એક નાનકડી મદદનું મોટુ પરિણામ

New short story on true incident!

એક નાનકડી મદદનું મોટુ પરિણામ

આજથી લગભગ એક વર્ષ પહેલાની વાત છે કે જ્યારે હું કોલેજના ફર્સ્ટ યરમા હતો.જયારે કોલેજમાં હું મારા બે મિત્રો મોક્ષ અને સુનિલ સાથે બહારનાગેટ પાસેથી કોલેજમાં એન્ટર થયો ત્યારે પાંચ-છ વર્ષના એક છોકરાને મેં કોલેજના બીજા છોકરાઓ પાસે રૂપિયા માંગતા જોયો.

મેં આ દ્રશ્ય મારા મિત્રો સાથે ચાલતા ચાલતા જોયુ અને પછી મેં મોક્ષ અને સુનિલને કહ્યુ કે તમે ક્લાસમાં જાવ હું આવુ છું થોડીક વારમા અને પછી હું ત્યા કોલેજના ગેટ પાસે ગ્યો અને એ છોકરાને ગેટ પાસે બોલાવ્યો અને પુછ્યુ કે શું જોઈયે છે?એટલે એ મને કહે કે રૂપિયા આપને એટલે ફરી મેં એને પુછ્યુ કે રૂપિયાનુ શું કરીશ?એટલે એણે જવાબ આપ્યો કે ઘરે જઈને મારી મમ્મીને આપી દઈશ.

મારી મમ્મી મનેરૂપિયામાંગી આવાનુ કે છેઅને પછી એ રૂપિયા મમ્મીને દઈ દઉં એટલે એમાથી અમે રાશન ને તેલ ને બકાલુ ને બધુ લઈ આવિયે.મેં એને કિધુ કે રૂપિયા નઈ આપુ પણ તને જો નાસ્તો કરવો હોય તો હું તને નાસ્તો કરાવુ તો એને કિધુ કે હા મને સમોસા ખાવા છે ખવડાવીશ? હવે સમોસા ખાતા ખાતા મેં પુછ્યુ કે તું ભણવા નથી જતો? તો એ કહે ના હું ભણવા તો નથી જાતો.

મેં ફરી પાછા એને વારા ફરથી પ્રશ્નો પુછ્યા કે તારા મમ્મી પપ્પા કયા છે?શું કામ કરે છે? તમે કયા રહો છો? એટલે એણે જવાબ આપ્યો કે અમે અહીંયા રેલ્વે સ્ટેશન કને ઝૂપડીમાં રહીયે છીયે અને મારી મમ્મીને પપ્પા બેય સવારે મજૂરીએ જાય ને હાંજે આવે(અહિયા છોકરાની કહેલી દેશી ભાષા મા જ લખ્યુ છે) હું તો આદિપુથી આવતી જતી ટ્રેનમાં આટા મારુ અને આદિપુરમાં રૂપિયા માંગી આવુ અને સાંજે મારીમમ્મીને આપી દઉ અને ટ્રેન સવારે વેલી આવે અને ઉભે તો એમા નાઈ લઉ.

પછી આમને આમ નાસ્તો કરતા કરતા અમારી વાત ચાલુ રઈ એટલે મેં કિધુ હાલ હું તને નોટ પેન્સીલ ને રબળ લઈ દઉ પછી ભણીશ ને? તો એને હા પાડી પછી એને કોલેજથી થોડેક આગળ સ્ટેશનરીમાંથી નોટ પેન્સીલ ને રબળ લઈ આપી અને સૌથી પહેલા એને ક ખ ગ થોડુક ઘુટતા શીખવાડ્યું અને એ છોકરાને નિશાળમાં જઈ ભણવા માટે સમજાવ્યો.

પછી મેં એને કીધું કે હું અહિયા જ હોઈશ કોલેજમા તું રોજ આવજે શીખવા માટે તો બીજે દિવસે એ અને એનો નનકડો ભાઈ જે લગભગ ત્રણેક વર્ષનો છે બંને સવારમાં ૭ વગ્યામાં આવીને કોલેજના ગ્રાઉન્ડમાંબંને મસ્ત મજાના રમત કરતા કરતા ને એક બીજાની મસ્તી કરતાકરતા બાળપણની મજા લેતાલેતાબૂકમાં ક ખ ગઘુટતાતા અને પેન્સીલથી લીટા તાણતા ને રમત કરતાતા.

આવી રીતે એ બંને ભાઈ ત્રણ દિવસ રોજ સવારમાં કોલેજ આવતા પછી ક્યારેક ક્યારેકકોલેજ પાસે મળી જાતો ત્યારે કહેતો કે પેન્સીલ પૂરી થઈ ગઈ છે લઈ દેને કે નોટબૂક જોઈએ છે.આ ઘટનાને એક વર્ષ જેટલુ થવા આવ્યુ પણ ચાર પાંચ મહિના પહેલા જયારે કોલેજ પાસે રસ્તામાં મળ્યોતોત્યારે એને મને સામેથી આવીને કિધુ કે હવે હું સરકારી નિશાળે ભણવા જાઉ છું.એમ તો હજી એ કોલેજની આજુબાજુ ઘણીવાર મળી જાય છે અને ત્યારે ફરીપાછુ કહે કે ઓલી માઝા પિવડાવને કે નોટબૂક લઈ દેને હવે તો મને કે કે કંપાસ લઈ દે.

મિત્રો તમારી સાથે પણ કયારેક ને કયારેક જરૂર આવુ બન્યુ હશે તેમને પૈસાની મદદ કરવાને બદલે એને સાચો રસ્તો બતાવો. કાશ શું ખબર કે તમે કરેલી એક નાનકડી મદદથી ભવિષ્યમાં એ કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી કોઈ મોટી પોસ્ટ પર પણ પોચી જાય.

કાશ એ ભવિષ્યના કોઈ એ.પી.જેઅબદુલ કલામ કે જે બાળપણના દિવસોમાં તેમના પિતા સાથે છાપા વેચવા જતા તથા એકદિવસ રેસ્ટોરન્ટમા કામ કરતા જેને આજે સમગ્ર દુનિયા ઓળખે છે એવા ફિલ્મમસ્ટાર રજનિકાંત કે અન્ય લોકો જેવા કે અમિતાભ બચ્ચન કે ઉધોગપતિ રતન ટાટા કે ગૂગલના CEO સુંદર પીચાઈ જેવી કોઈ વ્યક્તિ બની જાય.

ધન્યવાદ.

લેખક – ભાવિક એચ. ચૌહાણ (આદિપુર)

ટીપ્પણી