મોહ – લોકોથી દિકરાનો મોહ ક્યારે છૂટશે? આટ આટલી તકલીફ જોવે છે તો પણ…

સમય

આવતી કાલે અમે કંપનીવાળા સી.એસ.આર કાર્યકમ અંતર્ગત વૃદ્ધાઆશ્રમમાં જવાના છે, તું બતાવ અમે એમની માટે એવી કઈ ગીફ્ટ લઇ જઈએ કે જેથી તેઓ ખુશ થઈ જાય !!

મિત્રએ સહજ વાત કરતા નરેન પાસે સુઝાવ માંગ્યો !
“સમય” લઇ જાવ! જે કોઈ નથી લઇ જતું ! – નરેનને શાંતવ્યથા સાથે ઉત્તર આપ્યો.

જિદ્દ

ક્લાસ ટીચર તરીકેની પ્રથમ વાલી મીટીંગની વાતોનો ઉમળકો પત્ની પલ્લવીને જણાવવાની મહેચ્છા લઈ મયુર ઘરે પહોંચ્યો. ફ્રેશ થઈ પલ્લવીને કહેતો હતો મેં કહ્યું “ખરાબ અક્ષર, અનિયમિતા અને વર્ગમાં નિષ્ક્રિયતા એનું સૌથી મોટું કારણ આ મોબાઈલ ને ટીવી છે. બાળક જિદ્દ કરે એટલે એને શરણે થઈ વસ્તુ લઇ ન આપો. એની જિદ્દને ટાળતા શીખો. પણ તમારાથી જ જિદ્દ સહન થતી નથી. ”જીદ્દી બાળકોને કેવી રીતે સમજાવવા ? મારી એ વાતના સજેશનને બધાએ મારા ખૂબ આવકાર આપ્યો.

સાથે સાથે મને આપણા વંદન પર પણ ગર્વ થતો હતો. કે એ કેટલો સમજુ છે જરા પણ જિદ્દ નહી! કહેવું પડે હો અને એની ક્રેડીટ હું તને આપું છુ.
ત્યાં જ “પપ્પા પપ્પા” કરતો વંદન આવ્યો ને મયૂરના હાથમાં ટેબ્લેટ મુક્યું.
“અરે વાહ કોણુ છે ?
કોણે લઇ આપ્યું તને?” મમ્મીએ…..! વંદન બોલ્યો
ખુલાસો કરતા પલ્લવી બોલી “વંદન બહુ જિદ્દ કરતો હતો. આમ પણ હમણાંનો બહુ જિદ્દ કરે છે. શું કરું? મા છું ને!” ઓનલાઈન ઓર્ડર કરી મંગાવી આપ્યું બીજું શું કરું !
મયૂર મનોમન વિચારી રહ્યો હતો ખરેખર સુધારાની શરૂઆત તો ઘરથી જ થવી જોઈએ એવું લાગે છે.

મૌનવ્રત

મંચ પરથી એનો બબડાટ ચાલુ જ હતું. એ બોલતો જ જતો હતો. એના ઘોંઘાટીયા શબ્દો શ્રોતાઓને કાને અથડાતા હતા. આથી એક ત્રસ્ત અજાણ્યો શ્રોતા બોલ્યો “અલ્યા કોણે આને હાથમાં માઈક્રોફોન આપ્યું ? કોણ છે આ ?”

એ એક બહુ સારા લેખક છે એકદમ ટૂંકી વાર્તા જેને ‘માઈક્રો ફિક્શન’ કહેવાય છે એ લખે છે ! છ મહિનાનું મૌનવ્રત ગઈ કાલે જ તોડ્યું છે!
મોહ
વડીલોનું ઘરના વરંડામાં બાંકડા પર બેસેલા મકોરબા સવી ડોસીને કહે : “છેલ્લા બે રવિવારથી નર્સ સીમા નથી દેખાતી ?
અલી એને તો નવમો જતો હતોને ? શું આયુ હશે એને ?
નક્કી પેંડો જ આયો હશે. મેં તો એને એના પેટ પરથી કહી દીધું હતું.”મકોરબા બોલ્યા.

આ સાંભળતા જ સવી ડોસી મકોરબા પર તાડૂકી ઉઠી. “મુઈ હજી તારો પેંડા પરથી મોહ નહિ ગ્યો !? ભૂલી ગઈ આજથી દહ વરસ પહેલાની હાંજ !

તારા એ જ ચાર પેંડાઓ જ હતા ને જે તને ઉભા ઉભા અહી ઠાલવી ગ્યા તા !!! “
મકોરબા સ્તબ્ધ નજરે સવી ડોસી સામે તાકી રહ્યા !
ભૂતકાળમાં સરી ગયેલી મકોરબાની બન્ને આંખો આંસુ સારી રહી હતી.

ન્યાય

યાર પ્રયાગ “એક જ મહિનામા આપણા ડીપાર્ટમેન્ટના ત્રણ જણા એકદમ જ સ્વર્ગે સિધાવી ગયા !
કેવું કહેવાય નહી?“

“નિસર્ગ આ જ ન્યાય છે. તમે કોઈને ખોટી રીતે હેરાન કે દુભવો તો ભોગવવું જ રહ્યું ! એટલું બોલી નવા પ્રેઝેન્ટેશનની તૈયારીમાં પરોવાઈ ગયેલા પ્રયાગ પાસે નિસર્ગ ચુપચાપ એક ચબરખી મૂકતો ગયો.
`“પ્રયાગ, સોરી યાર તને હેરાન કરવા મેં જ તારા પ્રેઝેન્ટેશનની ફાઈલ ડીલીટ કરી બીજા ફોલ્ડરમાં મૂકી દીધી હતી. –

નિસર્ગ ”

લેખક : નરેન્દ્ર કે સોનાર

તમને કઈ વાર્તા વધુ પસંદ આવી કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક અવનવી રસપ્રદ વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી