તમારી આ નાની નાની ભૂલોથી ઘરમાં આવી જાય છે દરિદ્રતા,જાણો કઈ રીતે કરવા મા લક્ષ્મીને પ્રસન્ન

ઘરનાં મુખ્ય દ્રારથી માંડીને રસોડામાં રાખેલા સામાન ને લઈને થઈ જાય છે ભૂલો,આમ રાખો તેનું ધ્યાન

ઘર ત્યાં સુધી મકાન રહે છે જ્યાં સુધી તેની અંદર લોકો નથી વસતા.એ ક પરિવાર જ એ ક મકાન ને ઘર બનાવે છે.હિંદુ ધર્મ વિશે વાત કરીએ તો તેમાં પરિવારનાં પ્રેમ સાથે સાથે વાસ્તુને પણ ઘરને સહજ બની રહેવાનું કારક માનવામાં આવે છે.શુક્ર અને ચંદ્રમાને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં કાળા અને બ્લૂ રંગનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ .સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરનાં દક્ષિણી પૂર્વી ભાગમાં રસોડું જરૂર બનાવવું.સાથે જ દરરોજ રસોડમાં કામ કરનાર મહિલાઓ એ કોઈ પણ કામ શરૂ કરતા પહેલા ઘરની આ જ દિશામાં એક દિવો જરૂર પ્રગટાવો.ઘરમાં લગભગ મહિલાઓ જ હોય છે જે જમવાનું બનાવે છે.તેવામાં વગર સ્નાન કર્યે રસોડામાં કોઈ કામ ન કરવું જોઈએ .સાથે જ પોતાના રસોડામાં મા અન્નપૂર્ણાની તસ્વીર જરૂર રાખવી.મા અન્નપૂર્ણાને રસોઈ અને ભોજનનાં માતા કહેવામાં આવે છે.જેમનાં જમવામાં સ્વાદ હોય છે એ મના માટે કહેવામાં આવે છે કે મા અન્નપૂર્ણાની કૃપા તેમના પર છે.તેવામાં મા અન્નપૂર્ણાની તસ્વીર સ્થાપિત કરવાથી ઘરનાં બધા લોકો સ્વસ્થ રહેશે અને ભોજન પણ સારુ બનશે.જોકે ઘરમાં અમુક એવી પણ ભૂલો થાય છે જેનાથી દરિદ્રતા આવી જાય છે.તમને જણાવીએ છીએ કે તમારી કઇ નાની ભૂલોથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.

આ ભૂલોથી ઘરમાં આવી જાય છે દરિદ્રતાજે ઘરમાં મહિલાઓનુ સમ્માન નથી થતું ત્યાં શુક્ર અને ચંદ્રમાની અશુભતાને કારણે ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.ઘરમાં મહિલાઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે.તેવામાં જે ઘરમાં મહિલાનું અપમાન થાય છે ત્યાં અસલમાં લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે.એવામાં ભૂલને પણ પોતાના ઘરની સ્ત્રીને અપશબ્દ ન કહો અને ન તો ક્યારેય અપમાન ના કરવું.

ઘરનાં દક્ષિણ પૂર્વ ખૂણામાં જેને આગ્નેય ખૂણો કહેવામાં આવે છે ત્યાં જો જળભરાવ થઇ જાય કે જળ ભરીને રાખી દેવામાં આવે તો તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.એ વામાં ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.આ સ્થિતિઓથી બચવાની કોશિશ કરવી.જો તમે કોઈપણ કારણવશ રાત્રે મોડે સુધી જાગો છો અને સવારે મોડેથી ઉઠો છો તો પણ ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.નિયમિતતા ન રહેવાથી શનિ અને ચંદ્રમાનો દુષ્પ્રભાવ આવવાને કારણે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે.આ જ કારણે સમયથી વ્યકિતએ ઉંઘવું જોઈએ અને પછી જાગવું જોઈએ .

ઘરનાં સદસ્ય જો દરેક સમય કોઈને કોઈ વાત પર લડતા રહે છે તો પણ ઘરમાં દરિદ્રતા આવે છે.મા લક્ષ્મી ઘરમાં ટકે છે જ્યાં મનુષ્ય એકબીજા સાથે પ્રેમથી રહે છે.એ ઝગડો ચાહે માતા પિતાથી હોય કે પતિ પત્નીમાં,કોઈ પણ રીતનો ઝગડો ઘરમાસ દરિદ્રતા વધારે છે.ગંદા કપડા વડે વાસણ રાખવા કે પછી ગંદકીમાં રહેવાથી મા લક્ષ્મી રીસાઈ જાય છે.ઘર પરિવારમાં હમેશા સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ .જે ઘરમાં ગંદકી રહે છે લક્ષ્મી મા ત્યાં પ્રવેશ જ નથી કરતા.

કેવી રીતે કરવા મા લક્ષ્મીને પ્રસન્ન શુકલપક્ષનાં શુક્રવારનાં દિવસે સાંજે સ્નાન કરીને એક લાલ આસન પાથરો અને પોતાનું મો ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રાખો.હવે પોતાના સામે એક સવા મીટર લાલ કપડું પાથરી તેના પર શ્રી લક્ષ્મી નારાયણનો ફોટો સ્થાપિત કરો અને ગાયનાં ઘીનો દીવો પ્રગટાવો. એક શુધ્ધ સ્ફટિકની માળાથી ૐ દારિદ્રધ્વંસની નમ: મંત્ર પાંચ માળા જાપ કરો.જાપ બાદ ભગવાન લક્ષ્મી નારાયણને ગુલાબનું અત્તર અર્પણ કરો.