નાના પાટેકર : ખેડૂતોને મદદ કરવા સાથે સાથે કરે છે એક્ટિંગ વાંચો તેમના જીવનની રસપ્રદ વાતો…

ફિલ્મોની દુનિયામાં હંમેશા એ ધારણા હોય છે કે સ્ક્રીનમાં દેખાવાવાળા અભિનેતા એ બહુ હેન્ડસમ હોય. ગોરો રંગ હોય તેનું શરીર બોડીબિલ્ડર જેવું હોય. બોલીવુડમાં એક સમય સુધી આવા જ અભિનેતા ને માનતા હતા. પણ ઓમપુરી, નસરુદ્ધીન શાહ અને નાના પાટેકરની જયારે એન્ટ્રી થઇ ત્યારે અભિનેતા સાથે જોડાયેલ આ સારા દેખાવની ધારણાઓ તૂટી ગઈ. નાના પાટેકર પણ એ સમયે હીરો બનવા માટેના માપદંડમાં ફીટ નહોતા બેઠા.

પણ તેમની એક્ટિંગ અને દમદાર અવાજનું જે મિશ્રણ હતું તેનાથી તેમને એક અલગ ઓળખાણ મળી. અંકુશ, પ્રહાર, યશવંત જેવું ફિલ્મોમાં તેમના કિરદારમાં એક આક્રોશ એક ક્રાંતિ જોવા મળી. આવો તમને આજે તેમના જીવનની કેટલીક જાણી અજાણી વાતો જણાવીએ.

નાના પાટેકરનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૫૧માં મુંબઈમાં થયો હતો. તેમના અસલ જીવનની વાત કરીએ તો તેઓ એક ગરીબ પરિવારથી આવે છે. તેમના જીવનમાં તેમણે ઘણી ગરીબી જોઈ છે. નાના એ પોતનું ભરણપોષણ કરવા માટે જિબ્રા ક્રોસિંગ અને ફિલ્મોના પોસ્ટરો પેન્ટ પણ કર્યા હતા. તેઓ એક જગ્યાએ પાર્ટ ટાઈમ જોબ કરતા હતા જ્યાં તેમને એક દિવસના ૩૫ રૂપિયા વેતન મળતું અને એક દિવસનું ભોજન મળતું હતું.

નાના પાટેકરનો સ્વભાવ એ બહુ કડક માનવામાં આવે છે જેનું એક ઉદાહરણ છે કે પ્રહાર ફિલ્મની શુટિંગ માટે તેમણે ૩ વર્ષ સુધી આર્મીની ટ્રેનીગ લીધી હતી. એટલા માટે તેમને કેપ્ટનની રેન્ક પણ મળી હતી.

બહુ ઓછા લોકોને ખબર હશે પણ નાના એ એક સારા રસોઈયા પણ છે. તેમને અલગ અલગ પ્રકારનું ભોજન બનાવવું પસંદ છે અને તેઓ અવારનવાર ભોજન સાથે પ્રયોગો કરતા હોય છે. આટલું જ નહિ પોતાની પાર્ટીઓમાં તેઓ જાતે જ મહેમાનો માટે ખાવાનું બનાવે છે અને પીરસે પણ છે.

નાના પાટેકર એક ખેડૂત પણ છે તેઓ જાતેજ ફાર્મિંગ કરવાનું પસંદ કરે છે જ્યાં તેઓ ઘઉં અને ચોખા ઉગાડે છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને મદદ કરવા માટે તેઓ હંમેશા આગળ આવતા હોય છે. મહારાષ્ટ્રમાં તેમને ઘણું સન્માન આપવામાં આવે છે. તેઓના ખેતીના જે પૈસા આવે છે તેનાથી તેઓ ખેડૂતોની મદદ કરે છે.

ફિલ્મોની વાતો કરીએ તો તેઓ લગભગ ૪ દસકા પહેલા કામ કરતા થયા. આ દરમિયાન તેમના અભિનયના દરેક રૂપ તેમણે દર્શકો સામે મુક્યા હતા. તેઓના સંજીદા કિરદાર હોય કે પછી કોમેડી, તેઓનો રોમાન્સ હોય કે નેગેટીવ રોલ હોય તેમના દરેક કિરદાર તેઓએ બખૂબી નિભાવ્યા છે. તેમને પદ્મશ્રી, નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ પણ મળેલ છે.

થોડા સમય પહેલા તેઓની પર તનુશ્રી દત્તાએ મી ટુ મુવમેન્ટ અંતર્ગત યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. નાના આ વિષયમાં પોતાની સફાઈ દઈ દીધી હતી અને અત્યારે આ કેસ કોર્ટમાં છે.