આ મોતની ખુરશીએ અત્યાર સુધીમાં લઇ લીધો અનેક લોકોનો ભોગ, વિગતો જાણીને લાગશે નવાઇ

ખુરશી લાકડાની હોય પ્લાસ્ટિકની હોય કે સિંહાસનની હોય ખુરશીનો શોખ લગભગ દરેક વ્યક્તિને હોય છે.

image source

ખુરશી એક એવી વસ્તુ છે જેના માટે માણસ પોતાની નૈતિકતાનો પણ ભોગ આપી દે છે અને ખુરશી પર બેસવાની લ્હાઈમાં બેઈમાની તથા દગાખોરી ને પોતાના જીવનનો ભાગ જ બનાવી લે છે. આપણા દેશના દરેક નહીં પણ અનેક રાજનેતાઓ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.

ક્યાંક કોઈ પ્રસંગમાં ગયા હોઈએ અને બેસવા માટે ખુરશી ન મળે તો આપણને એવું થાય છે કે જાણે યજમાને આપણું અપમાન કર્યું છે. એનું કારણ બીજું કંઈ નહીં પણ ખુરશીમાં બેસવાનો મોહ છે.

image source

ખુરશી પણ અલગ અલગ અનેક પ્રકારની હોય છે અને તેની તાસીર અને જાદુ પણ અલગ-અલગ હોય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવી ખુરશી વિશે જણાવવાના છીએ કે જેના પર બેસનાર મોટાભાગના લોકોની અકાળે મૃત્યુ થયું છે. આને તમે સંયોગ ગણો કે ખુરશીનો પ્રકોપ પણ હકીકત એ છે કે આ ખુરશી પર બેસનાર વહેલા કે મોડા મૃત્યુને ભેટે છે.

image source

આ ખુરશી ઇંગ્લેન્ડના થોમસ બેસ્બી નામક વ્યક્તિની છે. થોમસની સૌથી ફેવરિટ અને પ્રિય વસ્તુઓમાં આ ખુરશી પ્રથમ સ્થાને હતી. તેને આ ખુરશી એટલી વ્હાલી હતી કે તેના સિવાય અન્ય કોઈ આ ખુરશી પર બેસે તે પણ તેનાથી સહન ન થતું. થોમસનો આ ખુરશી પ્રત્યેનો.મોહ કેટલી હદે હશે તેનો અંદાજો એ વાત પરથી જ આવી જાય છે કે જ્યારે 1702 માં થોમસનો સસરા આ ખુરશી પર બેઠા તો થોમસ એટલો ગુસ્સે ભરાયો કે ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે સસરાનું ખૂન કરી નાખ્યું. ત્યારબાદ થોમસની આ ખુરશી પર કોઈએ બેસવાનું સાહસ જ ન કર્યું.

એવું પણ કહેવાય છે થોમસ જ્યારે પોતાના જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તે એવો શ્રાપ આપતો ગયો કે જે આ ખુરશી પર બેસશે તે મૃત્યુને ભેટશે. જો કે એ સમયે લોકોએ થોમસની આ વાત પર ખાસ ધ્યાન ન આપ્યું.

image source

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ શાપિત ખુરશીને એક પબમાં મુકવામાં આવી હતી અને ત્યાં તેને ” હોટ સીટ ” તરીકે ઓળખવામાં આવતી હતી. નવાઈની વાત એ હતી કે ત્યાં પણ આ ખુરશી પર બેસનાર લોકો વારાફરતી મોતના મુખમાં ધકેલાતા રહ્યા. કહેવાય છે કે અત્યાર સુધીમાં આ ખુરશી પર બેસનાર લગભગ 63 જેટલા લોકો મૃત્યુ પામી ચુક્યા છે આ કારણે આ ખુરશીને ” મોતની ખુરશી ” પણ કહેવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ