આદિવાસી મહિલાઓના આ રેસ્ટોરન્ટની ખાસિયતો જાણીને તમે પણ એક વાર જરૂર લેશો મુલાકાત

નાહરી ડીશે આદિવાસી મહિલોઆનો બિઝનેસને બનાવ્યો સફળ

image source

આદિવાસી મહિલાઓનું આ રેસ્ટોરન્ટ છે લોકોમાં ખૂબ જ પ્રિય – જાણો શું છે તેની ખાસીયત

ડાંગ જિલ્લો તેના જંગલો તેમજ તેના કુદરતી સૌંદર્ય માટે ગુજરાતીઓમાં ઘણો જાણીતો છે. ચોમાસાની સિઝનમાં તો આ જિલ્લાનું સૌંદર્ય એવું તે ખીલી ઉઠે છે કે તેને માણવા માટે આખાએ ગુજરાતમાંથી હજારો પ્રવાસીઓ ત્યાં ઉમટી પડે છે. જો તમે અવારનવાર ડાંગ જિલ્લાની મુલાકાત લેતા હશો તો તમારે માટે ‘નાહરી’ શબ્દ નવો નહીં હોય. પણ તેમ છતાં અમે તમને જણાવી દઈ કે નાહરી એટલે બપોરનું ભોજન એટલે કે લંચ.

image source

ડાંગના આદિવાસીઓ પોતાના બપોરના ભોજનને નાહરી કહે છે. અહીં જે પ્રવાસી આવે છે તે લોકો આ નાહરીનો સ્વાદ માણવાનું ક્યારેય નથી ચૂકતા અને એક વાર નાહરીનો સ્વાદ ચાખ્યા બાદ તેઓ તેને ક્યારેય નથી ભૂલતા. નાહરી નામનું એક રેસ્ટોરન્ટ છે જ્યાં ડાંગના આદિવાસીઓની પરંપરાગત વાનગીઓ પ્રવાસીઓને પિરસવામાં આવે છે. આ નાહરી રેસ્ટોરન્ટની આજે ગુજરાતમાં અનેક બ્રાન્ચો છે. આ ઉપરાંત તેઓ ટ્રક મીલ એટલે કે મીલ ઓન ધ વ્હીલનો કોન્સેપ્ટ પણ ધરાવે છે.

નાહરી રેસ્ટોરન્ટનો કોન્સેપ્ટ ઘણો અલગ અને નેચર ફ્રેન્ડલી છે. અહીં એવી ગરીબ આદિવાસી મહિલાઓ કામ કરે છે જે પોતાના શાકભાજી ખેતરમાં ઉગાડે છે અને તે જ શાકભાજીનો ઉપયોગ તેઓ રેસ્ટોરન્ટમાં જમવાનું બનાવવા માટે કરે છે.

આવી રીતે થઈ હતી ‘નાહરી’ની શરૂઆત

image source

2007માં એક નાનકડી ઝૂપડીથી નાહરી રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ જ નાહરી રેસ્ટોરન્ટે BAIF ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન સાથે મળીને ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં 13 જેટલી બ્રાન્ચ ખોલી છે. આ રેસ્ટોરન્ટમાં પ્રવેશતાં જ તમે ત્યાં બનાવવામાં આવેલા શાકની સોડમથી લલચાઈ જશો. અને આ સાથે જ રસોડામાં કેટલીક મહિલાઓ લાલ-ભૂરા વસ્ત્રોમાં રાંધતી જોશો અને તમને ખરેખર કોઈ આદિવાસી રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યાનો અહેસાસ થશે.

નાહરીમાં પરંપરાગત આદિવાસી ભોજન પિરસવામાં આવે છે. અહીંના રાગીના રોટલા તેમજ બામ્બુનું અથાણું લોકોમાં ખૂબ જ પ્રિય છે. આ અત્યંત ઓથેન્ટિક નાહરી ભાણું બનાવવામાં ડાંગની આદિવાસી મહિલાઓનો બહોળો ફાળો છે.

નાહરી રેસ્ટોરન્ટ બન્યું બિઝનેસ મોડલ

image source

ઉપર જણાવ્યું તેમ ગુજરાતમાં આજે નાહરી રેસ્ટોરન્ટની 13 કરતાં પણ વધારે બ્રાન્ચ આવેલી છે. આદિવાસી મહિલાઓ દ્વારા ચાલતા આ રેસ્ટોરન્ટના દરેક આઉટલેટ 50,000 કરતાં પણ વધારે કમાણી કરી રહ્યા છે. જેમાંના કેટલાક તો તેના કરતાં પણ વધારે કમાણી કરે છે. BAIF ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશનના સિનિયર પ્રોગ્રામ મેનેજર સંદિપ યાદવ નાહરી વિષે વિસ્તૃત માહિતી આપતા જણાવે છે, ‘હવે નાહરીને ઓર વધારે વિકસાવવું છે અને તેના માટે અમે બ્રાન્ડિંગ કોન્સેપ્ટ પર પણ વિચારણા કરી રહ્યા છે. અને તેના માટે અમે નેટવર્ક પણ વધારી રહ્યા છે. અને હવે અમે નાહરીની એક રેસ્ટોરાં ચેઈન ઉભી કરી રહ્યા છે અને આ ચેઈનમાં તમને નાહરીના મેન્યુમાં નવીનતા જોવા મળશે.’

નાહરી ડિશની ખાસિયતો

image source

ઉપર જણાવ્યું તેમ આ ડાંગ જિલ્લાની સ્પેશિયલ ડીશ છે. આ થાળીમાં નાગલી અથવા ચોખાના રોટલા તેમજ લીલા શાકભાજી, અડદની દાળ, રાગીના રોટલા, બામ્બુનું અથાણું, વિવિધ ચટણીઓ તેમજ ભાત પીરસવામાં આવે છે. આ એક ન્યૂટ્રિશન્સથી ભરપૂર ડીશ છે.

મીલ ઓન વ્હીલ કોન્સેપ્ટ

image source

BAIF પ્રોગ્રામર ઓપરેટર મણી દાવડા જણાવે છે કે મીલ ઓન વ્હીલ કોન્સેપ્ટમાં તેઓ અઠવાડિયે ભરાતા ખાણીપીણી બજારમાં પોતાની ટ્રક ઉભી રાખે છે. આ કોન્સેપ્ટથી દૂર દૂરથી આવતા ગ્રાહકોને એક ઉચ્ચ ગુણવત્તાનું ભોજન મળે છે અને અમારો બિઝનેસ પણ વધે છે. તમને જણાવી દઈએ કે નાહરીની ડાંગમાં 8 બ્રાન્ચ, વલસાડમાં 5 બ્રાન્ચ અને નવસારીમાં પણ 5 બ્રાન્ચ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ