માતાપિતા ચેતી જાઓ : સ્માર્ટફોનના વધારે પડતા વપરાશના કારણે 4 વર્ષની છોકરીને કરાવવી પડી આંખની સર્જરી

આજે યુવાનો અને મોટેરાઓ જેટલા સ્માર્ટફોન પ્રો બની ગયા છે તેટલા જ બાળકો પણ બની ગયા છે. મોબાઈલના જે ફંક્શન્સ માતાપિતાને ખબર નથી તે ફંક્શન્સ તેમના ત્રણથી પાંચ વર્ષના બાળકોને આવડતા હોય છે. માત્ર બે વર્ષનું બાળક કોઈ પણ જાતની તકલીફ વગર આરામથી તેની માતા કે પિતાના સ્માર્ટ ફોનમાંની યુ-ટ્યુબ એપ ખોલીને પોતાની વિડિયો જોઈ શકે છે.

image source

2થી 4 વર્ષના બાળકોને સ્માર્ટ ફોનમાં આવતી ગેમ્સનું એટલું વળગણ નથી હોતું જેટલુ તેમને યુ-ટ્યુબમાં આવતી બેબી વિડિયોઝનું હોય છે. પહેલાં બાળક રડે તો તેને ઉચકીને બહાર આંટો મરાવી આવતા અથવા તેને ગમતું રમકડું આપીને ચુપ કરાવી દેતાં પણ હવે બાળકને શાંત પાડવા માટે તેના હાથમાં મોબાઈલ પકડાવી દેવામં આવે છે. જેની અસર તેના મન તેમજ તન બન્ને પર પડે છે. જે ટુંકાગાળે નહીં પણ લાંબાગાળે ખ્યાલ આવે છે.

image source

તાજેતરમાં થાઈલેન્ડમાં એક ચાર વર્ષની નાનકડી બાળકી સાથે આ સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગના કારણે એક ગંભીર ઘટના ઘટી ગઈ. આ બાળકીને તેના પિતા અવારનવાર પોતાનો ફોન ગેમ રમવા તેમજ વિડિયોઝ જોવા આપતા હતા. જેની તેણીના અતિ મહત્ત્વના અંગ તેવી આંખો પર માઠી અસર થઈ હતી જે વિષે તેના પિતાએ પોતાના ફેસબુક પેજ પર માતાપિતાને ચેતવનારી એક પોસ્ટ લખી છે.

image source

પોતાની ફેસબુક પોસ્ટ પર તેના પિતાએ જણાવ્યું કે, તેમણે તેની બાળકીને તેણી બે વર્ષની હતી ત્યારથી ફોન આપવાનું શરૂ ક્રયું હતું. આવુ તેટલા માટે તે કરતાં હતાં કે તે પોતે કામ કરતા હોય ત્યારે દીકરીને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખી શકે.

પણ થોડા જ સમયમાં તેણીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થવા લાગી, જો કે તેમને શરૂઆતમાં તો એવો કોઈ જ અંદેશો નહોતો કે તેની આ શારીરીક સમસ્યા તેના મોબાઈલના વધારે પડતા વપરાશના કારણે થતી હતી.

image source

તેની શરૂઆત તેણીને આંખમાં તકલીફ થવાથી થઈ અને તેના કારણે તેણીને ચશ્મા પહેરાવવામાં આવ્યા. પણ ધીમે ધીમે તેની આંખની સમસ્યા વધતી જ ગઈ અને તેની નજર પણ નબળી પડવા લાગી. અને માત્ર ચાર વર્ષની ઉંમરે આટલી નાની બાળકીની આંખોની સર્જરી કરાવવાનો વારો આવી ગયો કારણ કે તેની દ્રષ્ટિ દિવશેને દિવસે નબળી પડતી જતી હતી.

image source

ધીમે ધીમે પિતાને ખ્યાલ આવ્યો કે આ બધું તેની દીકરીના કલાકો સુધી મોબાઈલ વાપરવાના કારણે થયું હતું. હવે આ પિતાને ખ્યાલ આવી ગયો હતો કે લાંબા સમય સુધી મોબાઈલનો વપરાશ કરવાથી બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે.

image source

તેણીની સર્જરી કર્યા બાદ પણ તેના ચશ્માના નંબરતો નથી ઉતરી શક્યા. તેણે આજે પણ ચશ્મા તો પહેરવા જ પડે છે. પણ તેણીની સર્જરી થયા બાદ તેની આંખો ફરી પાછી ધીમે ધીમે સામાન્ય થવા લાગી છે.

શું તમે જાણો છો મોબાઈલના વધારે પડતા ઉપયોગથી બાળકોને કેટલી હદે નુકસાન થાય છે

image source

લાંબા સમય માટે સ્માર્ટ ફોન કે તે પ્રકારના સાધનો જો બાળકોને વાપરવા દેવામાં આવે તો તેમની આંખોની સ્થિતિ અસામાન્ય થઈ શકે છે અને તેમને માયોપિયા અને દ્રષ્ટિ જાંખી થવાની સમસ્યા પણ ઉભી થાય છે.

સ્માર્ટ ફોનના વધારે પડતા ઉપયોગથી બાળકોની ઉંઘ ઘટી જાય છે તેમની એકાગ્રતા ઘટી જાય છે. અને તેમના ખોરાક પર પણ તેની અસર પડે છે. એક સંશોધન પ્રમાણે બાળક 15 મિનિટ મોબાઈલનો ઉપયોગ કરે તો તેની સામે તેની 60 મિનિટની ઉંઘ ઘટી જાય છે.

image source

નાના બાળકો એટલે કે એક વર્ષથી ચાર વર્ષના બાળકો જો વધારે સમય ફોનના સ્ક્રીન પર પસાર કરે તો તેઓ મોડું બોલતા શીખે છે અને અન્ય વિકાસ પણ મોડો થાય છે.

આ ઉપરાંત વધારે પડતા સ્માર્ટ ફોનના વપરાશના કારણે બાળકોને શારીરીક સમસ્યાઓ જેવી કે વજન ઘટવું, વજન વધવું, માથું દુખવું, કુપોષણ, આંખોને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

સ્માર્ટ ફોનના વધારે પડતા વપરાશથી બાળકોના વર્તનમાં બદલાવ આવે છે, તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ કથળી શકે છે અને તેમને નિરાશા પણ આવી શકે છે.

બાળકોનો ગુસ્સો વધી જાય છે અને નાની નાની વાતોએ ચીડાઈ જાય છે. એકલતા અનુભવે છે, દોષભાવ પણ તેમનામાં ડેવલપ થાય છે, તેમજ પેતાની જાતને બીજાઓથી એકલા રાખવા પ્રેરે છે, તેમના મિજાજ બદલાતા રહે છે. અને કેટલાક સંજોગોમાં સ્માર્ટફોનના વધારે પડતા ઉપયોગથી બાળકો ઓટીઝમનો પણ ભોગ બની શકે છે.

image source

તો બાળકોના સ્માર્ટ ફોન કે પછી ટેબલેટના વપરાશને ઘટાડો અને તેમને કોઈ બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો. એકધારા સ્માર્ટ ફોન પર સમય પસાર કરવાથી તેમના શારીરિક અને માનસિક વિકાસ પર પણ લાંબા ગાળે ઉંડી અસર પડે છે.

જે બાળકો વધારે લાંબો સમય સ્માર્ટ ફોન કે પછી ટેબલે સાથે પસાર કરે છે તે લોકો તેમના તે કુમળા વર્ષોમાં જે મૂળ વિકાસની તકો મળતી હોય છે તેનાથી વંચીત રહે છે.

image source

કેવી રીતે બાળકોને મોબાઈલથી મહદઅંસે દૂર રાખી શકાય

સ્માર્ટ ફોન હવે આપણા જીવનનું એક અંગ બની ગયા છે. તેના વપરાશ સિવાય કોઈને પણ ચાલે તેમ નથી. માટે તેનો વપરાશ તો આપણે બંધ ન કરી શકીએ પણ તેને કંટ્રોલ ચોક્કસ કરી શકીએ. તે જેટલો જ માણસને ફાયદો કરાવે છે સામે તેટલું નુકસાન પણ કરાવે છે.

image source

સ્માર્ટ ફોન બાળકો માટે જોખમી ત્યારે બની જાય છે જ્યારે ઘરના મોટેરાઓ ઘરના કીશોરો તેમજ બાળકોને છૂટથી તેને વાપરવા દે અને ખાસ કરીને લાંબા સમય માટે વાપરવા દે. કલાકો સુધી સતત મોબાઈલના સ્ક્રીન પર આંખો ચીટકેલી રહે તો સો ટકા તેના પરિણામ નુકસાનકારક જ રહેવાના. તે શારીરિક રીતે તો નુકસાન કરશે પણ તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાશે.

image source

આજના ટેકનોસેવિ યુગમાં તમે બાળકોને સદંતર તો મોબાઈલથી દૂર ન જ રાખી શકો જે તેમના ભવિષ્ય માટે પણ યોગ્ય નથી. પણ તમે તેના સ્માર્ટફોનના વપરાશ પર અંકુશ રાખીને ઘટાડી શકો છો.

જો તમારું બાળક 18 મહિનાથીનાનું હોય તો તેને તો તમારે સ્માર્ટફોનની આદત પાડવી જ ન જોઈએ સિવાય કે તમારા સગાઓ વિડિયો કોલીંગ દ્વારા સંપર્ક કરતા હોય.

image source

જો તમારું બાળક દોઢથી બે વર્ષનું હોય તો તમારે તેના માટે ઉચ્ચ ગુણવત્તાવાળી વિડિયોની જ પસંદગી કરવી જોઈએ. અને તેથી પણ વિશેશ માતાપિતાએ પણ તેમની સાથે રહેવું જોઈએ જેથી કરીને તેઓ બાળકો જે કંઈ પણ જોઈ રહ્યા છે તે વિષે તેમને સમજાવી શકે.

જો તમારા ઘરમાં છ વર્ષથી ઉપરના બાળકો હોય તો તેમના પર સ્માર્ટફોન વાપરવાનો સમય નક્કી કરી દેવો જોઈએ. આ સાથે જ તેઓ તેના પર શું પ્રવૃત્તિ કરી રહ્યા છે તેના પર પણ ધ્યાન રાખવું જોઈએ. અને સાથે સાથે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેઓને પુરતી ઉંઘ મળે છે, શારીરિક રીતે પુરતા પ્રવૃત્તિશિલ રહે છે. અને તેમની વર્તણૂક પર પણ નજર રાખતા રહેવી.

image source

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બેથી પાંચ વર્ષના બાળકોને દિવસ દરમિયાન માત્ર એક કલાકનો જ સ્ક્રીન ટાઈમ (મોબાઈ, ટેબલેટ, ટીવી , કંપ્યુટર પર પસાર થતો સમય) આપવો જોઈએ. જ્યારે તેનાથી મોટી ઉંમરના બાળકોને તમે વધારેમાં વધારે સ્ક્રીન સામે – આ સ્ક્રીન કંપ્યુટરનો હોઈ શકે, મોબાઈલનો હોઈ શકે, ટીવીનો હોઈ શકે ટેબલેટનો પણ હોઈ શકે – તેની આગળ બે કલાકથી વધારે સમય પસાર કરવા ન દેવો જોઈએ.

image source

બાળપણમાં જો તમે આ રીતે માત્ર થોડું ક જ ધ્યાન રાખશો તો તમારા બાળકના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય માટે સારું રહેશે અને કોઈ ગંભીર સમસ્યાઓનો સામનો પણ નહીં કરવો પડે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ