ગર્વની વાત! નડિયાદના આ ટીનએજર લેખકનું નામ બે વખત નોંધાયું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં…

ગુજરાતના આ ૧૭ વર્ષના વિદ્યાર્થીને મળ્યો ઈન્ડિયા બુક રેકોર્ડ એવોર્ડ. દેશના યંગેસ્ટ નોવેલિસ્ટની યાદીમાં નામ સામેલ… ગર્વની વાત! નડિયાદના આ ટીનએજર લેખકનું નામ બે વખત નોંધાયું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં…

કન્ઝ્યુમર સાઈકોલોજી એક્સપર્ટ બનવા ઇચ્છતા નડીયાદ ગુજરાતના આ ૧૭ વર્ષના યુવાન વિદ્યાર્થીએ ભારતના સૌથી નાની ઉંમરના નવલકથાકાર તરીકે પોતાનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું. તેની સાથેની મુલાકત દરમિયાન થયેલ વાતચીત વાંચીને તેણે મેળવેલ સિદ્ધિ વિશે જાણીને જરૂર ગર્વ થશે.

નવલકથાની થીમ છે, બાળક અને માતાનો સ્નેહ

ફોટો સોર્સ
ફોટો સોર્સ

નડિયાદના આ કિશોરે ખૂબ જ સંવેદનશીલ વિષય સાથે પોતાની નવલકથા લખી છે. તેણે માતા અને બાળક વચ્ચેની સુંદર લાગણીને પોતાની વાર્તામાં ઘડીને એક નવલકથા લખી છે. આ નવલકથા તે ધોરણ ૧૦માં હતો એ સમયે લખી હતી અને તેને પૂરી થતાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તેની વાર્તાની ખાસિયત એ પણ છે કે નવલકથાનું શીર્ષક અને ભાષા અંગ્રેજીમાં છે. તેનું ટાઈટલ છે, “ધ વન સ્ટુડ બાય માય સાઈડ”. શીર્ષક પરથી જ સમજી શકાય તેવું છે, કે એક વ્યક્તિ કોઈને સતત પોતાના પડખે હોવાના અનુભવને વાર્તામાં વણી લીધી હશે.

અહીં તે લેખકે કહ્યા મુજબ તે માતા પુત્રની વાતને લઈને આવ્યો છે. તે એસ.એસ.સી. બોર્ડ એક્ક્ષામની તૈયારીઓ કરવાની સાથે આ નવલકથાને પણ સમય આપતો હતો. એક વર્ષ સુધીમાં લખાઈ ગયેલ આ નવલકથા બાદ તેણે જાતે જ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાની કૃતિ સબમિટ કરી હતી. જેનું પરિણામ તેને હાલમાં જ મળ્યું છે. આજે તે યંગેસ્ટ નોવેલ રાઈટર અને યંગેસ્ટ સી.ઈ.ઓ. ઓફ કંપની એમ બન્ને પ્રકારના એવોર્ડ સાથે રેકોર્ડમાં નામ નોંધાવી ચૂક્યો છે.

પ્રેરણા રહ્યાં તેના માતા…

આ યુવાન વિદ્યાર્થીનું નામ છે, વેદાંત મયુરભાઈ બ્રહ્મભટ્ટ. મૂળ નડિયાદના સરદારનગરના નિવાસી વેદાંતને નાનપણથી જ લખવાનો તો તેને શોખ હતો જ. તેણે ધોરણ ૮મા અને ૯મા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં બે પુસ્તકો લખ્યાં. પરંતુ આ યુવકની સાથે થોડા સમય પહેલાં એક એવી ઘટના બની જેને કારણે તે ખૂબ જ વિચારશીલ બની ગયો. તેના માતાપિતા કોઈ કારણોસર છૂટાં થઈ ગયાં.

વેદાંત હાલમાં તેના માતા સાથે અમદાવાદમાં રહે છે અને ધોરણ ૧૨ સાયન્સમાં ભણી રહ્યો છે. તેના માતા ગ્રાફિક ડિઝાઈનર છે અને માતાપુત્રની આ અનોખી જોડી એકબીજાને એમના દરેક કામમાં સપોર્ટ કરે છે. તેની આ નવલકથા પણ આવા જ લાગણીશીલ વિષયની હોવાથી આવી જ રસપ્રદ હશે, એવું જરૂર લાગે છે.

ફોટો સોર્સ

મનોવિજ્ઞાનની દુનિયામાં ઝંપલાવવાની ઇચ્છા છે, વેદાંતને…

૧૨ સાયન્સના અભ્યાસ બાદ તેને મનોવિજ્ઞાનની દુનિયામાં કામ કરવાની ઇચ્છા છે. ખૂબ જ સરસ લખીને જેણે દેશના યુંગેસ્ટ લેખકની ઉપાધી મેળવી હોય એવા યુવાનની વિચારસરણી પણ ખૂબ જ પ્રેરણાદાયી છે. તેને કન્ઝૂમર સાઈકોલોજીનો આગળ અભ્યાસ કરવો છે. તે સાઈકોલોજી એક્સપર્ટ બનવાના અત્યારથી પ્રયત્નોમાં જોડાઈ ગયો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ