જુહી – નામ પ્રમાણેના જ ગુણ છે આ બાળકીમાં, પરિવારના દરેક સભ્ય કરે છે ગર્વ, વાંચો ૧૧ વર્ષની ઉંમરે એવું તો શું કાર્ય કર્યું આ દિકરીએ…

ખૂબ જ નાની ઉંમરમાં શોહરતભરી લાઈફ જીવવી અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવું એ થોડું આશ્ચર્યજનક છે. આ જેને મળે છે તેનું જનૂન જ અલગ હોય છે. કુદરતે આપેલી એક ગિફ્ટ હોય છે કે સાવ સમજણ શક્તિ આવે એ પહેલા જ લાઈમ લાઇટમાં આવી જવું. આ ગિફ્ટ બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. આજે એવા જ ગુજરાતી બાલકલાકારની વાત કરવાની છે જેની ઈચ્છા શક્તિ ખૂબ જ પ્રબળ છે.તે આટલી નાની ઉંમરના લોકોના મન જીતીને અઢળક પ્રશંસા મેળવી રહી છે. જેનો પ્રભાવ આજે ચમક દમક દુનિયામાં પણ જોવા મળી રહ્યો છે એવી ગુજરાતની આ નાનકડી જૂહીની વાત આજે અમે કરવા જઈ રહયા છીએ.જુહીની વાત કરતાં જુહીના મમ્મી જણાવે છે કે, મારી દીકરી માત્ર 11 વર્ષની છે, પરંતુ તેની સમજણ તેને વારસામાં મળી છે તેની દાદી અને નાની પાસેથી. મારી દીકરી એટલી બધી સમજદાર છે કે, દીકરી વિષે કહેવાય છે ને કે, દીકરીને જે પણ આપવું હોય તે નાનપણમાં જ તેના લગ્ન પહેલા બધુ જ આપી છૂટવું, જો એકવાર તે પિયરથી વિદાય થાય કે તરત જ કાઇપણ આપશો તો પણ કહેશે કે , “ આટલું બધુ કેમ લાવ્યા ? “ દીકરી એટલે કંકુ કન્યા એમ જ નથી કહેવાયું સાહેબ….મારી નાનકડી, વહાલી દીકરી નાનપણથી જ એટલી સમજદાર છે. હું અને મારા હસબન્ડ બંને જોબ કરીએ છીએ. જુહી આખો દિવસ એના દાદી સાથે જ રહેતી હતી. માત્ર 7 વર્ષની હતી ત્યારે તેના દાદીનું કેન્સર જેવી જીવલેણ બીમારીના કરાણે મૃત્યુ થયું હતું. ત્યારબાદ જુહી એટલી બધી સમજુ બની ગઈ કે એ તેના દાદાનું અને તેની નાની બહેનનું ખૂબ જ ધ્યાન રાખે. નાની વાતની કાળજી રાખે.મને અને મારા હસબન્ડને તો મારી દીકરીની આટલી બધી સમજણ જોઈને નવાઈ જ લાગતી. અમે બંને બેઠા હોઈએ ત્યારે જુહીની વાત કરીએ તો એવું જ લાગે કે જેવુ નામ છે એવા જ ગુણ છે અને એવી જ સુવાસ આખા ઘરમાં પ્રસરાવે છે. જુહી એટલું તો સમજે છે કે મારા મમ્મી, પપ્પા બને જોબ કરે છે. અને હાલ આ મોંઘવારીમાં બંનેનું કમાવવું પણ સ્વાભાવિક છે. એટ્લે એ તેનું તો ધ્યાન રાખે જ છેસાથે સાથે મારી નાની દીકરી સિયાની પણ દરેક વાતે કાળજી રાખે છે. બંને બહેનો સંપીને ઘરને સંભાળે છે એમ કહું તો પણ કશું જ ખોટું નથી. કેમકે, હું ને મારા હસબન્ડ તો માત્ર દિવસની થોડી કલાક જ ઘરે હોઈએ છીએ. આખો દિવસ તો નોકરી અર્થે બહાર જ રહીએ છીએ.આ તો વાત હતી ઘરની. જો જુહીના કરિયરની વાત કરીએ તો એ જેટલી સરળતાથી ઘરમાં રહે છે. એટલી જ સરળતાથી તે તેની કરિયરને પણ ચમકાવે છે. એ ખૂબ જ પ્રતિભાશાળી અને હોશિયાર છે. એક મેઘાવી પ્રતિભા ધરાવે છે. વર્ષ 2018 માં યોજાયેલ ગરવી ગુજરાતણમાં કિડ્સ કેટેગરીમાં જુહી પ્રથમ ક્રમાંકે પ્રિન્સેસ રહી ચૂકી છે. ત્યારબાદ 2019 માં યોજાયેલ ગુજરાત ટોપ મોડેલનો ખિતાબ તે બીજા નંબરે રહી ને જીતી ચૂકી છે. માત્ર 11 વર્ષની મારી દીકરી છે. પણ તેની કરિયર, તેનો અભ્યાસ, ઘરમાં મમ્મીને હેલ્પ કરવી, દાદા અને નાની બહેનનું ધ્યાન રાખવું વગેરે જવાબદારીમાં અવ્વલ છે. જેનો મને ગર્વ છે. કે હું એક નહી પણ બે બે દીકરીઓની મા છુ. સવારે જુહી અને સિયા સ્કૂલે જાય. પછી 8 :30 વાગે અમે બંને ઓફિસ જતાં રહીએ છીએ. પછી બંને બહેનો એકસાથે 12:30 વાગ્યાની આસપાસ સ્કૂલેથી આવ્યા પછી, તે તેની નાની બહેનને સાચવીને નજીકમાં જ આવેલા બેબીકેરમા મૂકી આવે છે અને પછી ફ્લેટમાથી જ બંધાવેલ ટિફિનમાંથી જુહી તેમાંથી જ જુહી તેના દાદાને જમાડે છે અને તે પણ જમે છે. દાદાને આંખની તકલીફના કારણે બિલકુલ દેખાતું નથી. તો જુહી દાદાની હરેક વાતની કાળજી લે છે. સાથે સાથે પોતાના હોમવર્કનું પણ એટલું જ ધ્યાન રાખે છે, એક દિવસ પણ તે તેના અભ્યાસ પ્રત્યે બેદરકાર રહેતી નથી. દાદા સૂઈ જાય પછી પોતાનો અભ્યાસ કરવા બેસી જાય છે ને સાંજે 6 વાગ્યાની આસપાસ દાદાને ઉઠાડી તે તેના ટ્યુશન કલાસમાં જાય છે,આમ જુહી રાતના 8 :30 વાગે ટ્યુશનથી આવી ને 10 : 30 વાગ્યે જમીને સૂઈ જાય છે. આમ તો અમે બને દીકરીઓ સાથે દિવસના માત્ર 3 કલાકથી વધારે નથી રહી શકતા. પરંતુ દીકરી પહેલેથી જ એટલી સમજદાર હોય છે કે એ સમય અનુસાર આપોઆપ બધુ જ સમજી ને એ પરિસ્થિતીમાં ઢળી જાય છે. જે મને અનુભવ છે. એ હું તમારા સૌની સાથે શેર કરી રહી છુ. હું એક નહી પણ આવી જ સમજદાર બે બે દીકરીઓની માતા છુ એનો મને ગર્વ છે. અને સાથે સાથે ભગવાનની આભારી પણ છુ જેમણે મને આવી પ્રેમાળ અને સમજદાર દીકરીઓની માતા બનાવી.

લેખન : જુહીની મમ્મી,

દરેક ગુજરાતી મિત્ર પાસે આ દિકરીની આ સફળતા પહોંચવી જોઈએ, એક શેર તો કરી જ શકીએ.