મુઠીયા વાળું મિક્સ શાક – થોડા થોડા વધેલા શાકભાજીમાંથી જ બનાવો આ સ્વાદિષ્ટ શાક, એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને…

ઘણી વાર જ્યારે ફ્રીઝ સાફ કરીએ તો દેખાય કે ઘણા શાક થોડા થોડા બચેલા છે. તમારે પણ આવો પ્રોબ્લેમ થતો જ હશે. તો આ પ્રોબ્લમ નો આસન જવાબ છે આ મુઠીયા વાળું મિક્સ શાક.

આ શાક તમને શિયાળામાં ખાધેલ ઊંધીયાની યાદ અપાવશે. પણ આ શાક તમે કોઈ પણ ઋતુમાં ખાઈ શકશો. આ રેસિપીમાં મેં ઘરમાં જે શાક હતા એ વાપર્યા છે, આપ આપના સ્વાદ અને અનુકૂળતા મુજબ ફેરફાર કરી શકો.

સામગ્રી ::

શાક માટે…

 • વાલોળ,
 • વટાણા,
 • લીલા તુવેર,
 • ગુવાર,
 • ફણસી,
 • કેપ્સિકમ,
 • કાચું કેળુ,
 • 1 લીલુ ટામેટું,
 • 5 ચમચી તેલ,
 • મીઠું,
 • હળદર,
 • લાલ મરચું,
 • ગરમ મસાલો,
 • ધાણા જીરું,
 • કોથમીર ,
 • સજાવટ માટે

મુઠીયા માટે…

 • • 1/2 વાડકો બારીક સમારેલી કોથમીર / લીલી મેથી,
 • 1 ચમચી ગરમ મસાલો,
 • 1/2 ચમચી હળદર,
 • 1 ચમચી લાલ મરચું,
 • 3 ચમચી ખાંડ,
 • 1.5 ચમચી ખાંડ,
 • 1.5 ચમચી લીંબુ નો રસ,
 • 1 વાડકો ઘઉં નો લોટ,
 • 2 મોટી ચમચી ચણા નો લોટ,
 •  2 ચમચી રવો,
 • 1.5 ચમચી તેલ,
 •  તળવા માટે તેલ.

રીત …

સૌ પ્રથમ આપણે બનાવીશું મુઠીયા… મેં અહીં કોથમીર વાપરી છે. આપ મેથી વાપરી શકો. મોટી થાળી માં બધું ભેગું કરો.

ધીરે ધીરે પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. ધ્યાન રહે આ લોટ ઢીલો ના થઈ જાય કેમ કે ધીમે ધીમે એ ઢીલો પડતો જશે.

તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ માંથી નાનાં નાનાં ગોળ કે લંબગોળ મુઠીયા વાળો.

ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળો. ધ્યાન રહે મુઠીયા બળી ના જાય. હલકા બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ફૂલ ગેસ પર તળવા થી મુઠીયા અંદર થી કાચા રહેશે અને બહાર થી બળી જશે. તળેલા મુઠીયા ને સાઈડ પર રાખી દો.

કડાય માં તેલ ગરમ કરો. હિંગ ઉમેરી બધા લીલા શાક વઘારો. કાચું કેળું અને મુઠીયા ઉમેરવા નહીં. મીઠું અને ચપટી સોડા ઉમેરી હલાવો. ઉપર થાળી કે ડીશ રાખી પાણી મૂકવું. મધ્યમ આંચ પર બધા શાક એકદમ ચડી ના જાય ત્યાં સુધી પકાવો.

શાક થોડા અધકચરા હોય ત્યારે એમાં ગરમ મસાલો , હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરો. સરસ મિક્સ કરી લેવું.

શાક ચડી જાય એટલે એમાં મુઠીયા , લીલું ટામેટું, કેપ્સિકમ અને કાચું કેળું ઉમેરો. સાથે ડીશ પર નું થોડું ગરમ પાણી પણ ઉમેરો.. કાચા કેળા ના કટકા ને મેં શેલો ફ્રાય કરી લીધા છે જેથી શાક ચીકણું ના થાય.

મુઠીયા એકદમ સરસ પોચા થાય ત્યાં સુધી ચડાવો. સ્વાદાનુસાર લીંબુ નો રસ ઉમેરવો. કોથમીર થી સજાવટ કરો અને ગરમ ગરમ પીરસો. આશા છે પસંદ આવશે.

નોંધઃ
• મેં અહીં કોઈ પણ સામગ્રી નું માપ નથી આપ્યું. સ્વાદાનુસાર વધારે ઓછું કરી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી