આ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું તમે જાણો છો આ વાત?

નાગપુર પોલીસે શેર કર્યુ તારક મેહતા… ના જેઠાલાલનું મીમ – લોકોને કરી આ અપિલ

મુંબઈ પોલીસ દ્વારા બોલીવૂડ સ્ટાર્સ અને ફિલ્મોના મીમ્સ દ્વારા લોકોને કોરોના વાયરસથી બચવાના મેસેજને તો તમે જોયા જ હશે. હવે નાગપુર પોલીસે પણ કંઈક આવી જ રમૂજી રીતે મીમ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આ મીમ કોઈ બીજાનો નહીં પણ ભારતમાં અત્યંત લોકપ્રિય એવા જેઠાલાલના પાત્રનું છે.

મુંબઈ પોલિસ બાદ નાગપુર પેલીસ પણ પોતાની ક્રિટીવીટી બતાવવા પાછળ નથી રહી. હળવા અંદાજમાં સિરિયસ મેસેજ આપવાની તેમની આ રીત લોકોને ખૂબ પસંદ આવી રહી છે. નાગપુર પોલિસે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના મીમ શેર કરી લોકોને આ અપીલ કરી છે.

વાસ્તવમાં નાગપુર પેલીસે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના મીમ શેર કર્યા છે. તેમાં જેઠાલાલ માસ્ક લગાવીને દુકાન પર બેસેલા જોઈ શકાય છે. આ મીમની સાથે લખ્યું છે – ‘માસ્ક પહનને મેં ક્યા તપલીક (તકલીફ) હૈ આપકો ?’. તેમણે ટ્વીટ કર્યું છે તમે ગોકુલ ધામ જઈ રહ્યા હોવ કે પછી ગડા ઇલેક્ટ્રોનિક્સ મહેરબાની કરીને જ્યાં પણ જાઓ માસ્ક પહેરો. નાગપુર પોલીસની આ રસપ્રદ પહેલની દરેક વ્યક્તિ વખાણ કરી રહી છે. યુઝર્સ ટ્વિટર પર કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે – ‘લાગે છે ટ્વિટર પર આ જાગૃકતા કેમ્પેનના તારક મેહતા છે.’ તો વળી એક યુઝરે લખ્યું છે – ‘જાગરુકતા ફેલાવવા માટેનું આ અલગ જ સ્તર છે’ એક યુઝરે તો મઝાક ઉડાવતા બબિતાજી અને જેઠાલાલની એક તસ્વીર શેર કરતા લખ્યું છે, ‘જો બબીતાજી દેખાઈ ગયા તો તે પોતાનો માસ્ક તરત જ હટાવી દેશે.’ બીજા એક યુઝરે નાગપુર પોલીસને એક બીજું મીમ બનાવવાની રીક્વેસ્ટ કરી છે. તેણે લખ્યું છે, ‘જે લોકો માસ્ક નાક અને મોઢા નીચે પહેરે છે તેમના માટે પણ કંઈક બનાવવામાં આવે.’

તાજેતરમાં મુંબઈ પોલીસે ગુલાબો સિતાબો ફિલ્મ સાથે જોડાયેલું એક મીમ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યું હતું. પોતાની એડવાઇઝરી પોસ્ટમાં પેલીસે ગુલાબો સિતાબોનું એક સ્ટીલ શેર કર્યું છે જેમાં આયુષ્માન ખુરાના દેખાઈ રહ્યા છે અને નીચે લખ્યું છે – ‘અમને દત્તક લઈ લો.’ તો વળી મુંબઈ પોલીસના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક મીમ એવો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં ઉરીનો એક સ્ક્રીન શોટ મુકવામાં આવ્યો છે તેમાં દેખાતા એક્ટરને એડીટ કરીને માસ્ક પહેરાવવામાં આવ્યો છે અને પછી તેના પર લખવામાં આવ્યું છે ‘અંતર છ ફૂટ’ આ રીતે તેઓ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે પણ જાગૃત કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈ કે અલગ અલગ શહેરોની પોલીસ દ્વારા આ પ્રકારે રસપ્રદ રીતે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. અને તે માટે મુંબઈ પોલીસ અવારનવાર હિન્દી ફિલ્મોના મિમ્સને શેર કરતી રહે છે. આજકાલ લોકો ટીવી કરતાં વધારે સોશિયલ મડિયા પર એક્ટિવ રહે છે. અને આ માધ્યમથી ખાસ વર્ગના લોકો સુધી પહોંચવું પણ સરળ બન્યું છે. અને આ રીતે અસરકારક રીતે લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય છે.

Source : Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ