એક નજર – એક અર્ધ અંધ યુવાન અને એક સુંદર યુવતીની પ્રેમકહાની…

જીગી બારી માં શુ જોયા કરે છે????જયારે હોય ત્યારે બારી માં જ ઉભી થઇ જાય છે!!!આ શબ્દ હતા જીગીની મમ્મી ના જે એને રોજ બારીમાં જોતી અટકાવે પણ જીગી માને થોડી આતો જુવાનીનું આકર્ષન એટલે કોઇથી પણ રોકે રુકે ના જીગી કોલેજ ના પેહલા વર્ષ માં છે અને જીગી જે બારી માં જોઇ રહે છે ત્યાં એક છોકરો આવ્યો છે જે એનાજ ઘરની સામે રહે છે અને જીગી એક દિવસ એને કોલેજ માં જોઈ લે છે અને સાંજે ઘરે આવે છે ત્યારે એજ છોકરો એને એની બારીમાંથી દેખાય છે બસ જીગી ત્યારથી એની દીવાની છે જીગી રોજ બારીમાં ઉભી રહે અને મન માં વિચારે એક નજર તો કર..
પણ પેલો છોકરો જીગી સામું નજર જ નથી કરતો પણ જીગી એનું રોજનું બારીમાં નજર કરવાનું ચાલુજ રાખે છે હવે જીગી એને કોલેજ માં પણ શોધે છે ક્યાં હશે ???શુ ભણતો હશે???ક્યાં શોધું પણ જીગી એ છોકરાને ના મળતા નિરાશ થઈ ઘરે આવે છે અને એજ રુટિંગ પ્રમાણે જીગી બારીમાં ઉભી છે પણ આજે એ બારી ખુલતી નથી પેલો છોકરો દેખાતો નથી અને જીગી આકુળ વ્યાકુળ થઈ જાય છે પણ કંઈજ કરી શકતી નથી પણ મનમાં એનાજ વિચાર કરે છે ક્યાં ગયો હશે ???? અને જીગી એ અફસોસ સાથે રોજ કોલેજ અને ઘરે બારીમાં તેનો ઇન્તજાર કરે છે અને એક દિવસ કોલેજ ના એન્યુઅલ ડે મા બધા ગીત ગાવાના હોય છે પણ જીગી નો મૂડ નથી એટલે એ પાર્ટ લેવાનું ના પાડે છે પણ એના મિત્રો ના આગ્રહ થઈ એ એન્યુઅલ ડે જોવા જાય છે અને જેવો પ્રોગ્રામ શરૂ થાય છે ત્યાં એક નામ બોલય છે આકાશ મલ્હોત્રા જે આપણી વચ્ચે એમનું ગીત રજૂ કરેશે આકાશ નો પરિચય એટલોજ છે કે એ આપણી કોલેજ નો છેલ્લા વર્ષ નો વિધાર્થી છે અને ભણવામાં હોશિયાર વિવેકી પણ આકાશ ને એક એવો રોગ છે જે ધીરે ધીરે એની આંખોની રોશની જતી રહેશે.. અને આકાશ એના કુદરતી અવાજ સાથે આજે આપળને એક સરસ મજાનું ગીત સંભળાવશે અને ત્યાંજ…….
આકાશ “કિસી નજર કો તેરા ઇંતજાર આજ ભી હે” એ ગીત ગાતો સ્ટેજ પર એન્ટ્રી કરે છે અને ત્યાંજ જીગી ખુરશી માંથી ઉભી થઇ જાય છે અરે આતો એજ મારી સામે રહેતો બારી વાળો….અને જીગી વિચારે છે એને કેવી રીતે ખબર કે હું એનેજ જોવા બારી માં ઉભી રહું છું કદાચ આ એટલેજ આ ગીત ગાતો હશે.?..અને જીગી જેવું ગીત પતે છે એવી તરત બેક સ્ટેજ જઈ આકાશ ને મળે છે અને કહે છે આકાશ હું જીગી …..
જીગીશ મારુ નામ હું તમારા ફ્લેટ ની સામે જ રહુ છૂ અને ઘણા વખત થી તમને જોવ છું પણ હમણાં ના તમે દેખાતા નથી અને કોલેજ પણ આજેજ આવ્યા અને મને તો તમારું નામ પણ ખબર નથી તો હું તમને શોધું પણ કેવી રીતે !
અને ત્યાંજ આકાશ કહે છે જીગી મને ખબર છે તું મને શોધે છે અને જીગી આજે આ ગીત પણ મેં તારી માટેજ ગાયું છે ..પણ જીગી જે નજરનો તને ઇન્તજાર છે એ નજરો હવે બહુ દિવસ બધું જોઈ શકવાની નથી જીગી આ આંખોની રોશની ક્યારે જતી રહેશે કહેવાય નહીં અને હું કોઈ પણ છોકરીને મારી સાથે દુઃખી થતા ના જોઈ શકું બાકી મને પણ ખબર છે કે તું મને રોજ બારીમાંથી જોવે છે પણ આજ કારણે મેં ક્યારેય તારા તરફ જોવાની હિમ્મત નથી કરી મારા શરીર ની સુંદરતા મારી આંખો વગર અધૂરી છે એટલે હું બધી છોકરી ઓ થી દુર રહું છું કે મારી સુંદરતા જોઈ કોઈ મને લાચારીથી પ્રેમ ના કરે.
અને ત્યાંજ જીગી આકાશનો હાથ પોતાના હાથમાં લઈ કહે છે આકાશ મેં તને પેહલી નજરથીજ પ્રેમ કર્યો છે અને હું બીજા કોઈ પુરુષ વિશે વિચારીજ ના શકું આકાશ તારી આંખોની રોશની જતી રહેશે ત્યારે હું તારી આંખો બનીશ મને દુનિયા અને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી બસ તું ભણવાનું પૂરું કરી તારા ગાવાના ફિલ્ડ માં આગળ જા અને બધે હું તારી પરછાઈ બની તારી જોડે રહીશ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી દુનિયા જો આકાશ પછી હું તને મારી આંખોથી દુનિયા બતાવીશ અને આપણે એક સરસ જિંદગી જીવીશું.
આકાશ કહે છે વિચારી લેજે એક આંધળા સાથે જિંદીગી કાઢવાની છે તારા ઘરના મારા માટે હા પાડશે ?? અને જીગી કહે છે તું ચિંતા ના કર એ બધું થઈ જશે બસ હવે તું એ વિચાર તારા જીવનમાં રોશનિજ રોશની છે અને જીગી ઘરે આવે છે અને આજે બારીમાં નથી ઉભી એટલે એની મમ્મી વિચારે છે આજે આકેમ બારી પાસે જતી નથી અને જીગી પોતાની માં ને બેસાડી એક વાત કરે છે માં કદાચ ભાઈ ની આંખો જતી રહેવાની હોય અને ભાઈ બહુ મોટો ગાયક કે બહુ સારો માણસ બને તો કોઈ સારી છોકરી ભાઈ સાથે લગ્ન કરે તો તું શું વિચારે?????
અરે એનાથી રૂડું શુ હોય મારા દિકરાને આવી સરસ છોકરી મળે અને મારા દીકરાની જિંદગી બની જાય પણ તું આવું બધું મને કેમ કહે છે???માં એટલે કે મેં જે છોકરો પસંદ કર્યો છે એ આવોજ છે પેલો બારી વાળો અને માં એકજ વાત કહે છે વિચારી લેજે બેટા તારી જિંદગી નો સવાલ છે અને જીગી કહે છે મેં વિચારી લીઘુ માં હું દુઃખી નથી થવાની આકાશ બહુ સારો છોકરો છે અને એ આકાશને ઘરે બોલાવે છે આટલા સુંદર છોકરાને આવી બીમારી છે અને માં એવું વિચારે છે કે કદાચ આવી બીમારી મારી દીકરીને હોત અને એનો કોઈ હાથ માંગે તો શું હું ના પાડું અને જીગી ની માં જીગી નો હાથ આકાશ ના હાથ માં આપે છે.
અને ત્યાંજ જીગી ના પપ્પા અને એના દાદી બહાર આવે છે અને કહે છે બેટા તારો નિર્ણય બરાબર છે અને દાદી કહે છે બેટા તે કોઈનું જીવન સાર્થક કર્યું છે એટલે આજે હું જાહેર કરું છું કે મારા માર્યા પછી મારી આંખો જો કોઇના કામ માં આવે તો મારા આકાશ ને આપજો જેથી મારા જેવીને જીવન માં કંઈક સારું કર્યા નો આનંદ થશે અને કોઈક નો દિકરો. આ દુનિયાને જોઈ શકે…….અને બધાએ દાદીના આ નિર્ણય ને વધાવી લીધો અને આકાશ અને જીગી એક થઈ ગયા.
લેખક : નયના નરેશ પટેલ.
અદ્ભુત પરિવાર અને અદ્ભુત નિર્ણય એ દિકરીનો.. તમારા વિચારો જણાવજો.