આ પ્રયોગ કરીને અમેરિકન સૈન્યએ 1200 ટનનું આખું યુદ્ધ જહાજ કરી દીધું હતું અદ્રશ્ય, પૂરી સ્ટોરી વાંચીને ચોંકી જશો તમે પણ

ક્યારેક ક્યારેક વિશ્વમાં એવી પણ ઘટનાઓ ઘટી છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે.

images source

આવી જ એક ઘટના આજથી લગભગ 77 વર્ષ પહેલાં અમેરિકામાં બની હતી જ્યારે અમેરિકન સૈન્યએ પોતાના જ એક તોતિંગ આકારના સમુદ્રી જહાજને અદ્રશ્ય કરી દીધું હતું. આ ઘટનાને “ફિલાડેલ્ફીયા એક્સપેરિમેન્ટ” ના નામથી ઓળખવામાં આવે છે. જો કે જહાજ ગાયબ કરી દીધા બાદ જે બનાવ સામે આવ્યો તે એથીય વધુ આશ્ચર્યજનક હતો.

શું હતો એ મામલો ? આવો જરા વિસ્તારથી જાણીએ..

image source

આ વાત બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની છે. આ વિશ્વયુદ્ધ દરમિયાન અનેક દેશોએ દુશ્મન દેશોના વિમાનો દ્વારા કરવામાં આવતા હુમલાથી પોતાના યુદ્ધ સમુદ્રી જહાજોને સલામત રાખવા માટે અવનવા રસ્તાઓ શોધી રહ્યા હતા. આ જ હેતુ માટે અમેરિકન સેનાએ પણ પોતાના યુદ્ધ જહાજોને દુશ્મનોના હુમલાથી બચાવવા એક વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો.

આ પ્રયોગ હતો 1200 ટન વજન ધરાવતા USS એલ્ડ્રિજ નામના જહાજને ગાયબ કરી દેવાનો. આ માટે 28 ઓક્ટોબર 1943 ના દિવસે અમેરિકન સૈન્યએ જહાજમાં અનેક જનરેટર લગાવ્યા જેની વિદ્યુત ઉર્જા દ્વારા મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં પરિવર્તન કરી શકાય. જો પ્રયોગ સફળ થાય તો જહાજ દુશ્મનના વિમાનોનાં રડારથી ગાયબ થવાની સાથે વાસ્તવિક સ્વરૂપે પણ અદ્રશ્ય થઈ જાય એમ હતું.

image source

કહેવાય છે કે જ્યારે આ પ્રયોગ શરૂ કરાયો ત્યારે જહાજની ચારે બાજુથી લીલા રંગના ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. અને ધીરે ધીરે જહાજ રડારમાંથી ગાયબ પણ થઈ ગયું. એટલું જ નહીં પણ વાસ્તવિક સ્વરૂપે પણ જહાજ અદ્રશ્ય થઈ ગયું. પ્રયોગ સફળ થતા અમેરિકન સેના ખુશખુશાલ થઈ ગઈ. પણ તેની આ ખુશી લાંબો સમય ન ટકી.

image source

કારણ કે જ્યારે ગાયબ થયેલા જહાજને પરત લાવવા અમેરિકન સૈન્યએ પ્રયાસ કર્યો તો જહાજ પરત આવ્યું જ નહીં. ચિંતાનો વિષય એટલા માટે હતો કેમ કે તે જહાજમાં અમુક સૈનિકો પણ હતા. લાંબા સમય સુધી પ્રયાસ કરવા છતાં જહાજ પરત મેળવી ન શકાયું. અંતે પ્રયોગના સ્થળેથી 300 મીટર દૂર જહાજ મળી આવ્યું. પરંતુ જહાજનું દ્રશ્ય નિહાળી પ્રયોગ કરનારા વૈજ્ઞાનિકો પણ હેરાન રહી ગયા. કારણ કે તેમાં રહેલા સૈનિકો પૈકી અમુક મૃત્યુ પામ્યા જ્યારે અમુક માનસિક સંતુલન ગુમાવી ગાંડા થઈ ગયા.

image source

અમુક વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ પ્રયોગ દરમિયાન જહાજે સમયયાત્રા કરી હતી પરંતુ સમયના વમળમાં ફસાઈ જતા તેમાં રહેલા સૈનિકોની હાલત ખરાબ થઈ ગઈ.

કહેવાય છે કે આ રહસ્યમય ઘટના વર્ષો સુધી દુનિયા અજાણ રહી. પરંતુ વર્ષ 1955 માં જ્યારે એક વૈજ્ઞાનીક પાસે અનેક બેનામી પત્રો આવ્યા જેમાં “ફિલાડેલ્ફીયા એક્સપેરિમેન્ટ” ની ઘટના વિશે વાત કરવામાં આવી હતી. જ્યારે “ફિલાડેલ્ફીયા એક્સપેરિમેન્ટ” ની હકીકત સામે આવી તો સૌ કોઈને આશ્ચર્ય થયું.

image source

જો કે આ રહસ્યમયી ઘટના વિશે કોઈની પાસે પૂરતા પુરાવા નથી જેથી આ ઘટના સાબિત કરી શકાય કે આવો પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ સિવાય અમેરિકન સેનાએ પણ આ મામલે સ્પષ્ટતા કરી આવી ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો હતો. તેમ છતાં આ વિષય આજે ઓન લોકોમાં જિજ્ઞાસાનું કારણ બનેલો છે ત્યાં સુધી કે આ ઘટના પર આધારિત એક ફિલ્મ પણ બની ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ