મિત્રો, ચોકલેટ, નામ સાંભળતા જ આપણા બધાના મૌ માં પાણી આવી જાય છે. અને આજ-કાલ તો માર્કેટમાં જાત-જાતની અને ભાત-ભાતની, નાની-મોટી, ખાટી-મીઠી એટ્રેકટીવ ચોકલેટ્સ અવેઇલેબલ છે તો બાળકો કેમ ના આવી ચોકલેટ્સથી આકર્ષાય? બાળકોને તો ચોકલેટ્સ ખાવાના બહાના જ જોઈએ. અરે બાળકો શું? ચોકલેટ્સ જોઈને મોટા ની પણ જીભ લલચાતી હોય છે. પણ આ ચોકલેટ્સ ખુબ જ મોંઘીડાઢ હોય આવે છે, માટે જ આજે હું ખુબ જ સરળ રીતથી ચોકલેટ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું, જેથી ઘરે જ બનાવીને બાળકોને ખુશ કરી શકાય એ પણ ઓછા બજેટમાં.
સામગ્રી :
500 ગ્રામ ચોકો સ્લેબ ( કોઈપણ બ્રાન્ડ ),
2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર,
2 ટેબલ સ્પૂન કોકોનટ પાવડર,
2 ટેબલ સ્પૂન ખાંડ ,
2 ટેબલ સ્પૂન ઘી,
થોડા ડ્રાયફ્રૂટ્સ.
તૈયારી :
ચોલો સ્લેબનાં નાના ટુકડા કરી લેવા.
ખાંડનો પાવડર બનાવી લેવો.
ડ્રાયફ્રૂટ્સની કાતરી કરી લેવી.
રીત :
1) સૌ પ્રથમ એક તપેલીમાં થોડું પાણી લઇ ગરમ કરો. પાણી ઉકળી જાય એટલે તપેલી પર તેના માપનું બાઉલ મુકો. બાઉલમાં ચોકો સ્લેબનાં નાના-નાના ટુકડાઓ મુકો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખી સ્લેબને મેલ્ટ થવા દો. લગભગ વીસેક મિનિટ્સમાં સ્લેબ સરસ મેલ્ટ થઇ જાય છે.
નોંધ :
* મેં અમૂલનો મિલ્કી ચોકો સ્લેબ યુઝ કર્યો છે, કોઈપણ બ્રાન્ડનો સ્લેબ લઇ શકાય.
* માર્કેટમાં વાઈટ, ડાર્ક તેમજ એક્સ્ટ્રા ડાર્ક ચોકો સ્લેબ મળે છે, કોઈપણ લઇ શકાય તેમજ બે ફ્લેવર મિક્સ કરીને પણ બનાવી શકાય.
આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :
રસોઈની રાણી: અલકા સોરઠીયા (રાજકોટ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો...જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે...
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
- તમારો જેંતીલાલ