49 ફિલ્મોમાં નારદનું પાત્ર ભજવીને જાણીતા બન્યા છે આ અભિનેતા, જાણો એમના વિશે કે જેમનું જીવન રહ્યું છે ખૂબ જ સંઘર્ષભર્યું

49 ફિલ્મોમાં નારદ મુનિનું પાત્ર ભજવીને જાણીતા બન્યા છે આ અભિનેતા, ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું છે એમનું જીવન

જીવનનું નામ લેતા જ નારદ મુનિની છબી આંખોની સામે આવી જાય છે. જીવનનું આખું નામ ઓમકાર નાથ ધાર છે. એમનો જન્મ 24 ઓક્ટોબર 1915માં શ્રીનગરમાં એક કશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. એ નાનપણથી જ અભિનેતા બનવા માંગતા હતા. જો કે એ સમય એવો હતો જ્યારે ફિલ્મોમાં કામ કરવું એ કઈ સારી બાબત નહોતી માનવામાં આવતી પણ પોતાની જીદ અને મહેનતના દમ પર જીવન હિન્દી સિનેમામાં પોતાની ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે.

image source

જીવનનો પરિવાર ઘણો જ મોટો છે. એમને 24 ભાઈ બહેન હતા. જીવનના જન્મની સાથે જ એમની માતાનું નિધન થઈ ગયું હતું. એ ફક્ત ત્રણ વર્ષના હતા ત્યારે એમને પોતાના માથેથી પિતાનો હાથ પણ ગુમાવી દીધો હતો. જીવનને જ્યારે પોતાના પરિવાર પાસેથી ફિલ્મોમાં કામ કરવાની પરવાનગી ન મળી તો એ ફક્ત 18 વર્ષની ઉંમરમાં ઘરેથી કોઈને કીધા વગર ભાગીને મુંબઈ આવી ગયા. એ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે એમના ખિસ્સામાં ફક્ત 26 રૂપિયા જ હતા.

image source

કરિયરના શરૂઆતના દિવસમાં જીવનને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. ખર્ચો ચલાવવા માટે એમને પૈસા તો કમાવવાના જ હતા એટલ એ એક સ્ટુડિયોમાં કામ કરવા લાગ્યા. અને આ સ્ટુડિયો મોહનલાલ સિન્હાનો હતો. મોહનલાલ એ સમયના ખૂબ જ જાણીતા નિર્દેશક ગણાતા હતા. આ સ્ટુડિયોમાં એ રીફલેક્ટર પર સિલ્વર પેપર લગાવવાનું કામ કરતા હતા.

image source

જીવને અલગ અલગ ભાષાઓની લગભગ 49 ફિલ્મોમાં નારદ મુનિનું પાત્ર અસરકારક રીતે ભજવ્યું છે. 50ના દાયકામાં બનેલી બધી જ ધાર્મિક ફિલ્મોમાં એમને નારદ મુનિનો રોલ કર્યો હતો. એ સિવાય અફસાના, સ્ટેશન માસ્ટર, અમર અકબર એન્થેની અને ધર્મવીર જેવી ફિલ્મોમાં પણ જીવને કામ કર્યું છે. એ સાઠવા જ એમને નાગીન, શબનમ, હિર રાંજા, જોની મેરા નામ, કાનૂન, સુરક્ષા, લાવરિસ સહિત બીજી ઘણી ફિલ્મોમાં અગત્યનું પાત્ર ભજવ્યું હતું.

image source

પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં જીવને ખલનાયકના રોલમાં હાથ અજમાવ્યો હતો અને સફળ પણ રહ્યા હતા. જીવનની ડાયલોગ ડિલિવરી ગજબની હતી. એમને જીવન નામ વિજય ભટ્ટે આપ્યું હતું. હિન્દી સિનેમામાં જીવને લગભગ ચાર દાયકા સુધી કામ કર્યું છે. જીવનની છેલ્લી ફિલ્મ કાલા ધંધા ગોરે લોગ હતી જેમાં એમને એક કિડનેપરનું પાત્ર ભજવ્યું હતું.તમને જણાવી દઈએ કે જાણીતા અભિનેતા કિરણ કુમાર જીવનના દીકરા છે. આ પ્રતિભાશાળી અભિનેતા જીવનનું વર્ષ 1987માં 10 જૂનના રોજ 71 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ