકાત્મતા, રાષ્ટ્રીય એકતા જેવું કૈંક છે આ દુનિયામાં !!
તમે બધું બરાબર છે તેમ માનીને ફિલ્મો બનાવતા રહો, ક્રિકેટ રમતા રહો અને વ્યાપાર કરતાં રહો તેમ ન થઈ શકે. કારણ? આપણી અને પાકિસ્તાન વચ્ચે સઘળું ઠીકઠાક તો નથી જ.

આ કારણે સૈનિક ઊંચે સાદે વિચારવા મજબૂર છે, શા માટે સંઘર્ષનો સઘળો ભાર એકલા મારે શિરે વહોરવાનો?

ભારત પાકિસ્તાન વચ્ચેનો આ વિગ્રહ કઇં સૈનિકની વ્યક્તિગત લડાઈ નથી. તે મારી અને મરી રહ્યો છે મારા અને તમારા માટે. કલ્પના કરો એવી પરિસ્થિતિની જ્યારે સૈનિકો પણ સલમાન ખાન, કરણ જોહર અને મહેશચંદ ભટ્ટની જેમ વિચારવા અને વર્તવા લાગશે. વિચારો જ્યારે એક સૈનિક તેના ઉપરી પાસે જઈને કહે છે, “સર, એક તરફ હું લાઇન ઓફ કંટ્રોલ પર મરી રહ્યો છું, આ લોકો એમ વર્તી રહ્યા છે જાણે આ બે દેશો વચ્ચે કઇં બન્યું જ ન હોય.

બાંદ્રા ફૂટપાથના માસ મર્ડરરની અને ડેવિડ કોલમેન હેડલી ઉર્ફ દાઉદ ગિલાનીના પરમમિત્ર રાહુલ ભટ્ટના પિતાની પાકિસ્તાનીઓ પ્રત્યેની ખાસ લાગણીઓ સમજી શકાય તેવી છે. પણ, મારા દેશવાસીઓ તમે ક્યારથી લાગણીશૂન્ય થઈ ગયા?

જ્યારે આ દેશના સઘળા લોકો જલસો કરી રહ્યા હોય ત્યારે શું કામ સૈનિક એકલો દેશ કાજે જીવ ન્યોછાવર કરે?
દેશભક્તિ અને બલિદાન કઇં એકલા સૈનિકોનો ઇજારો નથી.

1980 માં અમેરિકાએ મોસ્કો ઓલિમ્પિક્સનો બહિષ્કાર કરેલો, અને 1984 માં રશિયનોએ પણ તેવીજ રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક્સનો બહિષ્કાર કરેલો. જ્યારે લોકો રાષ્ટ્રને સર્વોપરી અને રાષ્ટ્રહિતને સર્વોચ્ચ માનીને ચાલે છે ત્યારે આમ જ થવું જોઈએ. સમયની માગ છે, ભારતીયો આ લાગણીને સમજે.

18 પરિવારો કાચના ટુકડાઓની જેમ વેર વિખેર થઈ ગયા… પણ ફવાદ ખાનની વિદાયનું દુ:ખ અસહ્ય ભાસી રહ્યું છે, એવું લાગે છે.”

ફિલમ સ્ટારો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
ગાયક કલાકારો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
લેખકો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
ફિલમ નિર્દેશકો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
હાસ્ય કલાકારો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
પત્રકારો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
સમાજના કહેવાતા ઠેકેદારોને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
દેખાવકારોને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
વ્યાપારીઓને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
નેતાઓને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
ક્રિકેટરોને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
રાજનીતિજ્ઞોને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
વ્યવસાયીઓને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..
વકીલોને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી…..

તો પછી કોને ખાતર જવાનો પોતાનો જીવ ન્યોછાવર કરી રહયા છે???

લેખન : મનન ભટ્ટ 

શેર કરો આ વાત દરેક ભારતીય સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી