ઊંધિયા સાથે બનાવી શકાય એવા ‘કલરફુલ નડીયાદી ઢોકળા’, છે ને જોરદાર કોમ્બીનેશન

કલરફુલ નડીયાદી ઢોકળા

હવે તમે પણ બનાવો તમારા બાળકો માટે કલરફુલ ઢોકળા.

પ્રીપરેશન માટે – 8-10 કલાક
બનાવવાનો સમય – 41-50 મિનિટ
સર્વ – 4 જણ
સ્તર- મધ્યમ

સામગ્રી

– 2 કપ રવો ( ઈડલી-ઢોકળાનો લોટ હોય તો તે લેવુ),
– 1 કપ દહીં,
-1 ટી સ્પુન મરચા-આદુની પેસ્ટ,
– મીઠું,
– 1/2 ટી સ્પુન હળદર,
– 5-6 મરીનો ભુકો,
– 1 1/2 ટી સ્પુન લીલી મરચી પેસ્ટ,
– 1 ટી સ્પુન ખાવાનો સોડા,
– 2 ટેબલ સ્પુન લીંબુનો રસ,
– 1 કપ ઘટ્ટ લીલી ચટણી,
– 2 ટેબલ સ્પુન કોથમીર સમારીને,
– 2 ટેબલ સ્પુન લીલા નારિયેળનું ખમણ,
– 1 કપ ટામેટાની ચટણી,

રીત-

– રવામાં દહીં અને 1 1/2 કપ ગરમ પાણી નાખી ખીરાને બરાબર હલાવો જેથી કોઈ ગાંઠા ન રહે
– ખીરાને 15 મિનેિટ માટે બાજુએ મુકો.
– ખીરાના ત્રણ સરખા ભાગ કરો.
– ખીરૂ બીબામાં રેડી શકો તેવા પ્રકારનું કરવું.
– ખીરાના એક ભાગમાં મરચા-આદુની પેસ્ટ, મીઠું, હળદર નાખી ખીરાને હલાવો.
– બીજા ભાગમાં ટામેટાની ચટણી, મરીનો ભુકો,મીઠું નાખવું
– ત્રીજા ભાગ માં લીલી ચટણી,લીલી મરચી પેસ્ટ નાખી હલાવો.
– લીંબુ ના રસમાં ખાવાનો સોડા નાખી ત્રણ સરખા ભાગ કરી લાલ, પીળા અને લીલા ખીરામાં મિક્સ કરો.
– સ્ટીમરને ગરમ કરો, મફીન્સ ના મોલ્ડ ને ગ્રીસ કરો.
– પીળા ખીરાને મોલ્ડમાં 1/3 નાખો.
– 5 મિનીટ રાંધ્યા બાદ મફીન્સ મોલ્ડ બહાર કાઢી લાલ ખીરૂ 1/3 નાખો
– ફરી 5 મિનીટ રાંધી લીલા ખીરાનો લેયર કરી 8 મિનીટ રાંધવું.
– બહાર કાઢી ઠંડા પડે કે કોથમીર અને નારિયેળ થી સજાવો અને સર્વ કરો.

નોંધ :

– તમે રાઈ તેલનો પણ વઘાર કરી શકો.
– તેમજ ઉપર ટોમેટો સૉસ રેડીને, સેવ – બુંદી સાથે પણ સર્વ કરી શકો.

રસોઈની રાણી : દીપિકા ચૌહાણ (નડીયાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી