જલ્સા કરોને જેંતીલાલ

નાનકડી ટપુ સેના થઈ ગઈ છે મોટી ! જુઓ 11 વર્ષમાં કેટલી બદલાઈ છે ટપુ સેના

આપણે છેલ્લા 11 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા આવ્યા છીએ. એક ડેઈલી સોપ માટે આ સમયગાળો ખુબ જ લાંબો કહેવાય અને પોતાનામાં એક મોટો રેકોર્ડ કહેવાય. અને તારક મહેતાએ આવા તો કંઈ કેટલાએ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે.આ ધારાવાહિકના દરેક ચરિત્રો જાણે આપણી સામે જ મોટા થયા છે.

ઉદહારણ તરીકે ટપુસેના જ લઈ લો સાવ નાના ત્રીજા-ચોથામાં ભણતા એવા આ ટાબરિયાઓએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિઝમાં અભિનય કરવાનો શરૂ કર્યો હતો અને આજે અગિયાર વર્ષે આ બધા જ નાનકડા ભુલકાઓ મોટેરા થઈ ગયા છે યુવાન થઈ ગયા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેના દરેક ચરિત્રનો એક અલગ જ જાદુ દર્શકો પર રહ્યો છે. તેવું જ ટપુ સેનાનું છે. ટપુસેનાની લોકપ્રિયતા એટલી છે કે ઘણીવાર તારક મહેતામાં માત્ર ટપુસેના પર કેન્દ્રીત ઘણા બધા એપિસોડ તૈયાર કરવામાં આવ્યા છે જે સુપર હીટ રહ્યા છે. તો ચાલો જોઈએ કે આટલા વર્ષોમાં ટપૂસેનામાં કેટલું પરિવર્તન આવ્યું છે.

ટપુ એટલે કે ટીપેન્દ્ર ગડા એટલે કે ભવ્ય ગાંધી

તારક મહેતાનો પ્રથમ ટપુ એટલે કે ભવ્ય ગાંધી આ સીરીયલ સાથે ઘણા વર્ષો સુધી જોડાયેલો રહ્યો. પણ સમય જતાં બાળકોની પ્રાયોરિટી બદલાય છે. તેમના માટે કેરિયર બનાવવાના અન્ય દરવાજાઓ પણ ખુલે છે. અને તે જ તક ઝડપી લેવા ભવ્યએ સીરીયલને અલવિદા કહી દીધું હતું. અને અભિનય શિખવામાં પોતાની જાતને વ્યસ્ત કરી દીધી હતી.

તાજેતરમાં જ તેણે પોતાન સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાના નવા શોનો પ્રોમો શેયર કર્યો છે જેનું નામ છે સાદી કે સિયપ્પે. તે સાદીકે સિયપ્પે શો સાથે ટુંક જ સમયમાં ટીવીના પરદે પુનરાગમન કરી રહ્યો છે. તેની માતા સાથેની એક મુલાકાતમાં તેણીએ જણાવ્યું હતું કે તે ભવ્યને ફરી ટીવીના પરદા પર જોવા આતુર છે. માત્ર માતા જ નહીં પણ ભવ્યના ફેન્સ પણ તેને ફરીથી અભિનય ક્ષેત્રે જોવા આતુર છે.

સોનું એટલે કે ઝીલ મેહતા

ઝીલ ખુબ જ નાની ઉંમરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભીડે અને માધવીની દીકરીનું ચરીત્ર નિભાવવા જોડાઈ હતી. તેણે આ સિરિયલમાં લગભગ 14 વર્ષની થઈ ત્યાં સુધી કામ કર્યું. અને લોકોએ તેણીને ખુબ જ પ્રેમ આપ્યો.

પોતાના અભ્યાસ પર કેન્દ્રીત થવા માટે તેણીએ શોને ટાટા કહી દીધું હતું. હાલ તેણી વિદેશમાં પોતાનો અભ્યાસ કરી રહી છે. જો કે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા તેણી પોતાના ફેન્સના સંપર્કમાં તો આજે પણ છે.

નવી સોનું એટલે કે નિધિ ભાનુશાળી

જુની સોનુંના શો છોડી દીધા બાદ સોનુનું પાત્ર નિધિ ભાનુશાળી છેલ્લા કેટલાક વર્ષથી નિભાવી રહી છે. તેણે પણ જુની સોનુંની જેમ જ દર્શકોના હૃદયમાં ખુબ જ જલદી જગ્યા બનાવી લીધી હતી. અને આજે સોનું શબ્દ સાંભળતાં સ્વાભાવિક રીતે જ લોકોની આંખો સમક્ષ તેનો ચહેરો આવી જાય છે.

મળેલી માહિતી અનુસાર હાલ આ સોનું પણ શો છોડી રહી છે અને નવી શોનુની શોધ શરૂ થઈ ગઈ છે. જોઈએ હવે નવી સોનું તારક મહેતાના ફેન્સને કેટલી આકર્ષી શકે છે.

ગોલી એટલે કે કુશ શાહ

ગુલાબ કુમાર હંસરાજ હાથી, એટલે કે ડો. હંસરાજ હાથી અને કોમલ નો સુપુત્ર ગોલીનું પાત્ર પણ ખુબ જ લોકપ્રિય છે. ગોલુમોલુ ગોલીએ પોતાના પાત્રને અનુરુપ જ અભિનય આપીને લોકોને ખુબ જ મનોરંજન પુરુ પાડ્યું છે.

ગોલીએ પોતાના ગોળમટોળ દેખાવથી તો લોકો પર પોતાની એક અલગ છાપ છોડી જ છે પણ અવારનવાર જેઠાલાલને પરેશાન કરી કરીને તેણે દર્શકોને મનોરંજનનો ફુલ ડોઝ પણ આપ્યો છે. ગોલીનું મુળ નામ કુશ શાહ છે અને તે ભવ્ય ગાંધીનો કઝીન બ્રધર પણ છે. તારક મહેતા ઉપરાંત ગોલીએ ઘણી શોર્ટ ફીલ્મોમાં પણ કામ કર્યું છે.

ગોગી એટલે કે સમય શાહ

સિરિયલમાં પંજાબી ચરિત્ર નીભાવનાર રોશન સિંહ સોઢીના દીકરાનું પાત્ર ભજવનાર ગોગી ટપુ સેનામાં સૌથી નાનો હોવાથી તેણે ટપુસેનામાં ખુબ જ લાડથી રાખવામાં આવ્યો છે. છેલ્લા 11 વર્ષથી તે તારક મહેતા સાથે જોડાયેલો છે.

ગોલીએ પંજાબી પાત્ર એટલું સરસ રીતે ભજવી બતાવ્યું છે કે કોઈ કહી જ ન શકે કે તે મુળે ગુજરાતી છે. ગોગી પણ તારક મહેતા સાથે 8-9 વર્ષની ઉંમરે જોડાયેલો હતો હાલ તે 20 વર્ષનો થવા જઈ રહ્યો છે.

પિંકુ એટલે કે અઝહર શેખ

પિંકુનું પાત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક રહસ્યમયી પાત્ર છે. જેવી રીતે દયાભાભીની માતા કોણ છે કેવા દેખાય છે તેની કોઈ હીન્ટ દર્શકોને નથી તેવી જ રીતે પિંકુ કોનો દીકરો છે તે આજ સુધી સિરિયલમાં બતાવવામા આવ્યું નથી.

પિંકુ છેલ્લા ઘણા વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ સાથે જોડાયેલો છે પણ આ સિરિયલ ઉપરાંત તેણે આજાઓ પ્લીઝ ફિલ્મમાં એક નાનકડો રોલ પણ નિભાવ્યો હતો. આજે તેણે પણ યુવાનીમાં પગ મુકી દીધો છે અને એક હેન્ડસમ યુવાન તરીકે ઉભરી આવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું પેકઅપ નજીકના ભવિષ્યમાં તો ક્યાંય દેખાઈ નથી રહ્યું. માટે સીરીયલના એપિસોડની સાથે સાથે તેના ચરિત્રોની પણ ઉંમર વધતી જોઈ શકાય છે. અને જો સિરિયલ હજુ વધારે 10 વર્ષ ખેંચી નાખે તો તમે તેમાંના યુવાન ચરિત્રેને વૃદ્ધ થતાં પણ નિહાળી શકશો તેમાં કોઈ જ નવાઈ નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version