નજર લાગવાની વાતમાં કેટલું સત્ય જાણો આજે….

જ્યારે જ્યારે આપણી સાથે ખરાબ ઘટનાઓ બને છે ત્યારે ત્યારે ઘરના વડીલો કહે છે કે નજર લાગી ગઈ છે. પરંતુ શું ખરેખર આ પ્રકારની ઘટનાઓ નજર લાગવાના કારણે બને છે ? તો ચાલો આજે જાણો કે ખરેખર નજર લાગવાની વાતમાં કેટલું તથ્ય હોય છે.

આપણા સૌની આસપાસ ત્રણ પ્રકારની ઉર્જા હોય છે. સકારાત્મક, નકારાત્મક અને ઉદાસીન. આ ત્રણમાંથી તમે સૌથી વધારે બે પ્રકારની ઉર્જા વિશે જ સાંભળ્યું હશે. આજે ત્રણ પ્રકારની ઉર્જા વિશે જાણી લો. આ ત્રણ પ્રકારની ઉર્જા વ્યક્તિની બોલચાલ, શક્તિ અને વિચારથી બને છે. જ્યારે અન્યની નકારાત્મકતા વ્યક્તિની પોતાની ઉર્જા પર હાવિ થવા લાગે છે ત્યારે બનતી ઘટનાને નજર લાગવાની ઘટના કહેવામાં આવે છે.

આવી સ્થિતીમાં વ્યક્તિની સકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘટી જાય છે અને તે પોતે અસ્વસ્થ અનુભવ કરે છે. કોઈ વ્યક્તિ સાથે અન્ય ખરાબ ઘટનાઓ બનવા લાગે છે અને તેના કારણે તે સતત ખરાબ વિચારો કરવા લાગે છે અને તેની સ્થિતી વધારે બગડવા લાગે છે. જ્યારે આવી કોઈ સ્થિતી તમારા જીવનમાં સર્જાય તો નીચે આપેલા ઉપાયો અમલમાં મુકી શકાય છે.

ખરાબ નજરથી બચવા કરો આ ઉપાય

– માથામાંથી થોડા વાળ કાપી અને નદીમાં પધરાવી દેવા.

– નહાવાના પાણીમાં કેવડાનું અત્તર ઉમેરવું.

– ચંદનનો પ્રયોગ કરવો. ચાંદલો કરવાથી પણ લાભ થાય છે.

આ ઉપાય કરવા ઉપરાંત ઘરમાં સાફ-સફાઈ રાખવી અને સવારે-સાંજે ગાયના ઘીનો દીવો કરવો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને માહિતીસભર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ