નાહવા સમયે તમારી આ ખોટી આદતો તમારા માટે જીવલેણ બની શકે છે

અત્યારે ભાગદોડવાળા જીવનમાં લોકોને થાક દૂર કરવા માટે સૌથી પેહલા નાહવું પડે છે. આ સિવાય પણ અત્યારના ચાલતા કોરોનાના સમયમાં તો ઘણા લોકો ડરના કારણે પણ જયારે બહાર જાય છે, ત્યારે ઘરે પાછા ફરીને પેહલા નાહવા જાય છે. આ આદતો તમે તમારા બચાવ માટે કરી રહ્યા છો, પણ શું તમે જાણો છો કે બચાવ માટે અપનાવેલી નાહવાની આદતમાં ભૂલ કરવાથી તમારા માટે જોખમનું કારણ બની શકે છે.

image source

અમે એવું નથી કહી રહ્યા કે નાહવાની આદત ખોટી છે, પરંતુ ખોટી રીતે નાહવાની આદત ખોટી છે. ઘણા લોકો ગરમ પાણીથી નાહવાનું પસંદ કરે છે, તો ઘણા લોકો ઠંડા પાણીથી. જો કે ઠંડા પાણીથી નાહવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારું જ છે. નાહવાથી આપણા શરીરનો થાક અથવા શરીર પર રહેલી ગંદકી દૂર થાય છે, પણ ત્યારે કરેલી ભૂલો માટે આપણે જીવનભર પસ્તાવું પડે છે. તેથી નાહવા સમયે અહીં જણાવેલી ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ.

image source

– નહાતી વખતે જો તમે સૌથી પેહલી શરૂઆત માથામાં પાણી નાખીને કરો છો તો તે તમારા માટે ખૂબ જીવલેણ બની શકે છે. ઘણા વૈજ્ઞાનિકોએ સંશોધનમાં શોધી કાઢ્યું છે કે સ્નાન કરતી વખતે માથા ઉપર પાણી નાખવાથી અનેક રોગો થઈ શકે છે.

નહાવાની સાચી રીત કઈ છે, તે જાણો

image source

મિત્રો, સ્નાન કરતી વખતે કોઈ પણ વ્યક્તિએ પહેલા તેના પગ પર પાણી રેડવું જોઈએ અને ધીમે ધીમે પાણી નાખીને ઉપરની તરફ વધવું જોઈએ અને જ્યારે તમારું આખું શરીર ભીનું થઈ જાય છે ત્યારબાદ માથા પર પાણી રેડવું અને પછી યોગ્ય રીતે સાન કરવું.

શું નુકસાન થઈ શકે છે

image source

સૌ પ્રથમ સ્નાન કરતી વખતે માથા પર પાણી નાખવાથી માથાની નસો સંકોચવા લાગે છે અને જેમ જેમ તમારી ઉમર વધતી જશે તેમ આ નસો માથામાં લોહીનો પ્રવાહ ઘટાડશે અને તેનાથી મગજમાં હેમરેજ જેવા ખતરનાક રોગો થાય છે, આ કારણે લોકો ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. ઉદાહરણ તરીકે, સ્ત્રીઓમાં આ સમસ્યાઓ પુરુષો કરતા ઓછી હોય છે કારણ કે પુરુષો દરરોજ માથુ ધોવે છે અને સ્ત્રીઓ અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર જ માથુ ધોવે છે.

આ સિવાય પણ નાહતા સમયે આ ભૂલો ના કરવી જોઈએ.

image source

– ઘણા લોકો વાળ પરનો ખોડો દૂર કરવા માટે આંગળીઓના નખનો ઉપયોગ કરે છે, પણ તમારા આ તીક્ષણ નખ તમારા માથાની ચામડીને નુકસાન કરી શકે છે. તેથી તમે જયારે પણ તમારા વાળ ધોવો, ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તીક્ષણ નખના કારણે તમારા માથાની ચામડીને કોઈ નુકસાન ન થાય. આ આદત તમારા માથાની ચામડીને તો નુકસાન પોંહચાડે જ છે, પણ સાથે તમારા વાળ ખરવાનું કારણ પણ બને છે.

image source

– ભલે ગરમ પાણીથી નાહવાથી શરીરનો થાક દૂર થાય છે, પણ વધુ સમય માટે ગરમ પાણીથી નાહવાથી ત્વચાનું મોશ્ચ્યુરાઇઝર દૂર થાય છે, જેના કારણે તમારી ત્વચામાં ભેજ અદૃશ્ય થઈ જાય છે. તેથી તમારી ત્વચાનું મોશ્ચ્યુરાઇઝર જાળવવા માટે ઠંડા પાણીથી નાહવાનું રાખો અથવા જો તમને ગરમ પાણીની જ આદત હોય, તો ગરમ પાણીથી નાહવું, પણ પાણી નવશેકું હોવું જોઈએ.

image source

– જો તમે નાહવા સમયે શાવર જેલનો ઉપયોગ કરો છો, તો તે તમારી ત્વચાને નરમ અને ભેજવાળી રાખશે. પરંતુ જો તમે દરરોજ તમારા લૂફાને સાફ નહીં કરો, તો તે તમારા શરીરની સફાઈ કરવાના બદલે તમારા શરીરમાં રહેલી ગંદકી અને જંતુઓમાં વધારો કરશે. તો દરરોજ નહાવા પછી તમારા લૂફાને પણ જરૂરથી સાફ કરો અને સાફ કર્યા પછી તેને એવી જગ્યા પર રાખો જ્યાં તે બરાબર સુકાય જાય. કારણ કે સાફ કરીને લુફાને તમે ભીની જગ્યા પર મૂકી દેશો તો તેમાં રહેલા જંતુઓમાં વધારો થશે.

image source

– નાહવા માટે તમારે યોગ્ય સાબુ પસંદ કરવો જરૂરી છે. જો તમે એવા સાબુનો ઉપયોગ કરો છો જે તમારી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે, તો તરત જ તે સાબુનો ઉપયોગ બંધ કરો અને શરીરને શુદ્ધ કરવા માટે એક સારા બોડી ક્લીન્સરનો ઉપયોગ કરો. બોડી ક્લીન્સર તમારી ત્વચાનો ગ્લો વધારે છે અને તમારી નિર્જીવ ત્વચા એકદમ નરમ અને સુંદર બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ