અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે એ વાત યાદ રાખીને રોજ અન્નનો આદર કરો…

અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે એ વાત યાદ રાખીને રોજ અન્નનો આદર કરો

બે અનમોલ ઉદાહરણો આપના માટે :
બહુ વર્ષો પહેલા ઇન્ટરનેટ પર એક ઉમદા સંદેશ આપતી વિડીયો કલીપ જોઈ હતી. વાતએમાં એમ હતી કે એક શહેરમાં એક કુંટુંબટી ફીન સેવાની સાથે સાથે અને ઘરમાં ભોજન પણ કરાવતું હતું. શહેર મોટું હોવાથી ત્યાં ડોકટર, વકીલ, વિધાર્થીઓ તથા અન્ય નોકરી કરનાર વર્ગ કે જેઓ શહરેમાં એકલારહે છે તેઓ આ ભોજનાલયમાં ઘરેલું ભોજનનો સ્વાદ મળે એ આશયથી જમવા આવતા હતા. દિવસમાં બે વાર તેઓ જમવા આવતા અને મહિનાના અંતે રૂપિયા ચૂકવી દેતા. આ પ્રથાને ભીસી પણ કહેવામાં આવે છે.

ભોજન જમાડવાના આ કાર્યમાંથી એ કુંટુંબ સારું એવું માલદાર થઈ ગયું હતું આથી ધીમે ધીમે તે તેનો વિસ્તાર વધારતા જતા હતા અને રસોઈ બનાવવા માટે રસોઈયા અને એંઠા વાસણ સાફ કરવા માટે કામવાળી બાઈ નહી પણ કિશોરી રાખવામાં આવી હતી આથી ઓછા વેતનમાં તેણી પાસે વધુ કામ લઈશકાય. ભોજનનો સમય થાય એટલે તે કિશોરી થાળીઓ સાફ કરી ગોઠવી દે અને ભોજન કરી બધા ઉઠી જાય એટલે એંઠી થાળીઓમાં બચેલું ભોજન અને નીચે પડેલું ભોજન તે એક પાત્રમાં ભેગું કરતી. સૌ કોઈ જમીને જતા રહે ત્યાર પછી તે ભોજનાલયની માલીક એ કિશોરીને એ ભેગું કરેલું ભોજન કરવા આપતી. પણ ભોજન પકવવાના મોટા પાત્રમાં બચેલું ભોજન તેના પાલતું કુતરાને આપતી. જો પાલતું કુતરું થોડું ખાધા પછી ભોજન એઠું છોડે તે ભોજન પણ તે કિશોરીને ભાગ આવતું. બિચારી મજબુરી અને ભૂખને લીધે એ કુતરાએ એંઠું કરેલું ભોજન પણ ચુપચાપ ખાઈ લેતી.હવે તમને આંખમાં ઝળઝળીયા આવી જાય એ વાત જણાવું. એ ભોજન શાળાની માલકિન ની દીકરી સાસરેથી પિયર આવેલી હોય છે અને તેનું ચાર પાંચ વર્ષનું બાળક હોય છે. પણ આ બાળકને તેને જબરદસ્તીથી ખોરાક ખવડાવે તો પણ તે ખાતું નથી. આથીતે દીકરી એની માતાને જણાવે છે કે “ “અમ્મા આપણે ત્યાં પેલા ડોકટર સાહેબ આવે છે ને એમને તું એમ પૂછજેને આ બાળક કશું જ ખાતો નથી. એને ભૂખ લાગે એવી દવા લખી આપવાનું કહેજેને” દીકરીની ચિંતાને માન આપી તે દિવસે જયારે ડોકટર જમવા આવે છે ત્યારે એમને તે દીકરીનો છોકરો કશું ખાતો નથી તો તમે ‘ભૂખ લાગે તેવી દવા લખી આપો’ એવી વિનંતી કરે છે. આબન્નેની વાત પેલી કિશોરી સાંભળે છે. પછી જયારે તે ડોક્ટર જમીને હાથ ધોવા જાય છે ત્યાં એ કિશોરી એમને પૂછે છે “ડોક્ટર એક વાત પુછુ ? “
ડોક્ટર કહે પૂછ ?

“ડોક્ટર મને ‘ભૂખ ન લાગે એવી દવા આપોને’
આ સાંભળતા જ ડોક્ટરના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી જાય છે.

કિશોરીના માથા પર હાથ ફેરવતા તે બોલે છે “બેટા આવી કોઈ દવા ન તો મારી પાસે છે કે ન તો જગતના કોઈ અન્ય પાસે.”

કેવી વિડંબના છે નહી ? એકને ભૂખ નથી લાગતી એ માટે દવા જોઈએ છે અને બીજાને ‘ભૂખ ન લાગે એ માટે ?’વાહ રે કુદરત !

એવું જ એક અન્ય ઉદાહરણ છે જે પણ તમને અન્ન પ્રત્યે આદર કરવા માટે પ્રેરિત કરશે.

(૨)

એકની એક દીકરી પલ્લવીના લગ્નને લઇ નાથાલાલ એક તરફ ખૂબ જ ખુશ હતા અને બીજી તરફ થોડા ચિંતિત પણ હતા કેમ કે ૩૦ વર્ષ પછી કુંટુંબમાં આ લગ્નપ્રસંગ આવ્યો હતો. એટલે સૌ આ લગ્ન ખૂબ જ ધામ ધૂમથી કરવા માંગતા હતા.

ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી મંડપવાળા, ડ્રેસડીઝાઇનર, બ્યુટીશીયન, ડી જે વાળા, કેટરિંગ વાળાઓનું આવન જાવન વધી ગયું હતું. નાથાલાલ આ બાબતે કોઈ પણકચાસ રાખવા ન માંગતા હતા. બધું જ ઉત્તમ ક્વોલીટીનું હોવું જોઈએ એવો એમનો આગ્રહ હતો

પ્રીતિભોજન વાહ કેટલો સરસ શબ્દ છે. નાથાલાલ જાણતા હતા કે લગ્ન પ્રસંગમાં બધું સારું હોય પણ જો ભોજન રુચિકર ન હોય તો લોકો ટીકા કરવાનો મોકો જરાય જતો નથી કરતા. લગ્નની કંકોત્રીમાં તમે જયારે કોઈને ત્યાં આપવા જાવ ત્યારે કંકોત્રીમાં પહેલી નજર ‘પ્રીતિભોજન’ ક્યારે અને ક્યાં રાખવામાં આવેલું છે ત્યાં સૌની પ્રથમ નજર પડે છે. ત્યાર પછી એક વ્યક્તિ કે સહકુંટુંબ ? એ લખાણ પર પડે છે.

આથી તેઓએ શહેરના સૌથી મોંઘા કેટરિંગ વાળાને લગ્નની રસોઈનો કારભાર આપ્યો હતો. હવે વાત આવી મેનુ નક્કી કરવાની તો એ બધું પલ્લવી જે નક્કી કરે તે મુજબ કરવું એવું નાથાલાલે સ્પષ્ટ કરી દીધું હતું. મોટો કોન્ટ્રાક્ટ મળવાની આશાએ કેટરિંગ વાળાએ નાથાલાલને સહકુટુંબ ભોજનની ડીશનો ટેસ્ટ કરવા માટે એની હોટેલમાં નિમંત્રિત કર્યા હતા.

૧૫ પ્રકારના સૂપ , વિવિધ સલાડ, શરબત, આઈસ્ક્રીમ અને ઘણું બધું ટેસ્ટ કરાવવામાં આવ્યું. પણ આ બધામાંથી પલ્લવીએ કશું જ પસંદ ન કર્યું અને એકદમ સાદું ભોજન નક્કી કર્યું આથી કેટરિંગવાળા સહ બધા જ પલ્લવીના આ નિર્ણયથી થોડા દંગ રહી ગયા.

પણ પલ્લવી પાસે આનો જવાબ તૈયાર જ હતો. એ કહે“ મેં મોટાભાગના લગ્નમાંબુફેલંચ એક ડીનર જોયા છે. એમાં પાણી પૂરી,ભેલ,સલાડ,જ્યુસ,સૂપ,ચાઇનીસ વગેરે વગેરેઆઈટમોખાવામાં જ લોકોનું પેટ ભરાઈ જાય છે પછી પેલા દાળભાત,શાકવાળું ભોજનનો તો મોટાભાગે બગાડ જ થાય છે. બગાડ ફક્ત અન્નનો જ નથી થતો. એ માટે ખર્ચ કરવામાં આવેલ નાણા, માનવમજુરી, પાણી વગેરેનો પણ એટલો જ બગાડ થાય છે.”

પલ્લવીની વાત તો એકદમ સાચી જ છે.

મિત્રો તમને પણ આવો અનુભવ થયો હશે કે મોટાભાગના બુફે ભોજનમાં અન્ન ખવાય છે ઓછુ પણ એનો બગાડ વધારે થાય છે. યજમાન એ વાતનો સંતોષ માને છે કે વટ પડી જાય એવું ભોજન પીરસવામાં આવ્યું. પણ ખરેખર અન્નનો બગાડ અને અન્નુ અપમાન જ કરવામાં આવ્યું હોય છે. આ વાત લગ્નમાં આવનાર મહેમાને પણ સમજવા જેવી છે. એને ભૂખ કેટલી છે? અને ભૂખ મુજબ થાળીમાં કેટલું ભોજન લેવું જોઈએ. પણ તમે જોશો કે લોકો આખી થાળી ભરાઈ જાય તો પણ જેટલી વાનગીઓ બની છે બસ ચાખવા માટે પણ લઇ તો લેવી જ એવો આગ્રહ રાખે અને ઈરાદાપૂર્વક ભોજનનો બગાડ કરે છે. એઠું ભોજન કોઈ ખાતું નથી. અને એ એઠું ભોજન કેટરિંગવાળા‘સ્વચ્છ ભારત અભિયાન’ને માન આપતા હોય એમ કચરા પેટીમાં ઠાલવી આવે છે. જો એ ભોજન એઠું ન થયું હોત તો કોઈ અનાથાલય કે ઝૂપડવાસના લોકોને અપાયું હોત તો એમની જઠરાગ્નીશાંત થાત.

મિત્રો આપણા શાસ્ત્રોમાં‘અન્નને પૂર્ણ બ્રહ્મ કહ્યું છે. અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે. એનો અનાદર, એનો બગાડ એનો તિરસ્કાર એ એક મહાપાપ છે.અન્ન સૌની જઠરાગ્નીઠારે છે અને અન્ન જ સૌની જરૂરિયાત છે એ ન ભૂલવું જોઈએ. માટે અન્નનો બગાડ થતો અટકાવવો એ પણ આપણી ફરજ નહી પણ અધિકારમાં આવે છે.

લગ્ન પ્રસંગોમાં એક કરતા અનેક વાનગીઓ પીરસવાથી નામના તો મળે પણ એ ઉપરછલ્લી હોય એમ બને. અન્નનો આદર થાય એ રીતે જો ભોજન બનાવવામાં અને પીરસવામાં આવે તો ઘણા બધા લોકોની જઠરાગ્નીઠારી શકાય છે જેઓ ભૂખથી પીડાય છે, ભૂખાસુઈ જાય છે.
અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે એ વાત યાદ રાખીને રોજ અન્નનો આદર કરો. તમને જરૂર આત્મ સંતોષ મળશે. બાળકને માતા એની જરૂરિયાત અને ભૂખ પ્રમાણે પીરસે એ જરૂરી છે. જેથી પણ અન્નનો બગાડ થતો અટકે છે. તમે હોટલમાં જમવા જાવ તો થોડો થોડો ઓર્ડર કરો. એંઠું ભોજન ન મુકો. અને વધે તો એને વ્યવસ્થિત પેક કરી ઘરે લઇ જાવ.

આભાર.

લેખક : નરેન કે સોનાર

આપ પણ ભોજનનો બગાડ થતો અટકાવવા માટે કોઈ સારો પ્રયત્ન કર્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી