આ 3 વારે નખ-વાળ કાપવાથી થાય છે મનદુખ, સાથે દરિદ્રતા આવે છે ઘરમાં

અઠવાડિયામાં અમુક વાર એવા છે કે તે દિવસે વાળ ન કપાય કે નખ ન કપાય. જેમ કે, મંગળવારે તો કેટલાક હેરસલૂન પણ બંધ હોય છે. એવું જ શનિવારે પણ હોય છે.

મોટા ભાગના લોકો આ દિવસે વાળ કે નખ નથી કપાવતા

image source

સામાન્ય રીતે જ નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ અને પછી તેને અનુસરતા પણ આવ્યા છીએ કે, મંગળવાર, ગુરૂવાર અને શનિવારે નાખ કે વાળ કાપવા નહીં. અને મોટા ભાગના લોકો આ દિવસે વાળ કે નખ નથી કપાવતા. પરંપરા કે આપણા વડવાઓના કહ્યા અનુસાર આપણે પણ તેને ફોલો કરતા હોઈએ છીએ.

એ દિવસે હેરસ્ટાઈલસ પણ રાખે છે રજા

image source

કેટલાક સલૂન, સ્પા કે બ્યુટીપાર્લર તો ખુદ આ દિવસોમાં રજા આપી દે છે. કેટલાક હેરસ્ટાઈલીસ્ટ પણ આ દિવસે રજા રાખી દે છે. ત્યારે સામાન્ય રીતે એમ થાય કે આ જ દિવસોમાં કેમ વાળ કે નખ ન કપાવી શકાય?

શું કહે છે શાસ્ત્રો?

image source

શાસ્ત્રોના જણાવ્યાનુંસાર હિન્દુ ધર્મમાં અઠવાડિયાના કેટલાક દિવસ એવા છે જેમાં નખ કે વાળનું કપાવવુંઅશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોનું લોજીક એવું છે કે આ દિવસોમાં નખ કે વાળ કાપવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. અને એ નેગેટીવીટી ટાળવા નખ અને વાળ કાપવાનું ટાળવું જોઈએ.

મંગળવારે નખ કાપવાથી મનદુખ થાય

મંગળવારે નખ કાપવાથી ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડો અને મનદુખ થાય છે. વળી શરીરમાં રક્ત સંબધી રોગો પણ થઈ શકે છે. મંગળવારે વાળ કપાવવાથી લક્ષ્મીનો ક્ષય થાય છે. ઘરમાં ગરીબી કુંડળી મારીને બેસી જાય છે. જેની કુંડળીમાં મંગળ નબળો હોય તેણે આ દિવસે વાળ ન કપાવવા નહીં તો અશુભ ફળ મળે છે.

ગુરુવારે નખ ન કાપવા

image source

ગુરુવારે નખ કાપવાથી શિક્ષણમાં અરૂચી આવે છે. આ દિવસે ગ્રહોથી નીકળતી કિરણો શરીર પર પ્રતિકૂળ પ્રભાવ નાંખે છે અને એટલે જ પેટ સંબધિત બિમારીઓ થવાની સંભાવનાઓ રહે છે. આ દિવસે વાળ કપાવવાને પણ શુભ નથી માનવામાં આવતું. ગુરુવારે વાળ કપાવવાથી વડિલો વચ્ચે વિવાદ થાય છે અને દાંપત્યજીવનમાં પણ કડવાશ આવે છે.

શનિવારે નખ કાપવાથી ઉંમર ઓછી થાય

image source

શનિવારે નખ કાપવાથી જીવનમાં ઘટાડો થાય છે એટલું જ નહીં પરંતુ ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. શનિવારને દિવસે વાળ કપાવવાથી મનમાં ખોટા વિચાર આવે છે અને શનિની શક્તિમાં ઘટાડો થાય છે. વળી આ દિવસે વાળ કપાવવાથી કમરદર્દ થવાની સંભાવના રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ