નાના મણકા તમારા જીવનની મોટી મોટી સમસ્યાઓને કરી દેશે out, જાણો આ ચમત્કારી મણકાના બ્રેસલેટ વિશે

આ વાત સનાતન સત્ય છે કે બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુમાં ઊર્જા હોય છે. આ વસ્તુ કોઈ જીવંત જીવ હોય કે નિર્જવ વસ્તુ. ધરતી પર મનુષ્ય હોય કે છોડ, પત્થર હોય કે માટી, દરેક વસ્તુ એક વિશિષ્ટ પ્રકારની ઊર્જા ધરાવે છે. આ ઊર્જા બે પ્રકારની હોય છે સકારાત્મક અને નકારાત્મક. કોઈ વસ્તુ કે વ્યક્તિ સકારાત્મક ઊર્જાથી છલોછલ હોય છે અથવા તો કોઈ નકારાત્મક ઊર્જાથી સભર હોય છે. આ બંને ઊર્જામાંથી જ્યારે નકારાત્મક ઊર્જા વધી જાય છે તો અનેક તકલીફો આવી પડે છે.

આ ઊર્જાને શોષવાની શક્તિ કેટલાક ઘટકોમાં હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અને ફેંગશૂઈમાં પણ નકારાત્મક ઊર્જાને દૂર કરતા કેટલાક તત્વો વિશે જાણકારી આપવામાં આવી છે. આ વસ્તુઓ ધારણ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને તેની સાથે જ દૂર થાય છે એ સમસ્યાઓ જે તે ઊર્જા વધવાના કારણે શરુ થઈ હોય છે.

ઘરમાં સુખ શાંતિ રહે તેવી ઈચ્છા તો દરેક વ્યક્તિની હોય છે પરંતુ નકારાત્મક ઊર્જા વધી જવાથી આ ઈચ્છા અધુરી રહી જાય છે. તેમાં પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે આવા સમયમાં શું કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પરત મળી શકે. ફેંગશૂઈમાં આ સમસ્યાનું સમાધાન આપવામાં આવ્યું છે. આ સમાધાન કરવાથી ધન, અન્ન, સારું સ્વાસ્થ સહિતની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

આ ઈચ્છા પૂર્ણ કરવા વ્યક્તિ એક જ વસ્તુ ધારણ કરવાની રહે છે. આ વસ્તુ છે લાકડાની બનેલું ખાસ બ્રેસલેટ અથવા તો માળા. આ વસ્તુઓ વ્યક્તિ પોતાની પાસે રાખી પણ શકે છે.

ઘણી વાર આપણે કામ કરવામાં કંટાળો આવે છે, દિવસભર મનમાં એક વિચિત્ર ઉદાસી રહે છે. ઘરના કોઈ કામમાં મન નથી લાગતું. માનસિક અસ્વસ્થતા રહે છે, ઘરમાં આર્થિક તંગી રહે છે. આ બધું જ ત્યારે થાય છે જ્યારે તમારી અંદર નકારાત્મક ઉર્જા વધી ગઈ હોય. આ ઊર્જા તમારી નોકરી, કારકિર્દી, નાણાકીય સ્થિતિ, કુટુંબની સ્થિતિને પણ અસર કરે છે. આવામાં તમારે આ બ્રેસલેટ પહેરવું જોઈએ.

તેને પહેરવાથી સમગ્ર શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેનાથી કાર્યક્ષમતામાં વધારો કરે છે. કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે. શરીરના અનેક રોગોથી મુક્તિ મળે છે. આ બ્રેસલેટ પહેરવાથી ઘરમાં ખુશહાલીનો માર્ગ ખુલી જાય છે. તેનું કારણ એક એ પણ છે કે આ મણકાનો ઉપયોગ તિબેટમાં ભિક્ષુ સાધુઓ પોતાની પૂજા અને આરાધનામાં કરે છે. આ બ્રેસલેટને ઓડ સંખ્યામાં પહેરવું જોઈએ. તમે આ બ્રેસલેટ કે માળાનો ઉપયોગ મંત્ર જાપ માટે પણ કરી શકો છો. તેને હંમેશા જમણા હાથમાં પહેરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ