નાનકડું દેખાતું લવિંગમાં ખૂબ ચમત્કારી ગુણ હોય છે.પાચનથી માંડીને દાંતો માટે આ ખૂબ લાભદાયક હોય છે.

લવિંગને એક ગુણકારી ઔષધી માનવામાં આવે છે.ચિકિત્સયી જરૂરતો માટે લવિંગનું તેલ અને તેની સુકાયેલી કળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ અનેક પ્રકારની બિમારીઓ માં લાભદાયક સિધ્ધ થાય છે. લવિંગમાં એન્ટિમાઈક્રોબિયલ, એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટિસેલ્ટિક ગુણ હોય છે. આ જ કારણે તેનો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં પણ કરવામાં આવે છે. એટલે આજ અમે તમને લવિંગનાં તેલથી થતા અમુક જાદુઈ ફાયદા વિશે જણાવીશું. તેનાથી તમે સ્વાસ્થયથી જોડાયેલી અનેક સમસ્યાઓ થી છૂટકારો મેળવી શકો છો આવો જાણીએ લવિંગનાં તેલનાં ફાયદાઓ.


લવિંગનાં તેલથી થાય છે 5 ચમત્કારી ફાયદાઓ ઈમ્યુનિટી કરે મજબૂત

ઈમ્યુનિટીને મજબૂત બનાવવા માટે લવિંગનું તેલ ખૂબ લાભદાયક માનવામાં આવે છે.તેમાં એન્ટિ ઓક્સિડેન્ટ રહેલા હોય છે જે શરીરમાં બિમારી ફેલાવવાવાળા કારકોને નષ્ટ કરી દે છે.લવિંગનું તેલ હ્દયની બિમારીમાં પણ લાભદાયક હોય છે.આ હ્દયની બિમારીનાં કારકોને જડમૂળથી ખતમ કરી દે છે.

સંક્રમણથી લડે


લવિંગમાં એન્ટિસેપ્ટિક ગુણ પણ હોય છે.એ ટલા માટે તેનું તેલ દાઝેલ-કપાયેલ અને ઈજાઓને બરાબર કરવામાં લાભદાયક હોય છે. આ ફંગલ ઈન્ફેક્શનમાં પણ કામ આવે છે.જો કોઈ જીવાતે તમને કરડી લીધું છે તો તેનું તેલ સંક્રમણ વધવાનાં જોખમને રોકી દે છે.તેલને સીધુ ઘા પર ન લગાવવું જોઈએ .એ તકલીફદાયક હોય શકે છે.એટલે લગાવતા પહેલા તેની અંદર બદામ કે નાળિયેરનું તેલ ઉમરી લેવું.

દાંતોને માટે ફાયદાકારક


દાંત માટે પણ લવિંગ ખૂબ લાભકારી માનવામાં આવે છે.તમે જોયું કે સાંભળ્યું હશે કે ટુથપેસ્ટમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે.આ દાંતોમાં છુપાયેલા કિટાણુથી લડે છે.એટલું જ નહિ,દાંતનાં દુખાવા અને મોંના અલ્સરથી પણ આ રાહત અપાવે છે.આ દાંતથી કિટાણુઓને પણ દૂર કરી દે છે.જો એક ગ્લાસ પાણીની અંદર એક ટીપું લવિંગનું તેલ નાખીને કોગળા કરવામાં આવે તો એ મોંની દુર્ગંધને દૂર કરવામાં ખૂબ લાભકારી હોય છે.

પાચન માટે લાભકારક


પ્રાચીન સમયથી લવિંગનો ઉપયોગ પાચન માટે કરવામાં આવી રહ્યો છે.તેની અંદર યૂગોનોલ નામનું તત્વ હોય છે જે ગેસ અને અપચ જેવી તકલીફને દૂર કરવામાં પ્રભાવી હોય છે.તેના સિવાય એડકી આવવા પર પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવી શકે છે.જો તમને જમવાનું જમ્યા બાદ પચવામાં તકલીફ થતી હોય તો એકવાર લવિંગનાં તેલનો ઉપયોગ જરૂર કરી જુઓ.

મુંહાસાને કરે દૂર


લંવિગનાં તેલમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે મુંહાસા એટલે કે ખીલ ઉત્પન્ન કરનાર જંતુઓને જડમૂળથી નષ્ટ કરીને ચહેરો સાફ અને ચમકદાર બનાવે છે.જાણકારી માટે જણાવી દઈએ કે જેટલા પણ ખીલ દૂર કરવાવાળા પ્રોડક્ટસ હોય છે તેની અંદર અમુક ટકા લવિંગનું તેલ ઉમેરવામાં આવે જ છે.


તો તમે જોયું એક નાનકડું લવિંગ તમને કેટલું કામ આવી શકે છે.જો તમે પણ ઉપર દર્શાવેલી કોઈ સમસ્યાથી તકલીફમાં છો તો એકવાર લવિંગનાં તેલનો ઉપયોગ કરી જરૂર જુઓ .પરિણામ જોઈને તમે આશ્ચર્યચકિત રહી જશો.