નાન ખટાઈ , નાના મોટા સૌને ભાવતા એવા બિસ્કિટ છે જે એકદમ સોફ્ટ હોય છે અને સરળતા થી બનાવી શકાય છે. નાસ્તા માં કે તહેવારો માં સ્નેહીજનો ને ગિફ્ટ આપવા માટે ઉત્તમ છે.
આ નાન ખટાઈ બનાવવા ની ઘણી રીતો છે. જેમ કે મેંદા ની , ઘઉં ની , બેસન વાળી , રવા વાળી, દહીં વાળી વિગેરે વિગેરે. આજે આપણે અહીં જે રીત જોઈશું એ જુના જમાના ની બેકરી સ્ટાઇલ છે. સ્વાદ માં ખૂબ જ સરસ અને બસ ઘર માં જ મળી રહેતી સામગ્રી માંથી બનશે.
આ રેસિપી માં કોઈ પણ જાત નો બેકિંગ સોડા કે બેકિંગ પાવડર નો ઉપયોગ નથી કર્યો, તોય નાન ખટાઈ એકદમ પરફેક્ટ પોચી અને ક્રિસ્પી બનશે..હું અહી ઓવન માં અને પ્રેશર કુકર માં એમ બંને રીત બતાવીશ જેથી કરી આપ સૌ ને ઉપયોગી થઈ શકે.
સામગ્રી:
1 વાડકો મેંદો
1/4 વાડકો ચણા નો લોટ
2 મોટી ચમચી રવો
1/2 વાડકો દાણાદાર ઘી
1/2 વાડકો ખાંડ નો ભૂકો
1/2 ચમચી ઈલાયચી ભૂકો
થોડો પિસ્તા નો અધકચરો ભૂકો, સજાવટ માટે
રીત ::
દરેક સામગ્રી ને તૈયાર કરી લો. ઓવન ને 200C પર પ્રિહિટ કરવા મૂકી દો. અને જેઓ કુકર માં બનાવવા ના છે એમણે એલ્યુમિનિયમ નું જાડું તળિયા વાળું કુકર એકદમ ધીમી આંચ પર ગરમ મૂકવું.
હવે ખાંડ ના ભૂકો અને ઘી સરસ હાથ થી ફેંટો. આમ કરવા થી ઘી એકદમ ફુલશે અને હલકું લાગશે.. હવે આ ઘી અને ખાંડ ના મિશ્રણ માં લોટ નું મિશ્રણ ઉમેરો..
કુકર માં બનાવવા માટે – આગળ જણાવ્યા મુજબ એલ્યુમિનિયમ ના જાડા તળિયા વાળા કુકર ને ગરમ કરી લો. નીચે આપ મીઠું નાખી શકો.
રસોઈની રાણી : રૂચી શાહ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.