ચાણક્યનીતિ: જો તમે આ નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો ક્યારે ઘરમાં નહિં પડે પૈસાની તકલીફ, હંમેશા તિજોરી રહેશે પૈસાથી ભરેલી

જો તમે જીવનમાં સફળ અને ખુશ રહેવા માંગતા હો, તો તમારે નિશ્ચિતપણે ચાણક્ય નીતિનો અભ્યાસ કરવો જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. આચાર્ય ચાણક્ય ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાંના એક માનવામાં આવે છે. આચાર્ય ચાણક્યની ગણતરી એક મહાન અર્થશાસ્ત્રી અને એક મહાન વિદ્વાન તરીકે થાય છે. આચાર્ય ચાણક્યને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે અર્થશાસ્ત્રના નિષ્ણાત છે. આચાર્ય ચાણક્યની નીતિઓને ખૂબ કઠોર માનવામાં આવે છે પરંતુ આ જીવનનું સત્ય છે. ચાણક્યએ તેમની નીતિશાસ્ત્ર દ્વારા પાપ-પુણ્ય, ફરજ અને અધર્મ અને જીવનના ઘણા પાસાઓ વિશે વિગતવાર સમજાવ્યું છે. તેમની નીતિઓનું પાલન કરીને, વ્યક્તિ તેનું જીવન વધુ સારું અને સુખી બનાવી શકે છે.

image source

ચાણક્યએ તેમના પુસ્તક અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંત અને નીતિઓની ચર્ચા કરી છે. જો તેને જીવનમાં યોગ્ય રીતે ઉતારવામાં આવે તો ન ફક્ત જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે પરંતુ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

પૈસા ખર્ચ કરવાને લઈને ચાણક્ય

उपार्जितानां वित्तानां त्याग एव हि रक्षणाम्।

तडागोदरसंस्थानां परीस्त्राव इवाम्भसाम्।।

આર્થાત કમાયેલા પૈસા ખર્ચવા, દાન કરવા અથવા ભોગ કરવા જ તેની રક્ષા છે, કારણ કે તળાવમાં પડેલા પાણીને બહાર કાઢતા રહેવામાં જ તેની પવિત્રતા અને શુદ્ધતા છે. જો પાણીનો ઉપયોગ ન થાય તો તે બગડી જાય છે. પૈસાની સાથે પણ આવુ જ થાય છે. આ શ્લોક દ્વારા આચાર્ય ચાણક્ય કહે છે કે કમાયેલા પૈસાને ખરાબ સમય માટે થોડા બચાવીને રાખવા એ સારી બાબત છે, પરંતુ તેનો ઉપયોગ કરતો રહેવો, જરૂરિયાતમંદોને દાન કરવાથી જ પૈસાની રક્ષા થાય છે.

પૈસાના યોગ્ય ઉપયોગથી જ તેનું રક્ષણ થશે

image source

જરૂરીયાત કરતા વધારે બચાવવા અથવા કંજુસ રહેવું યોગ્ય નથી. ફક્ત યોગ્ય કાર્યમાં અને સાચી રીતે પૈસા ખર્ચ કરીને જ તે સુરક્ષિત રાખી શકાય છે. તળાવ અથવા વાસણમાં રાખેલા પાણી સાથે પૈસાની તુલના કરતા ચાણક્ય કહે છે કે જો પાણીને બગાડવાથી બચાવવું હોય તો તેનો ઉપયોગ કરવો પડશે નહીં તો તે જ સ્થળે સંગ્રહિત પાણી સડી જશે. આ જ વસ્તુ પૈસા સાથે લાગુ પડે છે.

image source

આ ઉપરાંત ચાણક્યના કહેવા મુજબ, જે પૈસા બીજાને નુકસાન પહોંચાડીને અને દુખ પહોંચાડીને, ધર્મની વિરુદ્ધ કામ કરીને, શત્રુની સામે ગીડગિડાવીને મેળવ્યા હોય તેવુ ધન મારે ન જોઈએ. જો આવા પૈસા મારી પાસે ન આવે તો તે સારું છે. એટલે કે, વ્યક્તિએ આવી સંપત્તિની ઇચ્છા ન કરવી જોઈએ, જે પૈસા બીજાને નુકસાન પહોંચાડીને એકત્રિત કરવામાં આવે અથવા તે ધર્મ વિરુદ્ધ કામ કરીને અથવા દુશ્મન સામે હાથ જોડીને પ્રાપ્ત કરવામાં આવે. કારણ કે આવી સંપત્તિ કદી કલ્યાણકારી હોઈ શકતી નથી. માણસે હંમેશાં મહેનત અને સારા પગલા દ્વારા જ સંપત્તિ એકઠી કરવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!