જે પણ પ્રેમ યુગલને પોતાના સંબંધો બદલાતા લાગી રહ્યા હોય તેઓ ખાસ વાંચે આ પત્ર…

સુસ્ત પ્રેમમાં ઉર્જા રેડનાર ને આશાવાદ જગાવનાર પત્ર

સંબંધની ગરિમા જળવાય તો જ સંબંધ જળવાય,
બાકી સંબંધ પણ સમયની ગળણીમાં જાય ગળાય.

અભી,

અભી મને ડર એ વાતનો છે કે જો અત્યારે જ આપણે સંબંધને સાચવી નહી લઈએ તો ક્યારેય નહી સચવાય અને સમય જતાં આપણા સંબંધો પણ લુપ્ત થઇ જશે ને પછી એ પણ શોધ સંશોધનનો વિષય બની જશે. અને જયારે પુરાતત્વીઓને આપણા સંબંધોના અવશેષ જડશેત્યારે તેઓ કદાચ એમની સમજ શક્તિ મુજબ આપણા આ સંબંધોના અનેકો તારણ કાઢશે અને એ તારણોમાંથી એક તારણ એવું પણ હશે કે આદિકાળમાં એક એવું યુગલ હતું જે એકમેકને અપ્રિતમ સ્નેહથી તરબોળ કરતું હતું એમના આ સંબંધો ખૂબ જ ગાઢ હતાં. એમનું અસ્તિત્વ જાણે સંબંધોના ભવ્ય અને વિશાળ નગરનું સૌથી ઉત્તમ ઉદાહરણ હતું. નગરમાં એમના સ્નેહની ચારેકોર સુગંધ પ્રસરેલી હતી. સાક્ષાત પ્રેમ દેવીની એમના પર અવિરત કૃપા વરસતી હતી. એ યુગલના હ્રદયમાંથી ઉમંગનો સાગર છલકાતો રહેતો હતો. એમના અપ્રીતમાં સ્નેહની ચર્ચા વર્ષા સતત અને અવિરત હતી.

એવું પણ બને કે પુરાતત્વી સિક્કાની બીજી બાજુનું વિચારી જુએ અને આપણા સંબંધ વિશે અલગ અનુમાન લગાવે કે યોગ્ય સિંચન ન થવાને કારણે આ સંબંધો સમય કરતા વહેલા સુકાય ગયા. નક્કી આ સંબંધોમાં કોઈ ખટરાગ ઉત્પન થયો હોવો જોઈએ અથવા ઉત્સાહ અને ઉર્મીઓમાં ઉણપ આવી હોય એમ બને બાકી સંભવતઃ અહીંથી જ પ્રેમ સરિતા વહેતીહતીજે એના કોરા પટ પરથી સાબિત થાય છેઅહિયાં પ્રેમની હાટ ભરાતી હતી. હૈયાઓના મિલનનો મેળો ભરાતો હતો પણ કંઇક એવું બન્યું કે છે જેનાથી સંબંધોને દ્વેષાભાવનો દવ લાગી ગયો હોવો જોઈએ અને ખાક થઈ ગયું જે માત્ર અવશેષ બની ગયું છેબધું જ હતું જે હવે નથી.!

એનું અનુમાન એ પણ હોઈ શકે કે આ યુગલના સમયમાં મનુષ્યતાની એ પ્રેમ ધરા પર લાગણીઓનો દુષ્કાળ પડ્યો હોવો જોઈએ. અહીં ભૂતકાળમાં ખુબ જ સારા સંબંધો ધબકતા હતાં એ તો નક્કી જ છે પણ ઘણું બધું પરસ્પર અહમના કારણે બન્યું હોય એમ બને.અભી તારા વર્તન પરથી તો એવું જ લાગે છે કે તું છટકબારી શોધે છે તું પણ સારી જ રીતે જાણે છે આપણું ગાડું સારું તો ચાલતું હતું પછી એવું તે તને શું થયું કે તું સ્તબ્ધ થંભી ગયો તું થાકતો નથી પણ થકવી નાખે એવી ઉર્જા ધરાવે છે જેની આગળ મારી ઉર્જા સૂરજને દીવો દેખાડવા જેવી છે. તું આમ હારથી નાસીપાસ થાય એ તારા વ્યક્તિત્વનું અપમાન છે. જો હારથી હારી જવાતું હોત તો દુનિયામાં કોઈ જ નવા આવિષ્કાર ન થાત. કારણકે એ ઘણીબધી હારના અંતે આવિષ્કાર કરનારને કઇંક મળ્યું છે.તું તો બાઝીગર છે ને આમ હથિયાર હેઠે મૂકી દે છે. ના ચાલે અભી આ ન ચાલે.તારી આ વર્તણુકમાં મને સીરીયસનેસ કરતા મજાક વધુ દેખાય છે. અને જો ખરેખર તું પીડાઈ રહ્યો છે તો મારો સાથ ક્યા નથી. યાદ છે પ્યાસા સાવનનું પેલું ગીત તું મારી સામે ગાતો હતો “તેરા સાથ હે તો મુઝે ક્યાં કમી’ બસ એ માત્ર ગીત જ હતું કે તું એ ગીતમાં મારી સાથે જીવતો હતો ?અભી આપણા સંબંધો તો જગત માટે એક પ્રેરક ઉદાહરણ સાબિત થાય એવા કાર્યો આપણને કરવાના છે. યુગો પછી જયારે પુરત્ત્વીઓને આપણા સંબંધોની ભાળ મળે તો એમના મુખમાંથી પહેલો એક જ શબ્દ સરી પડવો જોઈએ ‘વાઉ’ આપણા સંબંધોની તેઓ જગત આખાને મિસાલ આપે એવા હોવા જોઈએ. આ મેઈલ સાથે તારી આવવાની ટીકીટ એટેચ કરી છે.

લી., અભીની અભિલાષા

લેખક :નરેન કે સોનાર “પંખી”

દરરોજ આવી અનેક પ્રેમભીની ચિઠ્ઠીઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી