જલ્સા કરોને જેંતીલાલ

નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક મિત્રોના કપડા પર ક્યારેક તો ડાઘ લાગી જતા હશે તો હવે મૂંઝાશો નહિ સેવ કરીલો આ પોસ્ટ…

મનગમતાં કપડા પર ડાઘ પડે તો કોઈને પણ ન ગમે. જો કે કપડા પર લાગેલા ડાઘને સરળતાથી દૂર પણ કરી શકાય છે. તેના માટે જરૂરી હોય છે કે તમને ડાઘ કેમ કાઢવો તેની જાણકારી હોય. જો કપડા પર લાગેલા ડાઘને તે સૂકાઇ જાય તે પહેલા સાફ કરી દેવા જોઈએ. આ ડાઘ કેવી રીતે સાફ કરવા અને કઈ કઈ વસ્તુથી સાફ કરવા તે અંગે જાણી લો આજે તમે.

ટુથપેસ્ટ


કપડા પરના ડાઘને ટુથપેસ્ટ દ્વારા કાઢી શકાય છે. કપડાના જે ભાગમાં ડાઘ લાગ્યો હોય તેને ભીનું કરી અને તેના પર ટુથપેસ્ટ લગાવી દેવી. કપડા પર ટુથપેસ્ટને 10 મિનિટ સુધી રાખવી અને પછી તેને સાફ કરી દેવું. કપડું પહેલા જેવું જ થઈ જશે.

દહીં


દહીંનો ઉપયોગ કરીને પણ કપડામાંથી રંગ કાઢી શકાય છે. કપડાને પલાળી તેના પર દહીં લગાવી દેવું. ત્યારપછી તેને ડિટર્જંટથી સાફ કરવું. ડાઘ નીકળી જશે.

સેન્ડ પેપર


સેન્ડ પેપરનો ઉપયોગ સામાન્ય રીતે વસ્તુઓ સાફ કરવા માટે થતો હોય છે. પરંતુ આ પેપર કપડા પરના ડાઘને પણ દૂર કરી શકે છે. કપડા પર જ્યાં ડાઘ હોય ત્યાં સેન્ડ પેપરને થોડીવાર ઘસવું અને પછી તેને સાફ કરી દેવું.

કોર્ન સ્ટાર્ચ


કોર્ન સ્ટાર્ચને દૂધમાં મીક્સ કરી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને કપડા પર જ્યાં ડાઘ હોય ત્યાં લગાવવી અને પછી તેને ઘસીને કાઢી નાંખવી. પેસ્ટને કાઢતી વખતે બ્રશનો ઉપયોગ કરવો.

વિનેગર


કપડા પરથી ડાઘ દૂર કરવા માટે વિનેગર પણ લાભકારક સાબિત થાય છે. 1 કપ વિનેગરમાં કપડાનો એ ભાગ પલાળી દેવો જ્યાં ડાઘ હોય. થોડીવાર પછી કપડાને સાબુથી સાબુથી ધોઈ લેવું.


લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી નાની નાની ઉપયોગી ટીપ્સ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version