નાનીનાની બાબતોમાં ટેન્શન કરવાથી થઈ શકે છે આ ૫ બીમારીઓ, જાણો તેના લક્ષણો…

તણાવયુક્ત લાઈફસ્ટાઈલને કારણે થઈ શકે છે કેટલીક બીમારીઓ, તેના લક્ષણો જાણી લઈને આજથી જ ચેતી જાવ… નાનીનાની બાબતોમાં ટેન્શન કરવાથી થઈ શકે છે આ ૫ બીમારીઓ, જાણો તેના લક્ષણો…

આજના સમયમાં કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો દરેકને કંઈક ને કંઈક વિશે તાણ હોય છે. ઑફિસ, ઘર અથવા સંબંધોમાં લોકો ખૂબ સંકળાયેલા છે અને દરેક નાનીમોટી બાબતોમાં ગૂંચવાયેલા રહેતા હોય છે. આ વસ્તુઓ સીધી તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. તાણ અને ચિંતા તમને ગંભીર રોગો તરફના માર્ગે દોરી જાય છે. આમાંના કેટલાક લક્ષણો આવા છે કે તમે પોતે સમજી શકો છો કે તાણને કારણે કેટલીક ગંભીર શારીરિક તકલીફો અને બીમારીઓથી તમારું આરોગ્ય પ્રભાવિત થઈ રહ્યું છે. જે તમારી જીવનશૈલી પર પણ ખરાબ રીતે અસર કરે છે. આવો જોઈએ એ કઈકઈ તકલીફો છે જે માત્રને માત્ર હાઈપર ટેન્શનને આધારે જ થાય છે. જો તેને સમજી લઈને તાણમુક્ત રહેવા પ્રયત્ન કરશો તો તમે સ્વસ્થ જીવન જીવી શકશો…

ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી

જેઓ લાંબા સમયથી તાણમાં રહેતા હોય છે, તેઓને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનતું જતું હોય છે. જો તમને લાગે કે તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, તો તમારે કામમાંથી આરામ લેવાનું બાકી છે. એક હળવો બ્રેક લેવો. ફરવા જવું, સંગીત સાંભળી લેવું કે મનગમતી પ્રવૃત્તિ કરીને ફ્રેશ ફિલ કરવું જોઈએ. તણાવને લીધે તમારી કાર્યશક્તિ પર અસર થઈ શકે છે. તમારું ઓફિસ વર્ક પણ ડિસ્ટર્બ થઈ થકે છે.

ત્વચાના રોગ

આપણાં વડીલો ઘણી વખત કહેતા રહેતા હોય છે કે ચિંતા કરવાથી ચહેરાની રોનક દૂર થાય છે. કહેવત પ્રમાણે ચિંતા સે ચતૂરાઈ ઘટે, ઘટે રૂપ, ગુણ, વાન… તાણને કારાણે સૉરાયિસસ, ખીલ અને અન્ય ત્વચાને લગતા રોગોનું કારણ બની શકે છે. દેશ – વિદેશના અનેક વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓ સાથે મળીને કંઈક એવું સંશોધન કરીને જાહેર કરવામાં આવ્યું છે કે મનોવૈજ્ઞાનિક તાણ અને ત્વચાને લગતી સમસ્યાઓની વચ્ચે સીધો સંબંધ છે.

હૃદય રોગ

‘હાર્ટ એટેક’ થવાના સૌથી મોટા કારણોમાંનો એક છે તણાવ અને ચિંતા. હૃદયને તંદુરસ્ત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના માટે તમારે નિરાશ થવું કદી પોસાશે નહીં. હ્રદયની કાર્યક્ષમતા, લોહીના બ્રહ્મણ અને ધબકારાનોની ગતિ એ તમારા વૈચારિક પરિસ્થિતિ પર આધાર રાખે છે.

વાળ ખરવા, વાળને નુકશાન અને માથાનો દુખાવો

જો તમારા વાળ ખરે છે? નુકશાન થાય છે? માથામાં ઝીણો દુખાવો રહે છે? તો સમજવું કે તમને પોષક ખોરાક મળતો હોવા છતાં અસર યોગ્ય થતી નથી, તો પછી તાણ સિવાય કશું જ નથી. જો તમને તમારા સુંદર વાળ જોઈએ છે, તો પછી ચિંતા કરવાનું બંધ કરો. આ તાણ ઉપરાંત તમે સતત માથાનો દુખાવોમાં પણ રાહત આપી શકો છો.

ઊંઘ ન આવવી અથવા તૂટક ઊંઘ થવી

જેમના મનમાં રાહત હોય તેવા લોકો ઊંડી અને સારી ઊંઘ લઈ શકે છે, પરંતુ જો તમે ચિંતામાં હોવ તો, તે સ્પષ્ટ છે કે ઊંઘમાં ખલેલ પહોંચાડવાનું એ એકમાત્ર કારણ છે. આવી પરિસ્થિતિમાં, તમારા વ્યવસાયિક અને અંગત જીવન બંનેની નકારાત્મક અસર અને સંજોગો વધુ ખરાબ થાય છે. અનિંદ્રાને કારણે અનેક તકલીફો થઈ શકે છે. એમાં ડાયાબિટિઝ, હાઈ કે લો બ્લડ પ્રેશર અથવા વિચાર વાયુ જેવી તકલીફ રહે છે. એક દ્રષ્ટિએ ભલે આ તકલીફો નાની લાગે પરંતુ જો આવી સ્થિતિ લાંબો સમય રહે તો વધુ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

શું પગલાં લઈ શકાય?

તાણયુક્ત જીવનમાં જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી મનને એક શુદ્ધ પ્રક્રિયા તરફ વાળવી પડે છે. જેમાં પોઝિટિવ થિંકિંગ, મેડિટેશન અને હિલીંગ જેવી પ્રક્રિયાઓ કામ આવી શકે છે. ઊંડા શ્વાસ લઈને સૂવા પ્રયત્ન કરવો, નાનીનાની વાતોમાં તરત આવતા ગુસ્સા પર કાબૂ મેળવતાં ટેવ પાડવી જોઈએ. જેથી તણાવવાળી સ્થિતિમાં પણ આપણાં જીવન પર, કામ પર અને સ્વાસ્થ્ય પર કદી ખરાબ અસર ન કરે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ