જલ્સા કરોને જેંતીલાલ

બિહારના આ ગામમાં નાગપાંચમે લાગે છે સાપોનો મેળો. શ્રાવણ માસના સોમવારે સ્થાનીક લોકો દ્વારા સેંકડો સાપ પકડીને પુજવામાં આવે છે !

સામાન્ય રીતે સામાન્ય માણસ જો ક્યાંક સાંપ જોઈ જાય તો તેનાથી જોજનો દૂર ભાગી જાય છે અને જ્યાં સુધી તે સાપ ક્યાંક દૂરે ન જતો રહે ત્યાં સુધી તે રસ્તા પર પગ પણ મુકવાનું ટાળે છે. પણ જ્યારે ગામના લોકો દ્વારા સાપને કોઈ ગલુડીયાને રમાડતા હોય તેમ રમાડતા જોવામાં આવે તો ! આવું જ દ્રશ્ય તમને બિહારના એક ગામમાં શ્રાવણ મહિનામાં જોવા મળે તો નવાઈ ન પામતા.


આપણે અહીં ગુજરાતમાં હજુ શ્રાવણ મહિનો શરૂ થવાને વાર છે પણ ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને લોકોની શંકર ભગવાન માટેની ઉપાસના પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. આપણે અહીં પણ આપણે શ્રાવણ મહિનામાં આવતા બધા જ તહેવારની ઉજવણી ખુબ જ ધામધૂમ તેમજ પૂર્ણ શ્રદ્ધાથી કરીએ છીએ. શિતળા સાતમ, જન્માષ્ઠમી અને નાગપાંચના તહેવારને ધામધૂમથી ઉજવીએ છીએ. ગામડે-ગામડે સાતમ-આંઠમના મેળા ભરાય છે અને એક અનેરો જ પવિત્ર માહોલ ઉભો થાય છે.


પણ બિહારમાં નાગપાંચમની ઉજવણી કંઈક આ રીતે કરવામાં આવે છે. અહીં નાગપાંચમના મેળામાં ગામડાના મોટા ભાગના યુવાનોના ગળા હાથ તેમજ માથા પર તમને સાપ રમતા જોવા મળશે. જેને જોઈ સામાન્ય લોકોના તો શ્વાસ જ અદ્ધર થઈ જાય.


બિહાર રાજ્યમાં આવેલા સમસ્તીપુર જિલ્લાના વિભુતીપુર ગામમાં શ્રાવણ મહિનામાં સાપનો મેળો યોજાય છે. અહીં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે લોકો નજીક આવેલી બુઢી ગંડક નદીમાં ડુબકી લગાવે છે અને સેંકડો સાપ પકડે છે જેની નાગ પાંચમના દિવસે પુજા કરવામાં આવે છે. આ સાપને નદીમાંથી પકડીને મંદીરના ભગવતી માતાના મંદીરમાં લઈ જવામાં આવે છે.


આ પરંપરા આ ગામમાં 1868થી ચાલતી આવી છે. અહીં સાપને પકડીને માતા વિષધરની પૂજા કરવામા આવે છે. અને નાગ પાંચમની પુજા કર્યા બાદ સાપને ફરી પાછા જંગલ કે નદીમાં છોડી દેવામાં આવે છે. આ સાપ સામાન્ય હોય તેવું નથી હોતું આમાંના ઘણા બધા સાપ ઝેરીલા પણ હોઈ શકે છે. પણ સ્થાનીક લોકોનું એવું કહેવું છે કે ભક્ત તંત્ર-મંત્ર દ્વારા આ ઝેરી સાપોનું ઝેર કાઢી લે છે.


સમસ્તીપુરથી 23 કીલોમીટર દૂર આવેલા સિંધિયા ઘાટ પર નાગપાંચમના દિવસે આ મેળો યોજવામાં આવે છે. અહીં બાળકોના હાથમાં પણ સાપ રમતા જોવા મળશે. અહીં સાપને દૂધ પીવડાવીને માનતા માનીને છોડી દેવામાં આવે છે.


સ્થાનીક લોકોના કહેવા પ્રમાણે અહીં સાપનો આ મેળો છેલ્લા ત્રણસો વર્ષથી યોજવામાં આવે છે. એવું કહેવાય છે વર્ષો પહેલાં ઋષી કુશનો સાપ બનાવીને પુજા કરતા હતા પણ હવે લોકો સાચા સાપની જ પુજા કરવા લાગ્યા છે. અને લોકોનો એવો દાવો છે કે અત્યાર સુધીમાં આ મેળામાં કોઈને પણ સાંપ કરડ્યો હોય અને તેનું મૃત્યુ થયું હોય તેવું નથી બન્યું.


આ મેળામાં સાપ દ્વારા વિવિધ જાતના ખેલ પણ બતાવવામાં આવે છે. નાગ પાંચમ સુધી સાપને પકડવાની પ્રક્રિયા ચાલુ રહે છે અને ત્યાં સુધી તેને ટોકરીમાં બંધ કરી રાખવાં આવે છે અને ઉત્સવના દિવસે તેની પુજા કરી તેના ખેલ બતાવી તેને ધામધૂમથી પાછા જંગલોમાં વળાવી દેવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version