પાકિસ્તાનના ઇમરાન ખાન સાથે બનેલ આ બનાવને લીધે પાકિસ્તાનના લોકો ઉડાવી રહ્યા છે તેનો મજાક…

ઈમરાન ખાનનું અમેરિકન ઓફિસરો દ્વારા એરપોર્ટ ઉપર થયું સાદું સ્વાગત, વીડિયો થયો વાઈરલ, લોકોએ મોદી સાથે સરખામણી કરીને ઉડાવી મજાક.

image source

રેડ કાર્પેટ vs રેડ ચટાઈ: ઈમરાન ખાનનું અમેરિકામાં શાનદાર સ્વાગન ન થતું જોઈ, સોશ્યલ મીડિયા પર થઈ આવી મજાક… એક જ દિવસે બે પડોશી દેશોના વડાપ્રધાન અમેરિકા પહોંચ્યા ત્યારે બંનેના સ્વાગતની રીતમાં જમીન આસમાનનો ફરક જોઈએ લોકોએ કર્યા ટ્રોલ…

image source

૨૨મી સપ્ટેમ્બરની સવાર અમેરિકા માટે કંઈક ખાસ હતી. એ દિવસે લગભગ આખો ટેક્સાસ સ્ટેટ્સ ધમાલમાં વ્યસ્ત હતો. દરેક વ્યક્તિ ખાસ કરીને ભારતીય મૂળ સાથે જોડાયેલ અમેરિકી નાગરીકો હ્યુસ્ટન ટેક્સાસના એનઆરજી સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભારતીય વડાપ્રધાનનું ઉદભોધન યોજાવવાનું હતું.

image source

જ્યારે બીજી તરફ એક સમાચારે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ અમેરિકા પહોંચ્યા છે. પરંતુ ત્યાં તેમના સ્વાગતની કોઈ ખાસ તૈયારીઓ, ઉત્સાહ કે ગતિવિધિઓ જોવા મળી રહી નહોતી…

પોતાના જ દેશમાં ઉડાવાઈ રહી છે ઇમરાન ખાનની મજાક…

અમેરિકા પહોંચ્યા ત્યારે, ત્યારે પીએમ મોદીનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું, ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને શરમજનક અનુભવ કરવો પડ્યો.

image source

જ્યારે ઈમરાન સાઉદીના વિમાન દ્વારા ન્યૂયોર્ક પહોંચ્યા, ત્યારે કોઈ મોટો અમેરિકન અધિકારી તેમના સ્વાગત માટે તે સમયે ત્યાં હાજર ન હતો. આ માટે સોશિયલ મીડિયા પર ઈમરાનની મજાક ઉડાવવામાં આવી રહી છે.

અમેરિકામાં ઈમરાનનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તેની મજાક પાકિસ્તાનીઓ એ કરી છે એટલી બીજા કોઈ નથી કરી રહ્યા. ખરેખર, જ્યારે ઇમરાન વિમાનમાંથી ઉતર્યા, ત્યારે રેડ કાર્પેટ પણ તેની સામે લગભગ એક ફૂટની જ મૂકાયેલ હતી.

એક પાકિસ્તાની પત્રકારે આ વિશે એક વીડિયો શેર કર્યો છે. જેના દ્વારા ઇમરાનની મજાક ઉડાવવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, “આ ભાડુતી વિમાન સાઉદી પાસેથી ભીખ માંગીને આવ્યું લાગે છે.”

રેડ કાર્પેટ વર્સિસ રેડ ચટાઈ

image source

બીજા એક યુઝરે લખ્યું, ‘એવું લાગ્યું કે તે બધા એક જ વિમાનથી આવ્યા છે અને પછી હાથ જોડવા લાઇનમાં જોડાયા છે. બીજા યુઝરે એવું લખ્યું – રેડ કાર્પેટ વર્સિસ રેડ ચટાઈ. સિલેક્ટેડ વર્સિસ ઇલેક્ટેડ અને રેડ કાર્પેટ વર્સિસ ડોરમેટ જેવી સરખામણી પણ મજાક મજાકમાં કરી નાખી હતી.

એક યુઝરે લખ્યું, ‘હું પાકિસ્તાની છું અને હું તમારી સાથે સંપૂર્ણ સંમત છું, ઇમરાન ખાન કોઈ પ્રોટોકોલ અથવા શિષ્ટાચાર વિના બગડેલા બાળકની જેમ વર્તે છે.

image source

જ્યારે મોદી એક પ્રોફેશનલની જેમ જ વર્તી જાણે છે. કોઈએ તો એવું પણ લખી નાખ્યું કે નમક સ્વાદ અનુસાર અને સ્વાગત ઔકાદ અનુસાર. એક યુઝરે એવી કોમેન્ટ કરી કે તેમનો પગ છાંણમાં પડી ગયો લાગે છે, તેથી અહીં પગ મૂકવા પહેલાં લૂછવા લાગ્યા છે.

“યે તો શૂરુ હોતે હી ખત્મ હો ગયા” એવું પણ એક કોમેન્ટમાં લખાયું હતું. એક રીતે જોઈએ તો પોતાના જ દેશના લોકો પણ એમના વડાપ્રધાનની ઇન્ટરનેશલ બેઈજજતી કરી રહ્યા છે, એવું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ