શરીરના આ પાર્ટથી કરશો ન્હાવાની શરૂઆત, તો બચી જશો આ રોગોથી

જાણો શું છે નહાવાની યોગ્ય રીત ? પહેલા માથા પર પાણી નાંખવું યોગ્ય છે કે નહીં

image source

દરેક વ્યક્તિ સવારની શરૂઆત સ્નાન કરીને કરે છે. કેટલાક લોકો દિવસમાં બે વાર સ્નાન કરે છે. સ્નાન કરવું તે રોજિંદી પ્રક્રિયા છે.

પરંતુ તેમ છતાં આપણામાંથી મોટાભાગના લોકો સ્નાન કરવાની યોગ્ય રીતથી અજાણ હોય છે. લોકોને નહાવાની યોગ્ય રીતે વિશે જાણકારી નથી હોતી જેના કારણે ઘણીવાર અણધારી ઘટના બને છે.

જેમ કે ઘણીવાર સાંભળવા મળે છે કે કોઈને નહાતી વખતે લકવાની અસર થઈ, હાર્ટ એટેક આવ્યો, માથાની નસ ફાટી ગઈ વગેરે વગેરે. ધ્યાન આપશો તો યાદ આવશે કે નાના બાળકોને જ્યારે સ્નાન કરાવવામાં આવે છે ત્યારે તે ડરે છે કે ધ્રુજવા લાગે છે. આપણે એવું માનીએ છીએ કે તેને નહાવું ગમતું નથી. પરંતુ સત્ય કંઈક અલગ છે.

image source

નહાવાની યોગ્ય રીત

શરીરમાં વિદ્યુત શક્તિ રક્તના પ્રવાહના કારણે ઉદ્ભવે છે. જેની સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક દિશા ઉપરથી શરૂ કરી નીચે તરફની હોય છે. માથામાં અનેક નસ હોય છે જે મગજ સુધી રક્ત પહોંચાડે છે.

જો કોઈ સતત ઠંડા પાણી માથા પર નાંખી અને નહાય તો આ નસમાં રક્ત જામી જાય છે. લાંબા સમય સુધી આવું થાય તો શરીર તેને સહન કરી શકતું નથી અને તેના પરીણામે લકવો, હાર્ટએટેક જેવી તકલીફો અચાનકથી થઈ જાય છે.

image source

માથા પર સીધું જ ઠંડુ પાણી રેડવાથી માથું ઠંડું થઈ જાય છે. હૃદય પણ વધારે ગતિથી રક્ત મોકલવાનું શરૂ કરી દે છે. તેવામાં નસ ફાટવાનું જોખમ વધી જાય છે. આ જ રીતે બાળકોમાં પણ થાય છે.

બાળકો પર પણ પાણી રેડવામાં આવે તો તુરંત તેનું નિયંત્રણ તંત્ર પ્રતિક્રિયા આપે છે અને બાળકના શરીરમાં કંપન થાય છે. ખોટી રીતે બાળકને સ્નાન કરાવવાથી બાળકના હૃદયની ગતિ વધી શકે છે.

નહાવાની રીત

image source

બાથરુમમાં આરામથી બેસવું કે ઊભા રહેવું. ત્યારબાદ સૌથી પહેલા પગના પંજા પર પાણી નાંખો, પછી પીંડી, ઘુંટણ અને સાથળ પર ક્રમશ પાણી રેડવું. ત્યારબાદ હાથમાં પાણી લઈ પેટ પર, ખંભા પર રેડો અને છેલ્લે ખોબામાં પાણી ભરી મોં સાફ કરો.

ત્યારબાદ શરીર પર પાણી રેડી સ્નાન કરો. આ ક્રિયા કરવામાં 1 મિનિટનો સમય લાગે છે પરંતુ આ સમય દરમિયાન શરીરની ઊર્જા પ્રાકૃતિક દિશામાં ઉપરથી નીચે તરફ વહેતી રહે છે. આ રીતે નહાવાથી શરીરમાં ધ્રુજારી પણ થશે નહીં.

image source

કારણ કે વિદ્યુત ઊર્જાને આકર્ષિત કરતું પાણી સૌથી પહેલા પગ પર પડે છે. તેથી મગજને નુકસાન થતું નથી. આ ક્રિયા કર્યા બાદ તમે શાવરથી પણ સ્નાન કરી શકો છો. શાવરથી સ્નાન કરતી વખતે પણ આ રીતે પહેલા માથા પર પાણી રેડવાનું ટાળવું અને પગથી સ્નાન કરવાની શરૂઆત કરવી.

image source

ખોટી રીતે સ્નાન કરવાથી હૃદયના ધબકારા વધી જાય છે અને તેનાથી નુકસાન થાય છે તે વાત જાતે પરિક્ષણ કરીને પણ અનુભવી સકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ