લેસર ટ્રિટમેન્ટ કરાવવાનુ વિચારી રહ્યા છો? તો પહેલા વાંચી લો આ સ્ટોરી નહિં તો થશે અઢળક પસ્તાવો.

લેસર ટ્રીટમેંટથી ત્વચા પર નથી થતી બળતરા, જાણો તેના વિશેના મિથકોનું સત્ય

image source

મોટાભાગના લોકો લેસર ટ્રીટમેન્ટ અને સર્જરી વચ્ચેના ભેદને જાણતા નથી હોતા. તેમના મનમાં બંને એક જ હોવાની ગેરસમજ હોય છે. પરંતુ સૌથી પહેલા મનમાં એ વાત સ્પષ્ટ કરી લો કે લેસર સર્જરી અને ટ્રીટમેન્ટ બંને અલગ અલગ હોય છે.

image source

આજે તમને અહીં લેસર ટ્રીટમેન્ટ વિશે જાણકારી મળશે. આ ટ્રીટમેન્ટથી સુંદરતા અને ત્વચાની રંગત વધે છે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પોતાના દેખાવ પ્રત્યે સજાગ રહે છે. જો ત્વચા સંબંધીત કોઈ સમસ્યા થાય તો તેના માટે પણ લોકો હવે ડોક્ટર પાસે જતા થયા છે. તેવામાં ત્વચાની તકલીફોથી છૂટકારો મેળવવા માટે લોકો લેસર ટ્રીટમેન્ટ કરાવવા પણ લાગ્યા છે.

image source

આ ટ્રીટમેન્ટમાં તમારે માત્ર એક જ વાર ખર્ચ કરવો પડે છે. આ ટ્રીટમેન્ટની અસર પણ લાંબા સમય સુધી રહે છે. તેમ છતાં લેસર નામના કારણે લોકોના મનમાં કેટલાક મિથકો ઘર કરી ગયા છે. આ ટ્રીટમેન્ટ કરાવવામાં તકલીફ થાય છે, તે નિષ્ફળ જાય છે વગેરે વગેરે. તો ચાલો આજે આપણે લેસર ટ્રીટમેન્ટ અંગેના સત્યને જાણીએ.

1. લેસર ટ્રીટમેન્ટની કોઈ જરૂર હોતી નથી.

image source

આ ટ્રીટમેન્ટમાં પૈસા ખર્ચ થાય છે પરંતુ શારીરિક સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી જાય છે. આ ઉપરાંત કેટલીક સમસ્યા એવી હોય છે જે દવાથી દૂર થતી નથી તો તેના માટે આ ટ્રીટમેન્ટ જરૂરી બની જાય છે. શરીર પરના ટેટૂ, ડાઘ કે જન્મથી શરીર પર હોય તેવા નિશાન દૂર કરવા માટે આ ટ્રીટમેન્ટ જ એક માત્ર રસ્તો હોય છે.

2. લેસરથી ત્વચા પર નુકસાનકારક રેડિએશન પડે છે.

image source

લેસર ટ્રીટમેન્ટમાં જે લાઈટનો ઉપયોગ થાય છે તે સુરક્ષિત હોય છે. તેથી એમ કહેવું યોગ્ય નથી કે આ લાઈટમાં નુકસાનકારક રેડિએશન હોય છે.

3. લેસરથી ત્વચા પર બળતરા થાય છે.

તમામ લેસર ફોટો થ્રોમ્બોલિસિસના સિદ્ધાંત પર આધારિત છે. આ ટેકનીકમાં લેસર લાઈટ મેજિક બુલેટની જેમ ટારગેટ પર જ કામ કરે છે. તેનાથી ત્વચાને કોઈ નુકસાન થતું નથી કે તેનાથી બળતરા પણ થતી નથી.

image source

4. લેસરથી ત્વચાને ચેપ લાગે છે.

આ ટ્રીટમેન્ટ ત્વચાની અંદર થાય છે તેથી બહારની ત્વચા પર કોઈ ચેપ લાગતો નથી.

image source

5. લેસરથી ત્વચા પાતળી થાય છે.

લેસરથી ત્વચા સુધરે છે. તેનાથી ત્વચામાં કોલાજન અને ઈલાસ્ટિનનું ઉત્પાદન વધે છે. તેનાથી ત્વચા પાતળી થતી નથી. જો કે આ ટ્રીટમેન્ટ અનુભવી પાસે કરાવવી.

image source

6. લેસર ટ્રીટમેન્ટ બંધ કરવાથી ત્વચાને નુકસાન થાય છે.

આ વાત પણ સત્ય નથી. લેસર ટ્રીટમેન્ટ ત્વચાને રેજુવનેટ કરે છે અને તેને વચ્ચેથી બંધ કરવાથી કોઈ નુકસાન થતું નથી. કેટલાક લોકોને તો તેના લાભ લાંબા સમય સુધી જોવા મળે છે.

image source

7. લેસર એક સમાન જ હોય છે.

અલગ અલગ તકલીફોમાં અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે. બધા માટેના મશીન પણ અલગ અલગ હોય છે.

8. વાળની ટ્રીટમેન્ટમાં તકલીફ થાય છે.

હેર રિમૂવલ દરમિયાન ત્વચામાં સોઈ ખુંચી હોય તેવો અનુભવ થાય છે પરંતુ તેમાં દુખાવો થતો નથી.

image source

9. તેનાથી કેન્સર થાય છે.

લેસર ટ્રીટમેન્ટથી કેન્સર થતું નથી. તેનાથી લાભ થાય છે નુકસાન નહીં.

image source

10. હેટ ટ્રીટમેન્ટ વાળ માટે ખરાબ છે.

લેસર માત્ર ટારગેટ કરે છે. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ