જલ્સા કરોને જેંતીલાલ

નાપાસ થાવો તો જરા પણ ના થતા નાસિપાસ, વાંચી લો એક પિતાએ દીકરાને નાપાસ થતા કેવી આપી ગ્રાન્ડ પાર્ટી, અને જાણો આજે તે કયા હોદ્દા પર છે

શિમલાની એક નામાંકિત શાળામાં અભ્યાસ કરતાં એક બાળકનું બોર્ડની પરિક્ષાનું પરિણામ આવ્યું. બાળક એના પરિણામથી અજાણ હતો. જે દિવસે પરિણામ આવ્યું તે દિવસે આ બાળકના પિતા બાળકને લઈને એક આલિશાન હોટેલમાં પહોંચ્યા. પિતાએ દીકરાને કહ્યું, “બેટા, આજે તારી પરીક્ષાનું પરિણામ આવ્યું છો માટે હું તને પાર્ટી આપવા માટે હોટેલમાં લાવ્યો છું.” છોકરાને પરીક્ષાના પરિણામની ખુબ ચિંતા હતી પણ પિતાની આ વાત સાંભળીને તેનું ટેન્શન ઓગળી ગયું. પરીક્ષાનું પરિણામ સારું હોય તો જ પપ્પા આવી મોટી પાર્ટી આપે એ વિચારથી છોકરો મોજમાં આવી ગયો. પિતાની સાથે એ મોજથી જમ્યો.

image source

જમી લીધા પછી પિતા ઉભા થઈને દીકરાની પાસે આવ્યા. દીકરાના માથા પર હાથ ફેરવતા ફેરવતા બહુ પ્રેમથી કહ્યું, “બેટા, તું તારી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છે. પણ તું કોઈ જાતની ચિંતા કરતો નહિ, હું તારી સાથે જ છું. મને પણ જીવનમાં ઘણી નિષ્ફળતાઓ મળી છે પણ મેં સખત પુરુષાર્થ કરીને મારી નિષ્ફળતાને સફળતાઓમાં બદલી નાંખી છે. બેટા, તારી આ નાની એવી નિષ્ફળતાને તું ઇચ્છે તો ખુબ મહેનત કરીને સફળતામાં બદલી શકે છે. તું બોર્ડની પરિક્ષામાં નાપાસ થયો એટલે કંઈ જીવનની પરિક્ષામાં નાપાસ થયો એમ નથી. બસ મહેનત કરતો રહેજે અને ભૂલ સુધારતો રહેજે.”

image source

છોકરો તો પિતાની સામે જોઈ જ રહ્યો. પિતાના મુખમાંથી નીકળતો એક એક શબ્દ બાળકના હૃદય સુધી પહોંચતો હતો. પરીક્ષાના નબળા પરિણામનું દુઃખ ક્યાં જતું રહ્યું એ બાળકને ખબર પણ ના પડી. પિતાના આ વર્તનથી બાળક મજબૂત તો થયો પણ સાથે સાથે પિતા પ્રત્યેનો એનો પ્રેમ અને આદર બમણા થઈ ગયા.

આ બાળક એટલે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેર. બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા અનુપમ ખેર આજે અનેક લોકોના હૃદય પર રાજ કરે છે.

image source

મિત્રો, આપના સંતાનોની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે આવા સમયે એને આપની ટીકાની નહિ પણ ટેકાની જરૂર છે. જો માબાપ તરીકે બાળકની નિષ્ફળતા વખતે એની પાસે ઉભા રહીશું તો એ ચોક્કસ પણ સફળતા પ્રાપ્ત કરશે.

અનુપમ ખેર પોતાના પિતાને ખૂબ જ સ્ટ્રીક્ટ ગણાવે છે. તેઓ તેમને પોકેટ મની નહોતા આપતા અને જો આપે તો પણ કંઈ ખાસ નહોતા આપતા. તેમ છતાં તે જ્યારે શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા તે વખતે એક દિવસે આ અત્યંત આશ્ચર્ચજનક ઘટના ઘટી હતી. તેમણે અનુપમને 200 રૂપિયા પોકેટ મની માટે આપી દીધા, જે સાવજ અશક્ય વાત હતી, કારણ કે તેઓ અનુપમને વધારેમાં વધારે 10 રૂપિયા જ વાપરવા આપતા.

image source

વાત માત્ર આટલે જ નહોતી અટકી તેમના પિતાએ તેમને મોંઘા વસ્ત્રો અને મોંઘા શૂઝ પણ ખરીદી આપ્યા. અને ત્યાર બાદ તેઓ તેમને મોંઘી હોસ્પિટલમાં જાત જાતની સ્વાદિષ્ટ ડીશો જમાડવા લઈ ગયા અને ત્યાર બાદ તેમણે પાર્ટી પણ કરી. પોતાના પિતાનું આવું વર્તન જોઈ અનુપમ ઘણા ચકિત થઈ ગયા હતા. અને છેવટે તેમને તેમના વર્તન પાછળનું મૂળ કારણ જણાવ્યું. કે તેઓ પોતાના બોર્ડની એક્ઝામમાં ફેઈલ થઈ ગયા છે અને તેની જ ઉજવણી તેમણે કરી છે.

તેમણે અનુપમને સમજાવ્યું, “સમગ્ર વિશ્વમાં લોકો માત્ર સફળતાની જ ઉજવણી કરતા શીખ્યા છે. અને આજે મેં તે પરંપરાને તોડવાની હીંમત કરી છે. આજે મેં જે કંઈ પણ કર્યું તે તારી નિષ્ફળતાની ઉજવણી માટે હતું. મને ખબર છે દુનિયા મારા પર આજે હસતી હશે. તેમને હસવા દો. પણ વાસ્તવિકતા એ છે કે માત્ર ઘાતક નિષ્ફળતાઓ જ આ પૃથ્વી પર થાય છે. માટે જ્યારે ક્યારેય જ્યાં ક્યાંય પણ તું નિષ્ફળ થાય ત્યારે તું તારા જીવન પ્રત્યે ક્યારેય નિરાશ ન થા. મોટું સ્મિત કર અને બીજા પ્રયત્નમાં લાગી પડ.”

image source

આજે અનુપમ ખેર એક અત્યંત પ્રભાવશાળી અને સાહસુ વ્યક્તિત્વ ધરાવે છે. જ્યારે ક્યારેય તેમને કહેવામાં આવે કે નિષ્ફળ થવાની હિંમત ન કરો ત્યારે તેઓ તરત જ વળતો જવાબ આપે છે, “અમારે ત્યાં સફળતા કરતાં વધારે નિષ્ફળતાને ઉજવવાની પરંપરા છે.”

આજે અનુપમ ખેર માત્ર એક એક્ટર, ડીરેક્ટર, પ્રોડ્યુસર કે શીક્ષક જ નથી પણ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના ચેરમેન પણ છે. તેમના પિતા એક ક્લાર્ક હતા પણ તેમણે પોતાના પિતાને એક ઉત્તમ ઉછેર પુરો પાડ્યો છે. અનુપમ જ્યારે અભિનેતા તરીકે મુંબઈમાં સંઘર્ષ કરી રહ્યા હતા, તે સમયે તેમનો રેલ્વેના પ્લેટફોર્મ પર સુવાનો પણ વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરપર્સન પણ રહી ચુક્યા છે. તેમને પદ્મ શ્રી અને પદ્મ ભુષણથી નવાજવામાં આવી ચૂક્યા છે. અને દરેકે દરેક ક્ષણે તેમના નામે કોઈને કોઈ પુરસ્કારો અને સિદ્ધિઓ તો લખાતા જ રહે છે. માટે નિષ્ફળતાઓથી ભયભીત ન થાઓ તેમાંથી શીખીને આગળ વધો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version