સાવ નાની અમથી વાતમાં ક્રોધિત પત્નીએ પતિ પર છાંટી દીધુ કેરોસીન અને પછી જે થયુ તે..ખરેખર કરુણ ઘટના વાંચવા જેવી છે

પતિએ સેક્સ માટે ના પાડતા – ક્રોધીત પત્નીએ પતિને જીવતો સળગાવ્યો

પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા તે સાવ જ સામાન્ય વાત છે. ઝૂપડીમાં રહેતાં પતિ-પત્ની હોય કે પછી આલિશાન બંગલામા રહેતા પતિ-પત્ની હોય. તે બન્ને વચ્ચે અવારનવાર ચકમક ઝર્યા જ કરતી હોય છે. અને ક્યારેક તો વાત મારપિટ પર આવી જતી હોય છે. સામાન્ય રીતે પતિના ગુસ્સાનો ભોગ પત્નીએ બનવું પડતું હોય છે. અને ઘણીવાર સ્થિતિ એટલી હદે વણસી જાય છે કે વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ જાય છે.

image source

આપણા જોવા સાંભળવામાં ઘણીવાર આવતુ હોય છે કે પતિએ પત્નીને ગુસ્સાથી મારી નાખી હોય પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે અને પત્નીઓ પણ પોતાના ગુસ્સા પર કાબૂ નથી રાખી શકતી અને પછી તે પણ છૂટ્ટા હાથની દેવાવાળી કરે છે. તાજેતરમાં પણ એક ઘટના એવી જ બની છે જેમાં પતિ નહીં પણ પત્નીએ પતિ પર જીવલેણ હૂમલો કર્યો છે.

image source

આ ઘટના છત્તીસગઢ રાજ્યની છે. અહીં એક પતિએ પત્નીને સેક્સ માણવાની ના પાડતા પત્નીનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો હતો અને ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરના ફળિયામાં ઘસઘસાટ સૂતા પતિ પર કેરોસિન છાંટીને તેને જીવતો સળગાવી દીધો હતો.

image source

ઘટના બાદ હત્યાના આરોપસર પત્નીની ધરપકડ કરવામા આવી છે અને તે બાબતે તપાસ ચાલી રહી છે. મળેલા અહેવાલ પ્રમાણે આ ઘટના છત્તિસગઢ રાજ્યના બલરામપુર રામાનુજગંજ જિલ્લાના બદોલી ગામની છે. અહીંનો 37 વર્ષિય ધર્મપાલ ગોંડ નામનો પુરષ પોતાની 30 વર્ષિય પત્ની બિલાસો અને પોતાના બે બાળકો સાથે રહેતો હતો. 16મી મેના રોજ રાત્રે 12 વાગ્યાની આસપાસ તે પોતાના કામેથી પાછો ફર્યો હતો.

તે સમયે પત્ની તેમજ બે બાળકો ઘસઘસાટ નીન્દ્રામાં હતા. તેણે ઘણું ખખડાવ્યા છતાં અંદરથી કોઈએ દરવાજો નહોતો ખોલ્યો. છેવટે જ્યારે પત્નીએ દરવાજો ખોલ્યો ત્યારે પતિએ પત્નીને દરવાજો તરત નહીં ખોલવા બદલ ઢોર માર માર્યો હતો. છેવટે પત્ની પણ પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શકી અને પતિ જ્યારે આંગણામાં સુઈ રહ્યો હતો ત્યારે તેના પર કેરોસીન છાંટીને તેને ઉંઘમાં સળગાવી મુક્યો હતો.

image source

પિડાનો માર્યો પતિ સળગતી હાલતમાં ઘરમાંથી બહાર નીકળીને ભાગવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો. આસપાસના પાડોશીઓએ તેના શરીર પરની આગ ઓલવીને તેને તાત્કાલીક હોસ્પિટમાં ખસેડ્યો હતો. પણ સારવાર દરમિયાન 18મેના રોજ તેનું મૃત્યુથઈ ગયું. જ્યારે પત્નીનું નિવેદન લેવામા આવ્યું ત્યારે તેણીએ માન્યું હતું કે તેનો પતિ તેની સાથે શારિરીક સંબંધ નહોતો બાંધતો માટે તેને ગુસ્સો આવી ગયો હતો.

એક ઘટનામાં દારૂની લતથી ત્રાસીને પત્નીએ પતિની હત્યા કરી

image source

તો આ દરમિયાન બીજી પણ એક ઘટના સામે આવી હતી. જેમાં પતિ પોતાની દારૂની લત નહોતો છોડતો તે માટે પત્નીએ તેને મારી નાખ્યો હતો. પત્નીએ જ્યારે પતિની હત્યા કરી ત્યારે તેના બન્ને સંતાન ત્યાં હજાર હતા. આ ઘટના બલરામપુર જિલ્લાના બૈરિયા સુર્જનપુરમાં ઘટી હતી. અહીંના ઉદય ભાન નામના વ્યક્તિની હત્યા તેની પત્નીએ કરી હતી. મહિલાની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેનો પતિ રોજ દારૂ પીને ઘરે આવતો હતો અને ત્યાર બાદ તેની ખૂબ મારપીટ કરતો હતો. તે કોઈ પણ ભોગે દારૂ છોડતો નહોતો. જેના કારણે પત્ની ત્રસ્ત થઈ ગઈ હતી અને તેણે પતિની ધારદાર હથિયાર વડે હત્યા કરી નાખી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ