નચ બલિયે સીઝન – 9ના સેલિબ્રિટી કપલ્સના નામ બહાર પડી ગયા છે, જાણી લો તેમના નામ…

આપણે અહીં જેટલી ડેઈલી સોપ પસંદ કરવામાં આવે છે તેટલા જ રિયાલીટી શો પસંદ કરવામાં આવે છે. ટેલિવિઝન પર એક રીયાલિટી શો પુરો થયો નથી કે બીજો ચાલુ થઈ જાય છે. પછી તે સીંગીગનો હોય ડાન્સીંગનો હોય કે પછી બીગબોસ જેવો એક ઘરમાં સાથે રહેવાનો હોય. આજે લોકોને રિયાલીટી શો જોવા ખુબ જ ગમે છે અને જો આ રિયાલીટી શોમાં જો પોપ્યુલર સેલિબ્રિટી ભાગ લેવાના હોય તો તેની પોપ્યુલારીટી બમણી થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya Fanpage ⭐ (@saryaafandom) on


છેલ્લા કેટલાએ વર્ષોથી નચ બલિયે ડાન્સિંગ રિયાલિટી શો દર્શકોને મનોરંજન પુરુ પાડી રહ્યો છે. જોકે વચ્ચે એકાદ બે વર્ષનો ગેપ રહી ગયો અને આ શો ન થઈ શક્યો પણ આ વર્ષે આ શોને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે.

ટુંક જ સમયમાં સ્ટાર પ્લસ પર ડાન્સિંગ રિયાલીટી શો નચ બલિયે શરૂ થવાનો છે જેની જોડીઓ આજ સુધી દર્શકોથી રહસ્ય રાખવામાં આવી હતી પણ હવે તેમનું લીસ્ટ જાહેર થઈ ગયું છે. અને આ વખતે ટેલિવિઝન તેમ જ અન્ય ઇન્ડસ્ટ્રીઝમાંથી ખુબ જ રસપ્રદ જોડીઓને શો માટે સાઇન કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by HS News (@hs.news) on


આ વખે નચ બલિયેમાં મુહોબત્તે ફેમ શગુન એટલે કે અનિતા હસનંદાની, સ્પોર્ટ પર્સન ગીતા ફોગાટ અને બીગ બોસના ભૂતપૂર્વ કન્ટેસ્ટન્ટ કીથ અને રોશેલ જેવી દર્શકો માટે અત્યંત જાણીતી સેલિબ્રિટીઓ અને તેમના સાથીઓ પર્ફોમ કરવા જઈ રહ્યા છે. તો ચાલો જાણીએ શોમાં ભાગ લેનારા બાકીના કલાકારો વિષે.

ગીતા ફોગાટ અને પવન કુમાર

કોમન વેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ ગીતા ફોગાટ તેના કુસ્તીબાજ પતિ પવન સીંગ કુમાર સાથે જોવા મળશે. આ પહેલીવાર બનશે કે આ કપલ કોઈ શો સાથે કરશે. તમને જણાવી દઈએ કે ગીતાએ ખતરો કે ખીલાડી શોમાં ભાગ લીધો હતો. ગીતા અને પવનના લગ્ન 2016માં થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Dholakia (@urvashidholakia9) on


ઉર્વષી ધોળકિયા અને તેનો એક્સ બોય ફ્ન્ડ અનુજ સચદેવ

થોડા સમય પહેલા એવી અફવાહ હતી કે તેમનું બ્રેક અપ થઈ ગયું છે. તેમ છતાં નચ બલિયે 9માં કસોટી ઝીંદગી કીની જુની સિઝનમાં કૌમલિકાનું પાત્ર ભજનારી ઉર્વષી ધોળકિયા પોતાના એક્સ બોયફ્રેન્ડ અનુજ સચદેવ સાથે ઠુંમકા મારતી જોવા મળશે. 2011 દરમિયાન એવી વાત ઉડી હતી કે આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે તે વખતે તેમણે પોતાના સંબંધને લઈન કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નહોતું આપ્યું. અને તેમના બ્રેકઅપને લઈને પણ ક્યારેય કોઈ જ નિવેદન આપ્યું નથી. પણ હાલ તો તેમણે આ સંબંધને જાણે મહોર લગાવતા હોય તેમ શોનો પ્રોમો શૂટ કરી લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by MissMalini♀️💜 (@missmalini) on


રોશેલ રાઉ અને કીથ સેક્વેર

આ બન્ને ને તમે બિગબોસ શોમાં જોયા હશે તો ઓળખતા જ હશો. તેમના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. અને લગ્ન બાદ તેઓ આ રિયાલીટી શોમાં પહેલીવાર જોવા મળશે. હવે જોવાનું એ રહે છે કે બીગ બોસમાં સર્જાયેલી આ જોડી નચ બલિયેમાં પોતાનો જાદુ ચલાવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Anita Hassanandani’s Team (@team.anita.hassanandani) on


અનિતા હંસ નંદાની અને રોહિત રેડ્ડી

મુહોબ્બતેં અને નાગીન 3માં લોકોને મનોરંજન પુરુ પાડનારી અનિતા હંસનંદાની અને પતિ રોહિત રેડ્ડી તેમની એક બીજા પ્રત્યેની લાગણીઓ જાહેરમાં વ્યક્ત કરવા માટે ખુબ જ જાણીતા છે. માટે તેમની વચ્ચેની કેમેસ્ટ્રીનો તો કોઈ પ્રશ્ન જ નથી. પણ તેઓ એકબીજા સાથે ડાન્સના સ્ટેજ પર કેટલો તાલ મેળવી શકે છે તે જોવાનું રહ્યું.

 

View this post on Instagram

 

A post shared by Vishal Aditya (@vishal.aditya.singh) on


વિશાલ આદિત્ય અને તેની એક્સ ગર્લફ્રેન્ડ મધુરિમા તુલી

ફરી એકવાર એક્સ કપલ શોમાં એકબીજા વચ્ચેની કેમેસ્ટ્રી જીવંત કરવા જઈ રહ્યું છે. આ બન્ને 2017માં આવેલી ચંદ્રકાન્તા – એક માયાવી પ્રેમ ગાથા સિરિયલના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યા. અને માત્ર થોડા ક મહિનાઓમાં તેમણે પોતાના આ સંબંધનો અંત લાવી દીધો. તેમની સિરિયલની જેમ તેમનો સંબંધ પણ લાંબુ ન ખેંચી શક્યો. તો હવે જોવાનુ એ રહેશે કે તેઓ પોતાની વચ્ચેનો સ્પાર્ક પુનર્જીવિત કરી શકે છે કે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Fanpage Of Faisal Khan & CID (@faisalk_cid_lover) on


ફૈયઝલ ખાન અને મુસ્કાન કટારીયા

જો કે હાલ તો આ બન્નેની બ્રેકઅપની અફવાઓ ચાલી રહી છે. પણ મળતી માહિતી પ્રમાણે આ બન્નેએ પણ નચ બલિયે 9માં ભાગ લેવાનું નક્કી કરી લીધું છે. ફૈયઝલને તો આપણે ઓળખીયે છીએ તેની ડાન્સ સ્કીલ તો આપણે ડીઆડી એટલે કે ડાન્સ ઇન્ડિયા ડાન્સથી જ ઓળખીએ છીએ. તે ડાન્સ ઇન્ડિયા ડાન્સનો વિનર રહી ચુક્યો છે અને ઝલક દીખલાજામાં પણ ભાગ લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Sourabh Raaj Jain Squad (@srjsquad) on


સૌરભ રાજ જૈન અને રિધિમા જૈન

એકતા કપૂરની નવી મહાભારતમાં ક્રીષ્નનું પાત્ર ભજવનાર સૌરભ પોતાની પત્ની સાથે નચબલિયેમાં ઠુમકા લગાવતો જોવા મળશે. આ પહેલીવાર તે પોતાની પત્ની રીધીમા સાથે સ્ક્રીન પર જોવા મળશે. કૃષ્ણ તરીકે તો લોકોએ તેને ખુબ જ પ્રેમ આપ્યો હતો પણ હવે જોઈએ કે તે નાચીને લોકોને કેટલા આકર્ષી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Shantanu Maheshwari (@shantanu.maheshwari) on

શાંતનું મહેશ્વરી અને નિત્યામી શિકરે

શાંતનુંને આપણે સારી રીતે ઓળખીએ છીએ તેણે ડાન્સના ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પોતાની નૃત્ય કળાનું પ્રદર્શન કર્યું છે આ ઉપરાંત તે ખતરો કે ખીલાડીનો વિનર પણ રહી ચુક્યો છે. તેણે ઇન્ટરનેશનલ ડાન્સ રિયાલીટી શો વર્લ્ડ ઓફ ડાન્સમાં પર્ફોમ કર્યું છે. માત્ર તેટલું જ નહીં તેણે ઝલક દીખલાજા 9માં પણ ભાગ લીધેલો છે. પણ આ વખતે તે તેની જોડીદાર નિત્યામિ શીકરે સાથે ઠુમકા મારતો જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Vindu dara Singh (@vindusingh) on


વિંદુ દારા સીંગ અને ડીના ઉમારોવા

દારા સીંગના દીકરા વિંદુ દારા સીંગને કોણ નહીં ઓળખતું હોય. જો તેમ છતાં પણ યાદ ન આવતું હોય તો તમને જણાવી દઈએ કે તે બિગ બોસનો વિનર રહી ચુક્યો છે. પણ હવે તે નાચે છે કેવુ તે તો શો શરૂ થશે ત્યારે જ ખબર પડશે. વિંદુ શોમાં તેની પત્ની સાથે જોવા મળશે. જો કે તેણી એક ટ્રેઇન્ડ ડાન્સર છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya Fanpage ⭐ (@shraddhaarya_my_lifeline) on


શ્રદ્ધા આર્યા અને આલમ મકાર

હાલ ખુબ જ પોપ્યુલર એવી કુંડલી ભાગ્ય સિરિયલની લીડ એક્ટ્રેસ પ્રિતા એટલે કે શ્રદ્ધા આર્યા ટીવી ઇન્ડસ્ટ્રીનું એક લોકપ્રિય નામ છે. તેણીએ માત્ર સિરિયલમાં જ નસીબ નથી અજમાવ્યું પણ તેણીએ ઘણી બધી એડ પણ શૂટ કરી છે. તે તેના બિઝનેસમેન બોય ફ્રેન્ડ આલમ મકાર સાથે નાચતી જોવા મલશે. જો કે આ કપલ વિષે કોઈ વધારે વિગત જાણવા નથી મળી પણ આલમ મકાર જલંધરનો એક બિઝનેસમેન છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ