બ્રિટેનના પેલેસમાંથી નક્કર સોનાનું ટોઈલેટ ચોરાયું ! કીંમત જાણી તમારા હોશ ઉડી જશે ! અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે છે સંબંધ

દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેની કીંમત તમારા હોશ ઉડાવી દે છે. અને કેટલાક લોકોને એવા-એવા ભારે શોખ હોય છે કે તેઓ પોતાના શોખ માટે કોઈ પણ હદ વટાવે છે અને પોતાની ઇચ્છા પુરી કરીને જ રહે છે.

તાજેતરમાં બ્રિટેનના પેલેસમાંના મ્યુઝિયમમાંથી સોનાનું નક્કર ટોઈલેટ ચોરાયાની ખબરે સમગ્ર જગતમાં ચકચાર મચાવી દીધી છે. આ ટોઇલેટ બ્રિટેનના બ્લેનહેમ પેલેસમાંના મ્યુઝિયમમાં પ્રદર્શન માટે છેલ્લા ઘણા વર્ષોથી મુકાયેલું હતું. આ ટોઈલેટ નક્કર 18 કેરેટના સોનામાંથી બનાવવામાં આવ્યું છે. હા, આ કોઈ સોનાનો ઢોળ ચડાવેલું ટોઈલેટ નથી પણ નક્કર શુદ્ધ 18 કરેટના સોનામાંથી જ બનાવવામાં આવેલું છે એટકે તેનો કણ કણ સોનાનો છે.

ગત શનિવારની સવારે વહેલાં પાંચ વાગે પેલેસમાંથી સોનાનું ટોઈલેટ ચોરાઈ જવાની માહિતિ પોલીસને આપવામાં આવી હતી. તપાસ માટે પોલીસે એક 66 વર્ષિય વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ચોર સવારે પોણા પાંચની આસપાસ આ ટોઈલેટને ચોરીને ભાગી ગયા હતા. ચોરોને શોધવા માટે તેના માટે સ્થાનિક લોકોની મદદ પણ માંગવામાં આવી છે.

આ ટોઈલેટની કીંમત 10.25 લાખ અમેરિકન ડોલર એટલે કે લગભગ 8 કરોડ રૂપિયા છે ! આની કીંમતે તો લોકોમાં આકર્ષણ જમાવ્યું જ છે પણ તેનું અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્સ સાથેના કનેક્શને પણ લોકોમાં કુતુહલ જગાવ્યું છે.

સામાન્ય રીતે તો આપણે ટોઈલેટના નામ નથી રાખતા હોતા પણ કારણ કે આ એક નક્કર સોનાનું ટોઈલેટ છે માટે તેને એક નામ પણ આપવામાં આવ્યું છે અને તે છે “અમેરિકા”. તેને 2016માં થોડા સમય માટે ન્યૂયોર્કના ગેગનહેમ મ્યુઝિયમમાં પણ પ્રદર્શન માટે મુકવામાં આવ્યું હતું. આ ટોઈલેટને અમેરિકાના રાષ્ટ્રપતિ ડેનાલ્ડ ટ્રમને આપવામાં આવ્યું હતું. વાસ્તવમાં વ્હાઇટ હાઉસે ગેગનહેમ મ્યુઝિયમ પાસેથી વ્હાઇટ હાઉસને સજાવવા માટે વાન ગાગનું એક પેઇટિંગ માંગ્યું હતું. પણ તેમને તે વખતે પેઇન્ટીંગ નહીં પણ આ સોનાનું ટોઈલેટ ઓફર કરવામાં આવ્યું હતું.

સોનાના ટોઇલેટનો ઇતિહાસ

આ સોનાનું ટોઈલેટ ઇટાલીના જાણીતા કલાકાર મોરીજિયો કેટેલનએ આ ટોઈલેટ બનાવ્યું હતું અને તેને પ્રદર્શન ‘વિક્ટ્રી ઇઝ નોટ એન ઓપ્શન’માં પ્રદર્શીત કરવામાં આવ્યું હતું. આ મોંઘેરું સોનાનું ટોઈલેટ ચોરાયા પહેલાં બ્લેનહિંમ પેલેસમાં પ્રદર્શનમાં મુકવામાં આવ્યું હતું અને તમને જણાવી દઈએ કે આ જ પેલેસમાં બ્રિટેનના ભુતપુર્વ વડાપ્રધાન ચર્ચિલનો જન્મ થયો હતો.

બની શકે કે અત્યાર સુધીમાં ચોરોએ સોનાના આ ટોઈલેટને પીગળાવીને તેને બાટમાં પણ બદલી નાખ્યું હોય અને હવે આ ટોઈલેટનું કોઈ અસ્તિત્વ પણ ન રહ્યું હોય જો કે તમને એક વાત જણાવી દઈએ કે આ ટોઈલેટ માત્ર દેખાવનું જ ટોઈલેટ નહોતું પણ તે સાદા ટોઈલેટની જેમ વ્યવસ્થિત કામ પણ કરતું હતું. અને તેને મહેલની પાઈપલાઈન સાથે પણ જોડવામાં આવેલું હતું. જેને ધ્યાનમાં રાખતાં પોલીસે જણાવ્યું હતું કે ટોઈલેટને પાઈપલાઈનથી છુટ્ટુ કરતાં ભારે નુકસાન થયું હોવાની શંકા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ