નરક ચતૂર્દશીએ જાણી લો શું કરવું જોઈએ અને શેનાથી રહેવું જોઈએ દૂર…

કાળી ચૌદસે કરો તમામ કષ્ટ દૂર… નરક ચતૂર્દશીએ જાણી લો શું કરવું જોઈએ અને શેનાથી રહેવું જોઈએ દૂર…

image source

હિન્દુ કેલેન્ડર મુજબ દિવાળીના આગલા દિવસે અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના ચૌદમા દિવસે તેમજ ઉત્તર ભારતીય માન્યતા અનુસાર કાર્તિક મહિનનાની ચૌદસ આવે છે ત્યારે બીહામણાં સ્વરૂપે ઉગ્ર લાગતાં એવા દેવી કાલીની પૂજા કરવા માટે કાલી ચૌદસ તરીકે મનાવવામાં આવે છે. આ દેવી ભક્તોને તેમના દુખ દૂર કરવા દુષ્ટ શક્તિઓ સામે લડવાની શક્તિ અને હિંમત આપી છે. સંસારમાં વ્યાપેલા અનિષ્ટોનો નાસ કરવા તેમજ બૂરાઈ ઉપર અચ્છાઈનો વિજય મેળવવા માટે માતા કાલીને પહેલાં યાદ કરવામાં આવે છે.

image source

આજની તારીખે એવા લોકો પણ છે કે જેઓ કાલી માતાની અલૌકિક શક્તિઓના આશીર્વાદ મેળવવા માટે તેમજ દેવીની ઉપાસના કરીને અપાર શક્તિઓ મેળવવા માટેની પ્રાર્થના કરે છે. પરંતુ દુખની વાત એ પણ છે કે લોકો આ શક્તિઓને મેલી વિદ્યાના રૂપમાં પ્રાપ્ત કરવા ઇચ્છે છે જેનો તેઓ અન્ય લોકોને નુકસાન પહોંચાડવા માટે દુરૂપયોગ કરે છે. એજ માતા કાલીની ઉપાસના કરવાથી આવી મેલી શક્તિઓથી અને આવા દુષ્ટ લોકોથી પણ રક્ષણ પ્રાપ્ત થતું હોય છે.

image source

કાલી ચૌદસને નરક ચતુર્દશી, નરક નિવારણ ચતુર્દશી અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે તે ૨૬ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ આવે છે. કાલી ચૌદસ સામાન્ય રીતે દિવાળીના આગલે દિવસે આવે છે. તેને છોટી દિવાલી પણ કહેવાય છે. જેના બાદ લાભ પંચમ છ દિવસ પછી પડે છે, જે દિવાળી દરમિયાન આ પણ એક મહત્વપૂણ તહેવાર તરીકે ખૂબ જ ભાવપૂર્વક અને શ્રદ્ધાથી ઉજવાય છે.

નરક ચતુર્દશી પર કાલી દેવીના આશીર્વાદ મેળવવા શા માટે છે, જરૂરી?

image source

નરક ચતુર્દશીના દિવસે દેવી કાલી કેન્દ્રિય મહત્વ ધરાવતા આરાધ્ય દેવી છે. દેવી શક્તિનું આ ઉગ્ર સ્વરૂપ, બધા નકારાત્મક પાસાઓ અને દુષ્ટ તત્વોનો વિનાશક કર્તા તરીકે ઓળખાય છે. તે વિનાશ અને નવજીવન બંનેના ચહેરા તરીકે પણ ઓળખાય છે. કાલી ચૌદસ પર તેમના આશીર્વાદ મેળવવાથી બધી નકારાત્મક શક્તિઓ આપણાં જીવનમાંથી દૂર થાય છે અને જાણે અજાણે આપણાં જીવનમાં પ્રવર્તતા દુશ્મનો સામેના વિજયની ખાતરી કરવા માટે પણ આ દેવીની પૂજા કરવામાં આવે છે. ભલે મહાકાલીનું સ્વરૂપ ભયંકર હોય પરંતુ તેમના દર્શન અને પૂજા મંગળકારી જ છે. કારણ કે તે ભગવાન શ્રી વિષ્ણુના જ એક ધરેલા સ્વરૂપ છે.

વિવિધ ગુપ્ત પૂજા વિધિઓ કરવા માટેનો આ એક આદર્શ દિવસ મનાય છે.

image source

દિવાળી પહેલાંની અંધારી ચૌદસનો જે દિવસે આવે છે – એ કૃષ્ણપક્ષ પખવાડિયાની ચતુર્દશી, તે વિવિધ ગુપ્ત ક્ષેત્રો સાથે જોડાયેલા અને વિશિષ્ટ વિષયોમાં રસ ધરાવતા તે બધા માટે સૌથી અનુકૂળ દિવસ છે. તદુપરાંત, કાલી ચૌદસ અથવા નરક નિવારણ ચતુર્દશી તાંત્રિક અને અઘોરીઓ માટે તેમની ધાર્મિક વિધિઓ અને તપશ્ચર્યા કરવા માટે આદર્શ દિવસ માનવામાં આવે છે. તદુપરાંત, દુષ્ટ આત્માઓને કાબૂમાં રાખવા ઉપાય કરવા માટે આ પ્રસંગ સૌથી વધુ અનુકૂળ માનવામાં આવે છે. આ દિવસે અનેક લોકો પોતાની કુંડળીમાં રહેલ કોઈ અભેદ દોષ કે ગ્રહ નડતર નિવારવા માટે અથવા તો મેલી નજર દોષને ઉતારવા માટેની પૂજા કરાવવા માટેનો દિવસ પણ માનવામાં આવે છે.

નરક ચતુર્દશીનું જ્યોતિષીય મહત્વ જાણીએ…

image source

જ્યોતિષવિદ્યામાં – રાહુના ગ્રહને જીવનના અંધકારમય પાસાંઓમાં બેઠેલો હોવાનું માનવામાં આવે છે અને મહાન દેવી કાલીની ઉપાસનાથી ઘણાં નકારાત્મક પ્રભાવો દૂર થાય છે તેથી એવું માનવામાં આવે છે કે તે કોઈની કુંડળીમાં જો રાહુ ગ્રહની અસર હોય તો મા કાલીની ઉપાસના કરવાથી તે દૂર થાય છે. રાહુને લીધે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોએ ખાસ કરીને નારક નિવારન ચતુર્દશી પર દેવીને પ્રસન્ન કરવા ઉપાય કરવા જોઈએ. રાહુ ગ્રહ નડતો હોય તેમના માટે કાલી ચૌદસના દિવસે તેનું વિશેષ મહત્વ હોય છે.

કાલી ચૌદસ પર અભયંગ સ્નાનનું મહત્વ:

image source

પાંચ દિવસ લાંબો ચાલતો આ દિવાળીનો તહેવાર ધન તેરશના દિવસ શરૂ થાય છે અને ભાઈ બીજના દિવસે સમાપ્ત થાય છે. અભયંગ સ્નાન કરવાનું મહત્વ દિવાળી દરમિયાન ત્રણ દિવસ સુધી એટલે કે ચતુર્દશી, અમાસ અને પ્રતિપદના દિવસે સૂચવવામાં આવ્યું છે. નરક ચતુર્દશીના દિને કરાયેલું અભયંગ સ્નાન, સૌથી મહત્વનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે અભયંગ સ્નાન કરનારા લોકોને અભય મૃત્યનું વરદાન મળે છે. અકાળે મૃત્યુ થવાનો ભય ટળે છે અને નરકવાસનો ભય પણ આ સ્નાનથી મળતા પૂણ્યને કારણે ટાળી શકાય છે. અભયંગ સ્નાન દરમિયાન તલ કે તલના તેલનો ઉપયોગ કરીને ઉબટન વડે સ્નાન કરવાનું પણ સૂચવાયું છે. આને યમ સ્નાન પણ કહેવાય છે. યમ સ્નાન કે યમ તર્પણ કર્યા બાદ સાંજે સંધ્યાના સમયે દીવડા પ્રગટાવવાનું અને સગાં સ્નેહીઓમાં દીવડાઓની ભેંટ આપવાનું પણ મહત્વ છે. જેનાથી જીવનમાં પ્રકાશ ફેલાય છે અને દિર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે.

નરક ચતુર્દશી અભયંગ સ્નાન મુહુર્ત શું છે?

image source

નરક ચતુર્દશીના દિવસે અભયંગ સ્નાન મુહુર્ત વહેલી સવારે ૫:૩૫ થી સવારે ૬:૪૨ સુધીનું છે. આ સમયે સ્નાન કરીને પૂજા પાઠ કરવાનું અને મંદિરે જઈને દેવ દર્શન કરવાનું ખૂબ જ મહત્વ છે. આરોગ્ય અને આયુષ્યની કામના કરતા ઇચ્છુક જાતકોને માટે દાન દક્ષિણા કરવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે.

નરક ચતુર્દશીની શું કરવું અને શું નહીં એ જાણી લેવું ખૂબ જ મહત્વનું હોય છે.

image source

કાળી ચૌદસને લઈને અનેક લોકોમાં ઘણી બધી ગેરસમજ વ્યાપેલી હોય છે. આ દિવસે લોકો મેલી વિદ્યાને અનુસરતા અને તંત્રવિદ્યાને લઈને અનેક ખોટી માન્યતાઓ પ્રચલિત છે. પરંતુ કાલી ચૌદસ એ ખૂબ જ મંગળકારી દિવસ છે. એ દિવસને અનિષ્ટનો નાશ કરીને શુભ ફળની પ્રાપ્તિ માટેની પૂજાઓ કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક ઘરમાં વડાં, લાપસી અને પુરી બનતાં હોય છે. જેની સાંજે પ્રસાદી ધરાવીને ચાર ચોકડીએ કુંડાળું કરીને પાછું જોયા વિના અને કશું જ બોલ્યા વિના તે મૂકી આવવાની પ્રથા છે. આને કકળાટ કાઢ્યો કહેવાય છે. હકીકતે, આ એક એવી રીત છે, જે તમારા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ, વિચારો અને અનિષ્ટ આચરણ ધરાવતી શક્તિઓને દૂર કરીને ખુશહાલ જીવનની કામના કરવા માટેની એક પ્રથા છે. આ સિવાય પણ કાળી ચૌદસના દિવસે તમે આ પ્રકારની પૂજા કરીને વિધિવત મા કાલીને પ્રસન્ન કરીને તેમના શુભાષિશ મેળવી શકો છો.

જાણી લો કઈરીતે કરવી કાળી ચૌદસની પૂજા…

image source

કાલી ચૌદસની વિધિ મુજબ તલ, ઘઉંના લાડુ અને શુદ્ધ ઘી અને ખાંડ સાથેનો પ્રસાદ કરવો, દિવસભર દેવી કાલીને સમર્પિત હોય તેવા ભક્તિ ગીતોનું ગીત, સ્તુતિ અને સ્નવનનું ગાન કરવું અને ખાસ કરીને મુહૂર્તની અવધિ દરમિયાન તેમની પૂજા કરવી. વહેલી સવારે નહાતી વખતે માથું ધોઈ નાખો અને કાલી ચૌદસ ઉપર નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ આત્માઓથી બચવા માટે તમારી આંખોમાં કાજલ જરૂર લગાવો.

શું નહીં કરવું જોઈએ એ ખાસ યાદ રાખો…

સાંકડી અંધારી શેરીઓમાં કે ચાર રસ્તે કે રસ્તાને કિનારા ઉપર પડેલ લાલ કાપડથી ઢંકાયેલ કળશ, કોડિયા કે કેટલાક ફળો પડેલાં જુઓ તો તેના ઉપરથી પગ પડે કે તે વસ્તુઓ ઉપરથી પસાર ન થવાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

મા કાળીની ઉપાસનાથી તમારી પર કેવી કૃપા વરસે છે જાણો…

image source

દેવી કાલી પોતાના ભક્તોને કાલી ચૌદસ પર અસંખ્ય બાબતોથી રક્ષણ આપે છે, તે શુભ ફળદાયી અને મંગળ કર્યા છે. તેમના દર્શન અને સ્વરૂપ ભલે ભયંકર હોય પરંતુ તેમની કૃપાથી અનેક વિગ્નો ટળે છે અને દિર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. મા કાળીની કૃપાથી તમારા અનેક અટકેલાં કાર્યો પૂર્ણ કરી શકવાના આશીર્વાદ મળે છે અને અન્ય લાભ પણ છે જેમ કે કોઈ વ્યક્તિ સતત બીમાર રહેતી હોય, કે કોઈ કાળા જાદુનો શિકાર થયું હોય એવું અનુભવાતું હોય, ઘર – પરિવાર કે ધંધા – વ્યવસાયમાં નકારાત્મક અસર જણાતી હોય, નાણાકીય દેવાનો ભાર હોય કે પછી કોઈની પાસે તમારા પૈસા લાંબા સમયથી અટકેલા હોય, નોકરી અથવા ધંધામાં અવારનવાર અવરોધો આવતા જણાય કે પછી તમારી કુંડળીમાં શનિ અને રાહુની અસર દેખાય જેવી તમામ મુશ્કેલીઓમાં મા કાળીની પૂજા લાભ કર્તા છે. વધુમાં, અજાણતાં પણ કોઈ તમારું ખરાબ ન ઇચ્છે અને તમારું અપમાન ન કરે એવી સ્થિતિ આવીને ઊભી રહે છે, મા કાળીની ઉપાસના કરવાથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ